કોણ કહે છે કે પૈસા વૃક્ષ પર નથી ઉગતા, જરા જુઓ આ તસ્વીર, દુનિયામાં માત્ર આ એક વૃક્ષ પર ઊગે છે પૈસા

Posted by

એવું ઘણીવાર થાય છે કે ઘરમાંથી પૈસા માંગતા જવાબ સાંભળવા મળે છે કે “પૈસા વૃક્ષ પર નથી ઉગતા”. આ કહેવત લગભગ આપણે બધાએ સાંભળી હશે. તમે પણ જાણીને આશ્ચર્યચકિત રહી જશો કે આ કળિયુગમાં આ પ્રચલિત કહેવત સાચી પડી રહી છે. પૈસા વૃક્ષ પર પણ ઉગે છે. તસ્વીરમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે આ વૃક્ષનાં બધા ભાગમાં કોઈ એક દેશ કે નહીં પરંતુ બીજા દેશનાં પૈસા પણ લાગેલા દેખાઈ રહ્યા છે. ક્યાં ઉગે છે આવા અદભુત પૈસાવાળા વૃક્ષ ?.

હવે તમે વિચારી રહ્યા હશો કે જો આ વૃક્ષ તમારા હાથમાં આવી જાય તો દિવસ-રાત ભાગમભાગ કરવામાંથી છુટકારો મળી જાય પરંતુ એવું થઈ શકતું નથી કારણ કે આ વૃક્ષ વિદેશી જમીન પર છે અને બીજી જરૂરી વાત એ છે કે તેનું અન્ય કોઇ બીજું વંશજ નથી. તે પોતાનાં વંશનો છેલ્લો ચિરાગ છે.

આ અનોખું વૃક્ષ યુકેમાં સ્કોટિશ હાઈલેન્ડનાં પીક ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટમાં સ્થિત છે. પૈસાથી લદાયેલું આ વૃક્ષ ૧૭૦૦ વર્ષથી બ્રિટિશ સિક્કા સાથે જોડાયેલું છે. આ વૃક્ષમાં એવો કોઈપણ ખુણો નથી, જ્યાં બ્રિટિશ સિક્કો લગાવવામાં આવેલ ના હોય. આ વૃક્ષ દેખાવમાં અદભુત તથા અનોખું પ્રતિત થાય છે.

આ વૃક્ષને લઈને ઘણા પ્રકારની વાતો કરવામાં આવે છે. કોઈ કહે છે કે આ વૃક્ષ પર ભુતનો વાસ છે તો કોઈ કહે છે કે અહીં કોઈ ઈશ્વરનો વાસ છે. ક્રિસમસ પર લોકો અહીં ગિફ્ટ અને સિક્કા લઈને આવે છે. માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિ પોતાના જીવનમાં વધારે પ્રગતિ કરે છે.

આ વૃક્ષમાં સિક્કા લગાવવા માટે લોકો દુર-દુરથી આવે છે. ઘણા લોકો તો વિદેશથી પણ અહીં આવે છે. આ જ કારણ છે કે આ વૃક્ષમાં અલગ-અલગ કરન્સીનાં સિક્કા લાગેલા જોવા મળે છે. આ વૃક્ષ સાથે જોડાયેલી બીજી એક માન્યતા છે કે આ વૃક્ષમાં સિક્કા લગાવવાથી સંબંધો વર્ષો સુધી મજબુત રહે છે તથા સંબંધોમાં મધુરતા જળવાય રહે છે.

એવી પણ માન્યતા છે કે આ વૃક્ષ પર સિક્કા લગાવવાથી વ્યક્તિની બધી જ મનોકામનાઓ પુરી થાય છે. કહેવામાં આવે છે કે જો કોઈ પ્રેમી યુગલ અહીંયા આવીને આ વૃક્ષ પર સિક્કો લગાવે છે તો તેમના સંબંધોમાં મધુરતા આવે છે અને વર્ષો સુધી તેમનો સંબંધ જળવાય રહે છે. અહીં મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો પણ આવે છે. જોકે આ સત્યની હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી.