જાણો વૃષભ રાશિ વાળા લોકોની વિશેષતાઓ શું હોય છે, કેવી હોય છે તેમની પર્સનાલિટી, કેવો હોય છે તેમનો સ્વભાવ, તમારી રાશિ પણ વૃષભ હોય તો વાંચવાનું ભુલતા નહિ

Posted by

જન્મનાં સમયે ચંદ્રમા જે રાશિમાં હોય છે, એ જ વ્યક્તિની રાશિ કહેવાય છે. જો તમારી કુંડળીમાં ચંદ્રમાં વૃષભ રાશિમાં સ્થિતિ છે તો તમારી રાશિ વૃષભ હશે. જ્યોતિષશાસ્ત્રમાં સુર્યની ગતિ પરથી પણ રાશિનું નિર્ધારણ થાય છે. આ આધાર પર ૨૧ એપ્રિલ થી ૨૦ મે વચ્ચે જન્મેલા લોકો વૃષભ રાશિ વાળા હોય છે. વૃષભ રાશિ વાળા લોકોને દરેક અવસરનો લાભ ઉઠાવતા સારી રીતે આવડે છે. જ્યારે પોતાના પરિશ્રમનું ફળ મેળવવાની વાત આવે છે તો શક્તિશાળી અને વિશ્વસનીય વૃષભ રાશિ સૌથી આગળ હોય છે. આ રાશિ વાળા લોકો બધી જ સારી અને સુંદર વસ્તુને પ્રેમ કરે છે અને હંમેશા ભૌતિક સુખથી ઘેરાયેલા રહે છે. વૃષભ રાશિમાં જન્મેલા લોકો ખુબ જ કામુક અને સ્પર્શનીય હોય છે.

આ સિવાય પણ વૃષભ રાશિ વાળા લોકોમાં એવી ઘણી વાતો હોય છે, જે તેમને ખાસ બનાવે છે. તો ચાલો જાણી લઈએ વૃષભ રાશિ સાથે જોડાયેલી અમુક ખાસ વાતો. વૃષભ રાશિ વાળા લોકોનું વ્યક્તિત્વ ખુબ જ આકર્ષક હોય છે. તેમનાં વ્યક્તિત્વ પરથી લોકો પ્રભાવિત પણ રહે છે. આ રાશિફળનાં લોકોનું શરીર હૃષ્ટપ્રુષ્ટ હોય છે, જેનાં કારણે તે દેખાવમાં સુંદર લાગે છે. વૃષભ રાશિનાં સ્વામી શુક્ર છે. એટલા માટે તેમનું મન રચનાત્મક અને કલાત્મક કામમાં વધારે લાગે છે. પોતાની સાથે સાથે તે બીજાની કળાનું પણ ખુબ જ સન્માન કરે છે. આ રાશિ વાળા લોકો ખુબ જ સ્વાભિમાની પ્રકૃતિનાં હોય છે. તમારૂ સ્વાભિમાન તમારા વ્યક્તિત્વ સાથે જોડાયેલું હોય છે.

સ્વાભિમાનની સ્વચ્છંદતા અને શીતળતા તમારી નજરમાં સ્પષ્ટ જોઈ શકાય છે. તમારા વ્યક્તિત્વમાં એક ચમક હોય છે, જે તમારા પ્રત્યે લોકોમાં વિશ્વાસ ઉત્પન્ન કરે છે. આ રાશિ વાળા લોકો જમીન સાથે જોડાયેલા હોય છે અને તે સ્વભાવથી પણ ખુબ જ વ્યાવહારીક હોય છે. તે પોતાની સુરક્ષાનું ધ્યાન રાખીને કારણ વગર કોઈપણ સાથે કોઈપણ પ્રકારનો ઝઘડો કરતાં નથી. તે વિશ્વાસપાત્ર લોકો હોય છે. કોઈપણ વ્યક્તિ તેમના પર સરળતાથી વિશ્વાસ કરી શકે છે. વૃષભ રાશિ વાળા લોકો ખુબ જ મહેનતુ હોય છે. તેમનો આત્મવિશ્વાસ ખુબ જ બુલંદ હોય છે. એકવાર તે મનમાં કંઈપણ કરવાનું નક્કી કરી લે છે તો બાદમાં તેને પુરું કરીને જ શાંતિથી બેસે છે.

મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તે ગભરાતા નથી. તેમનાં વ્યક્તિત્વ સાથે જ તેમના પરિશ્રમી અને દ્રઢ નિશ્ચયી હોવાનો ભાવ પ્રદર્શિત થાય છે. પોતાની યોગ્યતાનાં લીધે જ તે સુવિધાજનક જીવન પસાર કરે છે. સામાજિક માન-સન્માન મેળવવાના બધા ગુણ તેમનામાં હોય છે. આ રાશિ વાળા લોકો ક્યારેક-ક્યારેક સ્વભાવથી જીદ્દી પણ થઈ જાય છે. કોઈ કામ નહિ કરવા કે કોઈ વસ્તુને પોતાની બનાવવાની જીદ ઘણીવાર તેમના પર નકારાત્મક અસર પણ નાખે છે. તેમનાં જીદ્દી સ્વભાવનાં કારણે થોડા અમુક તમને અહંકારી પણ માનવા લાગે છે.

તમે ધીરજ વાન વ્યક્તિ છો. કોઈપણ કામને તમે ધીરે ધીરે પરંતુ પુરી મહેનત સાથે કરો છો. તમારી ધીમી ગતિને અમુક લોકો તમારી આળસ પણ સમજવા લાગે છે. આ રાશિનાં સ્વામી શુક્ર હોવાનાં કારણે વૃષભ રાશિ વાળા લોકો પોતાનાં કરિયરમાં પણ રચનાત્મક અને કલાત્મક હોય છે, તે લોકો દરેક કામને ખુબ જ રસ રાખીને કરે છે. ધર્મમાં પણ તેમનામાં ખુબ જ આસ્થા હોય છે. આ લોકો ઉત્તમ વિચારો વાળા હોય છે. તેમનાં વિચારોમાં શુદ્ધતા અને સ્વભાવમાં નરમાઈશ જોવા મળે છે.

વૃષભ રાશિ વાળા લોકો પ્રેમ પ્રત્યે સમર્પિત હોય છે અને પોતાના પ્રત્યે પણ તે પ્રકારનું સમર્પણ ઈચ્છે છે. તે ખુબ જ રોમેન્ટિક પ્રવૃત્તિનાં લોકો હોય છે. તે પોતાના જીવનસાથી પ્રત્યે ખુબ જ વફાદાર અને ઈમાનદાર રહે છે અને સાથી પાસે પણ આ પ્રકારની વ્યવહારિક આશા રાખે છે. આમ તો સામાન્ય રીતે તેમને ગુસ્સો નથી આવતો પરંતુ જ્યારે તેમની ધીરજનો ખુટી જાય છે તો તેમનાં ગુસ્સાનાં પ્રકોપથી બચવું મુશ્કેલ થઈ જાય છે. તે જ્યારે કોઈ વાતમાં જિદ્દ પર આવી જાય છે તો પછી તે પોતાનાં વિચાર અને નિર્ણયને બદલતા નથી. વૃષભ રાશિ વાળા લોકો ખુબ જ વ્યાવહારિક હોય છે અને તેમને વ્યવહાર પુર્ણ વર્તન કરવું પસંદ હોય છે.

તેમને અવસરનો લાભ ઉઠાવતા સારી રીતે આવડે છે. તે સ્વાર્થી નથી હોતા. તે મોંઘી વસ્તુઓ જ ખરીદવાનું પસંદ કરે છે. તેમનાં ઈરાદા સારા હોય છે અને લોકોને તેમની સાથે વાત કરવી પસંદ હોય છે. તેમની વાત કરવાની રીત ખુબ જ સારી હોય છે. તેમને બહુ ઓછો ગુસ્સો આવે છે પરંતુ જ્યારે આવે છે તો તે ખતરનાક સાબિત થાય છે. તેમની તેમનાં જીવનમાં ધીરે ધીરે પ્રગતિ થાય છે. તેમનાં જીવનમાં કંઈપણ અચાનકથી નથી થતું.

આ રાશિ વાળા લોકોને ગળાની તકલીફ થઈ શકે છે. આમ તો તે સ્વસ્થ જ રહે છે પરંતુ જ્યારે તેમની રાશિમાં કોઈ અશુભ ગ્રહ આવે છે કે પછી શુક્ર ગ્રહ નિર્બળ હોય છે તો શરીરમાં રોગોનાં લક્ષણ, દ્રષ્ટિગોચર થવા લાગે છે. વીર્ય વિકાર, મુત્રરોગ, નેત્રરોગ, મુખરોગ, પાંડુ, ગુપ્ત રોગ, પ્રમેહ, વીર્યની કમી, સંભોગમાં અક્ષમતા, કામ વધારે રહેવાનાં કારણે સ્નાયુમાં દુખાવો, ડાયાબિટીસ, વાત તથા વિશ્લેષણ વિકાર, સ્વપ્નદોષ, શિધ્રપતન, ધાતુ ક્ષય, કફ તથા કબજિયાત, વાયુ વિકાર વગેરે ઉત્પન્ન થઈ જાય છે.