કુતરાઓ પાળવાથી હૃદયની બિમારીઓ થાય છે દૂર, જાણો કુતરા પાળવાના બીજા ક્યાં છે ફાયદાઓ

ઘણા લોકોને પોતાના ઘરમાં પેટ્સ રાખવાનો ખૂબ જ શોખ હોય છે. લોકો કૂતરા, બિલાડીથી લઈને સસલા સુધી પાળતા હોય છે. મોટાભાગના લોકો પોતાના ઘરમાં અન્ય પ્રાણીઓની તુલનામાં કુતરાઓ પાળવાનું વધારે પસંદ કરે છે. કૂતરાને માણસનો સૌથી સારો મિત્ર પણ કહેવામાં આવે છે. કૂતરાને પાળવા વાળા લોકો એ વાતને ખૂબ જ સારી રીતે જાણી લે કે તેમનો કુતરો તેમને કેટલી રાહત અને શાંતિ આપી શકે છે. પરંતુ આ વાતથી ઘણા લોકો અજાણ હશે કે કુતરાઓનો સંબંધ તેમના હૃદય સાથે છે.

કુતરાઓ પાળવા વાળા લોકો માટે આ એક ખુશ ખબર જ છે. એક અધ્યયનમાં એવું સામે આવ્યું છે કે હાર્ટએટેક એટલે કે હૃદયના હુમલાને ઓછો કરવા માટે કુતરાઓ પાળવા ફાયદાકારક હોય છે. કુતરાઓ પાળવા હાર્ટએટેક અને સ્ટ્રોક જેવા દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો વળી એવું પણ સામે આવ્યું છે કે કુતરાઓ પાળવાથી ફક્ત હૃદયની બીમારી જ નહી પરંતુ અન્ય ઘણી બીમારીઓના જોખમને પણ ઓછું કરી શકાય છે.

તણાવમાંથી મળશે છુટકારો

એક સ્ટડી અનુસાર જો કોઈ વ્યક્તિ સ્ટ્રેસમાં છે તો કુતરાની સાથે સમય પસાર કરવો સારો સાબિત થઈ શકે છે. કુતરાઓ વ્યક્તિના મેન્ટલ સ્ટ્રેસને ઓછું કરી નાખે છે, જેના લીધે હૃદય સાથે જોડાયેલી બીમારીનું જોખમ પણ ઓછું થઈ જાય છે. વળી પાળતું કુતરાની સાથે રહેવાવાળા હૃદયરોગીઓમાં મૃત્યુનું જોખમ પણ ઓછું થઈ જાય છે. કુતરા પાળનાર લોકોના સ્વાસ્થ્યની તુલના હાર્ટએટેક અને સ્ટ્રોક વાળા લોકો સાથે કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે પાળતું કુતરાની સાથે રહેવાવાળા હૃદયરોગીઓ માટે મૃત્યુનું જોખમ ૩૩ ટકા સુધી ઓછું હતું. કૂતરો પોતાના માલિકનો સૌથી સારો મિત્ર હોય છે. પોતાના નિસ્વાર્થ પ્રેમથી તે તમને તણાવથી દૂર રાખે છે.

બ્લડ પ્રેશર રહેશે યોગ્ય

ઘણા અઘ્યયનોમાં એ વાત સામે આવી છે કે કુતરા પાળવા વાળા લોકોનું બ્લડપ્રેશર, કુતરા ના પાળવા વાળા લોકોની તુલનામાં ઓછું હોય છે. તેનું કારણ એ છે કે કુતરાઓની આપણા શરીર પર સકારાત્મક અસર પડે છે અને તે આપણને શાંત કરે છે. તેના સિવાય પાળતું કૂતરાઓને હરવા-ફેરવવાના કારણે આપણી સારી એક્સરસાઇઝ થઈ જાય છે. જેના લીધે આપણું શરીર પણ એકદમ ફિટ રહે છે. એટલું જ નહી પેટ્સ એટલે કે પાળતુ પ્રાણીઓને સ્પર્શ કરવા પર પણ એક ખાસ ઈફેક્ટ થાય છે, જે શરીર પર પોઝિટિવ અસર નાખે છે. સાથે જ કુતરા પાળનાર લોકોમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લીસરાઇડનું લેવલ પણ ઓછું જોવા મળ્યું હતું.

ડાયાબિટીસનું જોખમ ઘટાડશે

વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો તમે કુતરાઓ પાળો છો તો તેવામાં ડાયાબિટીસના દર્દી કુતરાની સાથે એક્ટિવ લાઈફસ્ટાઈલ અપનાવીને પોતાને સ્વસ્થ રાખી શકે છે. કુતરાની સાથે મસ્તી કરવી કે વોક પર જવું તમારા માટે મદદગાર સાબિત થાય છે. વળી તેમની પાછળ ભાગવાથી વજન પણ વધતું નથી અને આપણી બોડી ફિટ અને એક્ટિવ રહે છે.

સામાજિક જીવનમાં આવશે સુધારો

એક રિસર્ચ મુજબ પાળતુ પ્રાણી પાળવાથી તમારા સામાજિક જીવનમાં પણ સુધારો આવી શકે છે. તેનું કારણ એ છે કે કુતરા પાળવા વાળા લોકો હંમેશા વોકિંગ પર જાય છે. એ દરમિયાન પાર્ક કે પછી ગ્રુપમાં કોઈ જગ્યાએ જવા પર વધારેમાં વધારે લોકો સાથે મુલાકાત થાય છે. તેવામાં તમારી ઓળખાણ અને મિત્રતા વધે છે.