કુકડા સવાર-સવારમાં બાંગ શા માટે કરે છે, તેને કેવી રીતે ખબર પડે છે કે સૂરજ નીકળવાનો છે

વહેલી સવારમાં કુકડાની બાંગ બધાએ સાંભળી જ હશે. ઘણાં લોકો તો આ બાંગ સાંભળીને જાગે છે. ખાસ કરીને પહેલાના જમાનામાં આવું વધારે સાંભળવા મળતું હતું. જો તમે નોટિસ કર્યું હોય તો કુકડા સવારે સૂર્યોદય પહેલાં જ બાંગ આપે છે. તે ક્યારેય પોતાના સમયથી મોડો થતો નથી. તેવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે આ કુકડાને કેવી રીતે ખબર પડે છે કે સૂર્યોદય થવાનો છે. તો ચાલો આજે અમે તમને આ સવાલનો દિલચસ્પ જવાબ આપવા જઈ રહ્યા છીએ.

કુકડાની બાંગ ઘણી જોરદાર હોય છે. જ્યારે તે બાંગ આપે છે તો એવું લાગે છે કે જાણે આખી પ્રકૃતિ ઊઠીને ભગવાન સૂર્યના સ્વાગતમાં ચહલ-પહલ કરવા લાગે છે. કુકડાની બાંગ આપવાની રીત ઘણી દિલચસ્પ હોય છે. પહેલા તે બહાર નીકળે છે બાદમાં પોતાની આસપાસ ધ્યાનથી જુએ છે. ત્યારબાદ બાંગ આપવાનું શરૂ કરે છે. એ પણ ધ્યાન આપવાની વાત છે કે બાંગ માત્ર મરઘો જ આપે છે. મરઘી ક્યારેય બાંગ આપતી નથી.

કુકડા જ્યારે પણ બાંગ આપે છે તો તેનો અવાજ સાંભળીને બીજા કુકડા પણ બહાર નિકળી આવે છે. ત્યારબાદ તે પણ બાંગ આપવા લાગે છે. આ દરમિયાન બધા વચ્ચે એક સારો તાલમેલ અને અનુશાસન પણ જોવા મળે છે. હકિકતમાં જ્યારે એક કુકડો બાંગ આપવાનું બંધ કરે છે ત્યારબાદ જ બીજા કુકડા બાંગ આપે છે. તેવામાં તે ક્યારેય એકસાથે બાંગ આપીને બિનજરૂરી અવાજ કરતા નથી.

કુકડાની બાંગમાં સૌથી વધારે નોટિસ એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે ત્યારે બાંગ આપે છે જ્યારે સૂર્યોદય પહેલા પ્રકૃતિ શાંત હોય છે. આ સિવાય કુકડાની બાંગમાં તીવ્રતા પણ વધારે હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કુકડાની બાંગમાં ઘણી તાકાત હોય છે. તેની તીવ્રતા ૧૪૩ ડેસીબલ હોય છે જ્યારે મનુષ્ય ૧૩૦ ડેસીબલથી વધારે વાળો અવાજ સાંભળવા પર બહેરો થઇ જાય છે. જોકે કુકડાની બાંગથી માણસ એટલા માટે બહેરા થતાં નથી કારણકે તે મનુષ્યથી અંતર બનાવીને જ બાંગ આપે છે. અમુક લોકોમાં તો એવી પણ ગેરસમજણ હોય છે કે કુકડા મનુષ્યને જગાડવા માટે બાંગ આપે છે પરંતુ સાચું તો એ છે કે તે પોતાના પરિવારના લોકો (અન્ય કુકડા મરઘી) ને જગાવવા માટે બાંગ આપે છે.

કુકડા આવી રીતે જાણે છે કે સૂર્યોદય થવાનો છે

ચાલો હવે આવીએ સૌથી મહત્વનાં સવાલ પર, કુકડાને કેવી રીતે ખબર પડે છે કે હવે સૂર્યોદય થવાનો છે ? કુકડાની અંદર સિરકેડિયન રીંગ (એક પ્રકારનું સેન્સર) હોય છે, તેના માધ્યમથી તેને અનુભવ થાય છે કે થોડા સમયમાં જ સૂર્યોદય થવાનો છે. દિલચસ્પ વાત એ છે કે કુકડાની ઉંમર જેમ જેમ વધે છે તેનું આ સેન્સર (સિરકેડિયન રીંગ) એટલી જ સારી રીતે કામ કરવા લાગે છે. આ જ કારણ છે કે બાંગ આપવા સૌથી પહેલા વધારે ઉંમર વાળો મરઘો બહાર નીકળે છે કારણકે તેને સૂર્યોદય થવાનો અનુભવ સૌથી પહેલા થઈ જાય છે. તેના પરથી એ પણ અંદાજો લગાવી શકાય છે કે સૌથી પહેલા બહાર નીકળેલો મરઘો આ ઘરનો મુખીયા હોય છે.