કોઈને ભૂલમાં પણ ના જણાવવી જોઈએ આ ૭ ચીજો, ભોગવવા પડે છે તેનાં ગંભીર પરિણામો

ઘણા લોકો એવા હોય છે, જેમના પેટમાં કોઈ વાત ટકતી નથી. તે પોતાના ઘરની દરેક વાત અન્ય લોકોને જણાવી દે છે. જોકે આવું કરવું તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આપણા ધર્મ ગ્રંથોમાં પણ એવી ૭ વાતો જણાવવામાં આવી છે, જેમને કોઈ અન્ય વ્યક્તિ સાથે ભૂલમાં પણ શેર ના કરવી જોઈએ. સ્ત્રી હોય કે પુરુષ બંનેએ પોતાનાથી જોડાયેલ નીચે જણાવવામાં આવેલી વાતો કોઈની સાથે પણ શેર ના કરવી જોઈએ.

મંત્ર

તમારા ગુરુ તમને જે મંત્ર જણાવે છે, તેને હંમેશાં ગુપ્ત જ રાખવા જોઇએ. જો તમે આવું કરો છો તો તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે. હકીકતમાં ગુરુમંત્રને ગુપ્ત રાખવામાં આવે તો જ તેનો લાભ મળે છે.

અપમાન

જો તમારી સાથે કોઈ અપમાનજનક ઘટના ઘટે છે તો તેમને ગુપ્ત રાખવામાં જ ભલાઈ હોય છે. અન્ય વ્યક્તિને જ્યારે તેના વિશે જાણ થાય છે તો તે તમારી મજાક ઉડાવી શકે છે. તે તેને તમારી કમજોરીનાં રૂપમાં પણ ઉપયોગ કરી શકે છે.

રતિક્રિયા

જ્યારે સ્ત્રી-પુરુષ પરસ્પર રતિક્રિયા બનાવે છે તો તેમણે તેમની સાથે જોડાયેલ વાતો ગુપ્ત રાખવી જોઈએ. જો તમે અન્ય લોકોને તેમના વિશે જણાવો છો તો તે તમારા ચરિત્ર અને સામાજિક જીવન માટે ઘાતક સાબિત થઈ શકે છે.

પદ-પ્રતિષ્ઠા

જો તમને કોઈ મોટું પદ કે પ્રતિષ્ઠા મળે છે તો તેને ગુપ્ત જ રાખવા જોઇએ. જો તમે તેમના વિશે અન્ય લોકોને જણાવો છો તો તેનાથી તમારા મનમાં અહંકારનો ભાવ ઉત્પન્ન થાય છે અને આ અહંકાર જ એક દિવસ તમારા પતનનું કારણ બને છે. તેનાથી તમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી શકે છે.

ધન હાનિ

પૈસાનું નુકસાન થવા પર આ વાતો કોઈને પણ જણાવવી ના જોઇએ. તેનાથી લોકો તમારાથી દૂર થવા લાગશે. તમને ધનહાની થઈ છે અને તમે તેમની પાસે ધન માંગી શકો છો આવું વિચારીને લોકો તમારી સાથેના સારા સંબંધો પણ બગાડી શકે છે. આ રીતે જ વધારે ધન આવવા પર પણ તે વાતને ગુપ્ત રાખવામાં જ ભલાઈ હોય છે.

પરિવારના ઝઘડાઓ

પરિવારમાં થનાર ઝઘડાઓ પણ હમેશા ગુપ્ત જ રાખવા જોઇએ. જો તેમને તમે સમાજમાં ફેલાવો છો તો તમારા પરિવારની માન-પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે છે. તમારા પરિવારનું ખરાબ ઈચ્છતા લોકો પણ આ ઝઘડાઓનો ફાયદો પણ ઊઠાવી શકે છે.

દાન

જ્યારે પણ તમે દાન કરો છો તો તેને ગુપ્ત જ રાખવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે ગુપ્ત દાન કરનારને અક્ષય-પુણ્યની સાથે જ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. તમારા જીવનની સુખ-સુવિધાઓમાં વધારો થાય છે. અન્ય લોકોને જણાવીને કરવામાં આવેલ દાનનું પુણ્ય મળતું નથી.