કોઈ વ્યક્તિનો સ્વભાવ કેવો છે અને તેમને કેટલા બાળકો હશે, જાણો તેમના નામના પહેલા અક્ષર પરથી

Posted by

જ્યોતિષશાસ્ત્રની મદદથી આપણે કોઈપણ વ્યક્તિનું ભવિષ્ય અને વ્યવહાર જાણી શકીએ છીએ. એટલું જ નહીં કોઈ જાતકને લગ્ન બાદ કેટલા બાળકો થશે તેનો અંદાજો પણ જ્યોતિષશાસ્ત્રથી લગાવી શકાય છે. તેના માટે તમને બસ તે વ્યક્તિના નામના પહેલા અક્ષરની જાણ હોવી જોઈએ.

A, S અને M

આ અક્ષરોથી શરૂ થનારા નામના જાતકો પારિવારિક વ્યક્તિ હોય છે. તે પરિવારનું મહત્વ ખૂબ જ સારી રીતે સમજતા હોય છે. આ નામના જાતકો પૈસાની બચત કરવા વાળા માંથી હોય છે. આ લોકો પૈસા ખૂબ જ સમજી વિચારીને ખર્ચ કરતા હોય છે. ઘણીવાર તેમને સમજવું થોડું મુશ્કેલ પણ થઈ જાય છે. જોકે જ્યારે વાત પ્રેમની આવે છે તો તેમના ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકાય છે. તે પોતાની રહેણી-કહેણીની સાથે કોઈ સમાધાન કરતા નથી. આ જાતકોની કુંડળીમાં બે સંતાન થવાના યોગ હોય છે.

I, V અને Y

આ અક્ષરો પરથી જેમનું નામ શરૂ થાય છે તે મસ્તમૌલા સ્વભાવના લોકો હોય છે. તે એકલતા જરા પણ પસંદ કરતા નથી. તેમના ઘણા બધા મિત્રો હોય છે. તે પોતાના સંબંધો પ્રામાણિકતાથી નિભાવે છે. જો કે તે પોતાની નોકરી અને કરીયરને લઈને ગંભીર હોતા નથી. હકીકતમાં તે પોતાના પર હદથી વધારે વિશ્વાસ કરતા હોય છે. તેમના અનુસાર તેમનામાં એટલી વધારે યોગ્યતા હોય છે કે તેમની પાસે વિકલ્પોની કોઈ કમી હોતી નથી. તેમનું લક્ષ્ય મોટું હોય છે, જેમને તે પૂરું પણ કરી લે છે. તેમની કુંડળીમાં ૩ બાળકોનો યોગ હોય છે.

R

R અક્ષર પરથી જેમનું નામ શરૂ થાય છે, તે જીવનમાં વેરાયટી ઈચ્છતાં હોય છે. તે એક જેવું જીવન જીવી શકતા નથી. તેમને પોતાના જીવનમાં પરિવર્તન પસંદ હોય છે. તે ક્યારેય ચિંતા કરતા નથી પરંતુ કોઈ પ્રોબ્લેમ આવે છે તો તે તેમને ખૂબ જ સમજી-વિચારીને હલ કરી લેતા હોય છે. આ જાતકો સ્વભાવથી થોડા મજાકિયા હોય છે. તેમના ઘણા મિત્રો હોય છે, જેમની સાથે તેમને ખૂબ જ બને છે. તે જીવનમાં ક્યારેય એકલા રહેતા નથી. કામની બાબતમાં પણ તે અવ્વલ હોય છે. તે પોતાના સપના પુરા થવા સુધી રાહતનો શ્વાસ લેતા નથી. તેમની કુંડળીમાં ૩ સંતાનના યોગ હોય છે.

K, L, N

આ અક્ષર વાળા લોકો ખૂબ જ વાતુડા સ્વભાવના હોય છે. તેમને વાતચીત કરવાનો ખૂબ જ શોખ હોય છે. આ કારણથી તે ખૂબ જ મિલનસાર પણ હોય છે. તે થોડી જ ક્ષણોમાં કોઇ પણ અજાણ્યા વ્યક્તિને પોતાના મિત્ર બનાવવાની ક્ષમતા રાખે છે. તે ખૂબ જ ક્રિએટિવ પણ હોય છે. થોડી મહેનત કરવા પર જ તેમને જીવનમાં મોટું ફળ પ્રાપ્ત થાય છે. તેમની કુંડળીમાં બે સંતાનના યોગ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *