કોણી અચાનકથી અથડાય જાય તો થાય છે કરંટ જેવો અનુભવ, જાણો તેનું કારણ

મનુષ્યનું શરીર ખૂબ જ જટિલ હોય છે. તેમાં હાડકા, નસ, લોહી, ચામડી સહિત ઘણી ચીજો મળીને બનેલ હોય છે. આપણા શરીરમાં જેટલી પણ પ્રવૃત્તિ થાય છે. તેમાંથી મોટાભાગની ચીજોનો સંબંધ આપણા મગજ સાથે હોય છે. તે મગજ આપણા શરીરના બાકી અંગોને અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપવા માટે માર્ગદર્શન આપે છે. જો આપણને ભૂલથી પણ કોઈ જગ્યાએ ઠોકર લાગી જાય તો તેનો સંકેત સહુથી પહેલા મગજને જ મળે છે. આ મગજ આપણને સંકેત આપીને બતાવે છે કે તે પીડા કેટલી નાની કે મોટી છે. શરીરના કોઈપણ અંગ પર ઠોકર લાગે તો ત્યાં પીડા જરૂર થાય છે.

કોણી પર ટક્કર લાગવાથી થાય છે કરંટ જેવો થાય છે આભાસ

પરંતુ તમે નોટિસ કર્યું હશે કે જો આપણા હાથની કોણી પર ભૂલથી પણ ઠોકર લાગી જાય તો ખુબ જ પીડાની જગ્યાએ એક કરંટ જેવો આભાસ થાય છે. તે એક અજીબ પ્રકારનો આભાસ હોય છે. મતલબ કે થોડી પીડા, થોડો કરંટ અને ક્યારેક ક્યારેક થોડો હસવા વાળો અનુભવ થાય છે. તેવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોણી પણ આપણા શરીરના બાકી અંગોની જેમ જ પીડાનો અહેસાસ કેમ નથી કરાવતી ? તેની પીડા બાકી અંગોમાં લાગેલ ઠોકરથી અલગ કેમ હોય છે ? તો ચાલો આ વાતને જાણવાની કોશિશ કરીએ.

કોણીનું આ હાડકું છે તેનું કારણ

કોણીનું જે હાડકું અથડાવાથી આપણને કરંટ લાગવાની જે અનુભૂતિ થાય છે તેને આમ બોલવાની ભાષામાં ફની બોન કહેવામાં આવે છે. તે જ રીતે મેડિકલ સાયન્સની ભાષામાં આ ફની બોન અલ્નર નર્વ (તંત્રિકા) કહેવાય છે. આ નર્વ આપણું ગળું (કોલર બોન), ખંભા અને હાથોથી થઈને કાંડા સુધી પહોંચે છે. ત્યારબાદ ત્યાંથી વિભાજીત થઈને અનામિકા રીંગ ફિંગર અને નાની આંગળી પર સમાપ્ત થઈ જાય છે.

કોણી પર ટક્કર લાગવાથી બોડીમાં આ થાય છે

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તંત્રિકાઓ (નર્વ) નું કામ મગજથી મળેલ સિગ્નલને બોડીના બાકી પાર્ટસ સુધી લાવવાનું અને મોકલવાનું હોય છે. સામાન્ય રીતે અલ્નર નર્વ બાકી તંત્રિકા તંત્રની જેમ હાડકાઓ, મજ્જા અને સાંધાઓ વચ્ચે સલામત રહે છે. પરંતુ કોણીના કેસમા આ મામલો થોડો અલગ હોય છે. આ નર્વ જ્યારે કોણીથી થઈને પસાર થાય છે તો આ ભાગ ફક્ત ચામડી અને ચરબીથી ઢંકાયેલ હોય છે. તેથી જ્યારે આપણી કોઈ ચીજ સાથે ટકરાય છે તો સીધો આ નર્વ ને ઝટકો લાગે છે. આસાન શબ્દોમાં કહીએ તો ફની બોન પર ઈજાને કારણે અલ્નર નર્વ હાડકું અને બહારની ચીજ (જેની સાથે ટકરાય છે)ની વચ્ચે દબાઇ જાય છે.

જ્યારે આ દબાણ અચાનક થી સીધો તમારી નર્વ પર પડે છે તો તમને ઝનઝનાહટ અથવા કરંટ, ગુદ ગુદી અને પીડાનો મિશ્ર અનુભવ થાય છે. બસ આ જ કારણ છે કે જ્યારે કોણી કોઈ ચીજ સાથે ટકરાય છે તો આપણને ખૂબ જ વિચિત્ર લાગે છે. અમે આશા કરીએ છીએ કે તમને આ રસપ્રદ જાણકારી પસંદ આવી હશે. હવે તમને પણ આ ચીજનું જ્ઞાન થઈ ગયું હશે. હવે પછી ક્યારેય પણ તમારી કોણી ટકરાય જાય તો આ જ્ઞાનનું નોલેજ અન્ય લોકો સામે શેર કરવાનું ના ભૂલતા.