ઘણીવાર એવું બનતું હોય છે જ્યારે રસ્તા પર ચાલતા સમયે રખડતા કુતરા આપણા પર હુમલો કરી દેતા હોય છે અથવા તો બટકું ભરી લેતા હોય છે. કુતરાના કરડવા પર તરત જ પ્રાથમિક ઉપચાર કરવાની જરૂરિયાત હોય છે નહિતર સંક્રમણ ફેલાવવાનું જોખમ રહે છે. કુતરાના કરડવા પર પ્રાથમિક ઉપચાર લેવો ખૂબ જ આવશ્યક હોય છે કારણ કે તેનાથી ઘણા પ્રકારની સમસ્યાઓને રોકી શકાય છે અને દર્દીને ઘણી મદદ પણ મળે છે.
કુતરાના કરડવા પર શું થાય છે
જો કોઈ વ્યક્તિને કૂતરું કરડી લે છે તો તેના લીધે ઘણા પ્રકારની મુશ્કેલીઓ ઉત્પન્ન થઇ શકે છે. આ મુશ્કેલીઓમાંથી એક ઇન્ફેક્શન પણ છે. કૂતરાના મોઢામાં બેક્ટેરિયા હોઈ શકે છે જે તેમના કરડવા પર તમારામાં પણ પ્રવેશ કરી જાય છે. જો કુતરાના કરડવા પર ચામડી છોલાઈ ગઈ હોય તો તેનાથી બેક્ટેરિયલ સંક્રમણ થઈ શકે છે.
નસ અને માંસપેશીઓને નુકસાન
જો કૂતરાએ વધારે પ્રમાણમાં ઊંડો ઘા કર્યો હોય તો તેના લીધે નસ, માંસપેશીઓ અને રક્ત વાહિનીઓને નુકસાન પહોંચી શકે છે. કૂતરાએ કરડેલ ઘા નાનો હોવા છતાં પણ આવું બની શકે છે.
હાડકાઓ તૂટી શકે છે
કોઈ મોટું કૂતરું કરડવા પર હાડકું પણ તૂટી શકે છે, ખાસ કરીને પગ અને હાથનું હાડકું. આવી સ્થિતિમાં તમારે તરત જ મેડિકલ હેલ્પ લેવી જોઈએ.
હડકવા
હડકવા એક ગંભીર વાયરલ સ્થિતિ છે. જે કેન્દ્રીય તંત્રિકા તંત્રને પ્રભાવિત કરે છે. જો તેની સારવાર કરવામાં ના આવે તો સંક્રમણ થયાના થોડા જ દિવસોની અંદર પીડિત વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે.
કુતરાના કરડવા પર શું કરવું જોઈએ
- જો તમને કે તમારી આસપાસ કોઈ વ્યક્તિને કૂતરું કરડી લે છે તો તમારે નીચે દર્શાવવામાં આવેલ રીતથી ઘાવનો પ્રાથમિક ઉપચાર કરાવવો જોઈએ.
- બ્લીડિંગને રોકવા માટે ઘાવ કે ઇજાની આસપાસ સાફ કપડું લગાવવું.
- ક્ષતિગ્રસ્ત ભાગને થોડો ઉપર ઉઠાવી રાખવાની કોશિશ કરવી જોઈએ.
- સાબુ અને પાણીથી ધ્યાનપૂર્વક ઇજા પહોંચેલા ભાગને સાફ કરો.
- જો તમારી પાસે એન્ટિબાયોટિક ક્રીમ હોય તો તેને ઈજા પહોંચેલ જગ્યા પર લગાવો.
- હવે આ ઘા પર સાફ બેન્ડેડ લગાવો.
- બેન્ડેડને લગાવેલી રાખવી અને પીડિત વ્યક્તિને ડોક્ટરની પાસે લઈ જવો.
- સંક્રમણના સંકેત જેવા કે લાલ થઈ જવું, સોજો, દુખાવો અને તાવ જેવી ચીજોને નજરઅંદાજ કરવી નહી.
ઇન્ફેક્શનથી બચવા માટે આટલું કરો
- જો કુતરાના કરડવા પર તમારા શરીરમાં ખતરનાક બેક્ટેરિયા ચાલ્યા ગયા હોય તો તેની સારવાર કરાવવી ખૂબ જરૂરી હોય છે નહિતર જીવ જવાનું પણ જોખમ રહે છે.
- કુતરાના કરડ્યાં બાદ તરત જ ઘા ને સાફ કરવો ખૂબ જ જરૂરી હોય છે. ઘા પર એન્ટિબાયોટિક અવશ્ય લગાવવી.
- ઘા ને ઢાંકીને રાખવો અને દરરોજ પટ્ટી બદલતા રહેવું.
- ઇન્ફેક્શનનું ધ્યાન રાખવું. કુતરાના કરડવાના ૨૪ કલાકથી લઈને ૧૪ દિવસોની અંદર સંક્રમણનાં લક્ષણો દેખાવાના શરૂ થઈ શકે છે.
- સંક્રમણ દેખાવવા પર તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
- ડોક્ટર તમને એન્ટિબાયોટિક લખી શકે છે જેનું સેવન તમારે એક થી બે સપ્તાહ સુધી કરવાનું રહે છે. જો ઇન્ફેક્શનના સંકેતો સંપૂર્ણ રીતે દૂર થઈ જાય છે તો પણ ડોક્ટરની સલાહ વગર દવા લેવાનું બંધ ના કરવું.
- કુતરાના કરડવા પર સાવધાની રાખવી ખૂબ જરૂરી હોય છે નહિતર પીડિત વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે.