કુંભ રાશિ ૨૦૨૧ : કુંભ રાશિનાં જાતકો માટે ૨૦૨૧ માં કેવું રહેશે કરિયર અને પ્રેમ જીવન, વાંચો ૨૦૨૧નું રાશિફળ

Posted by

રાશિચક્રમાં કુંભ રાશિ ૧૧ માં નંબર પર આવે છે અને આ રાશિનું ચિન્હ ઘડો લઈને ઊભેલો વ્યક્તિ છે અને તેના સ્વામી શનિ છે. કુંભ રાશિના લોકો ખૂબ જ બુદ્ધિશાળી અને વ્યવહાર કુશળ હોય છે. આ લોકોને ગંભીર કાર્ય કરવા પસંદ હોય છે. આ રાશિનાં જાતકો સાહિત્ય કલા અને સંગીતમાં પણ રુચિ રાખે છે. કુંભ રાશિવાળા લોકો ખૂબ જ જલ્દી કોઈના મિત્ર બની જાય છે. તેમનો વ્યવહાર દરેક લોકોને તેમની તરફ આકર્ષિત કરી લે છે. તે ખૂબ જ સારા શ્રોતા હોય છે અને તે બોલવા કરતા સાંભળવાનું વધારે પસંદ કરે છે. તેમના પ્રામાણિક વ્યવહારનાં કારણે યુવતીઓ તેમની પ્રશંસક હોય છે. કુંભ રાશિની યુવતીઓનું સ્મિત ખૂબ જ સુંદર હોય છે અને તે પેઇન્ટિંગ અને લેખનમાં પોતાનો સમય પસાર કરે છે. જો તમારી રાશિ કુંભ છે અને તમારા મનમાં એવા સવાલો ફરી રહ્યા હોય કે વર્ષ ૨૦૨૧ માં તમારી આર્થિક, પરિવારિક, સ્વાસ્થય, કરિયર અને પ્રેમજીવન કેવું રહેશે ? તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વૈદિક જ્યોતિષ પર આધારિત કુંભ રાશી ૨૦૨૧ રાશિફળ તમારા બધા જ સવાલોનો જવાબ આપશે.

આર્થિક સ્થિતિ

નવા વર્ષમાં આવકના નવા સ્ત્રોત બનશે. વ્યવસાયમાં સંતોષજનક પરિણામ મળશે. સામાજિક સ્તર પર તમે કોઈ નવી ખ્યાતિ મેળવી શકશો. વેપારીઓ તથા કર્મચારીઓ માટે તે નફાકારક વર્ષ રહેશે. તમારું અટવાયેલું ધન પરત મળી શકે છે. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. વ્યવસાયમાં નાની-મોટી અડચણો આવી શકે છે. રોકાણ કરતાં પહેલા ખૂબ જ સારી રીતે સમજી વિચારીને જ આગળ વધવું. જે લોકોને લાંબા સમયથી ઇચ્છિત લાભ મળી રહ્યા ના હતાં, તેમને નવા વર્ષમાં સુવર્ણ તક પ્રાપ્ત થશે. આર્થિક સમસ્યાનું નિરાકરણ થશે.

સ્વાસ્થ્ય

આ વર્ષનાં પહેલા ભાગમાં તમને પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. યાત્રા કરવાથી સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. તમને માનસિક તણાવ અને પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન થવું પડી શકે છે. સ્વાસ્થ્ય અપેક્ષા પ્રમાણે સારું રહેશે, તેમ છતાં પણ સિઝનની બીમારીઓથી બચીને રહેવું. બ્લડપ્રેશરના દર્દીઓએ સાવધાન રહેવું પડશે. સમયસર પોતાના સ્વાસ્થ્યનું ચેક-અપ કરાવતા રહેવું. નાના બાળકોને દાંતમાં તકલીફ થઈ શકે છે. મેદસ્વીપણાને લઈને પરેશાન રહી શકો છો. વજન ઘટાડવા માટે વ્યાયામ કરવા પડશે, તે તમારા માટે લાભદાયક સાબિત થશે.

પારિવારિક જીવન

તમારા અંગત સંબંધમાં તમારા પાર્ટનરની ખુશી અને તેમનું હાસ્ય તમારા જીવનના રોનકમાં વધારો કરશે. પોતાના વ્યવહારમાં પરિવર્તન લાવવાની કોશિશ કરશો તો પારિવારિક જીવનમાં પ્રેમ વધશે. ઘરમાં ઘણા પ્રકારના તણાવ અને અડચણો પણ આવી શકે છે. પરિવારના લોકો સાથે દલીલ કરશો તો ગેરસમજણ ઉભી થઇ શકે છે. પરિવારની સાથે હરવું-ફરવું આનંદદાયક રહેશે. નવું વર્ષ જેમ જેમ આગળ વધશે, પરિવાર અને મિત્રો તમારા જીવનમાં મહત્વની ભૂમિકા નિભાવશે અને હંમેશા તમારી મદદ કરવા માટે તૈયાર રહેશે.

પ્રેમજીવન

આ વર્ષે તમને વૈવાહિક જીવનમાં પ્રેમ અને રોમાંસનો આનંદ પ્રાપ્ત થશે. નવા વર્ષમાં પ્રેમીઓ પોતાના ખોવાયેલા કે રિસાયેલા પાર્ટનરને પ્રાપ્ત કરવામાં સફળ રહેશે. આ વર્ષના અંતમાં તમને એક એવા વ્યક્તિ સાથે સમય પસાર કરવાની તક મળશે, જેની સાથે સમય જતાં સંબંધ પ્રેમમાં ફેરવાઈ જશે. પ્રેમની દ્રષ્ટિએ ફેબ્રુઆરીનો મહિનો તમારા માટે સુવર્ણ તક સાબિત થશે. આ વર્ષમાં પ્રેમનો એક નવો અધ્યાય શરૂ થશે. પાર્ટનર પર તમારો પ્રભાવ વધશે. વર્ષ ૨૦૨૧ તમારા વ્યક્તિત્વને એક નવા સ્થાન પર પહોંચાડશે. સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે તમારે થોડું સતર્ક રહેવું પડશે.

કરિયર

તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. બાળકોનું અભ્યાસમાં મન લાગશે અને તેમનું પ્રદર્શન પણ ખૂબ જ સારું રહેશે. સખત મહેનતનાં કારણે તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. પરંતુ જૂન મહિના બાદ એકાગ્રતામાં કમી આવશે. આ વર્ષે તમને નોકરીમાં એક સારી ઓફર મળવાની સંભાવના છે. ભાગ્યનાં ભરોસે રહેવું નહી. પોતાના કર્મક્ષેત્ર પર નિર્ભર રહેવું, તેમાં જ તમારી ભલાઈ છે. સખત મહેનત કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે સફળતા મળવાની પૂરી સંભાવના રહેલી છે. બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે. આ વર્ષે તમારે ખૂબ જ સંઘર્ષ કરવો પડશે. નાનામાં નાની ચીજ મેળવવા માટે પણ તમારે ખૂબ જ પરિશ્રમની જરૂરિયાત રહેશે.

વૈદિક ઉપાય

જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું દાન કરવું. પોતાના પર્સમાં ચાંદીનો સિક્કો રાખવો. જો તમને રસ્તામાં કોઈ સફાઈ કર્મચારી સફાઈ કરતા જોવા મળે તો તેને કંઈક દાન અવશ્ય કરવું, તેનાથી તમારા પરિવારમાં પ્રેમ અને સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. દરરોજ ગાયને રોટલી ખવડાવવી. બુધવારે સવારે સ્નાન કરીને ભગવાન શ્રીગણેશને શુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવવો.

શુભ મહિનો અને શુભ રંગ

વર્ષ ૨૦૨૧માં તમારા માટે ઓગસ્ટ અને ડિસેમ્બરનો મહિનો સૌથી શાનદાર રહેશે. આ દરમિયાન તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને પોતાના વ્યવસાયનું વિસ્તરણ કરી શકશો. વિદ્યાર્થીઓને પણ સફળતા મળશે. રંગની વાત કરવામાં આવે તો આ વર્ષે મકર રાશિ માટે ભુરો અને નારંગી રંગ લકી સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *