કુતરુ સમજીને ઘરે લઈ આવ્યા પરિવારના લોકો, ડોક્ટરોએ જોતાં જ બોલાવી લીધી પોલીસને

Posted by

ચીનના યુનાન પ્રાંતમાં રહેવાવાળી સુ યુન અને તેમના પરિવારને એક કૂતરું પાળવાની ઇચ્છા હતી અને એક દિવસ સુ યુન નો પરિવાર બજારમાંથી એક કુતરાનું ગલુડિયું પોતાના ઘરે લઈ આવ્યા. પરંતુ બજારમાં તેમને કુતરાઓના વધારે પ્રકાર જોવા મળ્યા ન હતા અને જે કુતરાઓ ત્યાં હતા તેમનામાં કોઈ ખાસ વાત નહોતી. ત્યારબાદ બજારમાં સુ યુન ને એક સુંદર નાનું ગલુડિયું જોવા મળ્યું. તેમને જોતાં જ તરત જ તેમને આ ગલુડિયું ગમી ગયું. પરિવારના લોકોને આ ગલુડિયું પસંદ આવ્યું અને તેમને ખરીદીને ઘરે લઈ આવ્યા.

સુ યુનના પરિવારે આ ગલુડિયું ખરીદતા પહેલા તેમની જાતિ વિશે દુકાનદાર ને પૂછ્યું. ત્યારે દુકાનદારે જણાવ્યું કે આ ગલુડિયું માસ્તિફ પ્રજાતિનું છે. આ સાંભળ્યા બાદ પરિવારને એવું લાગ્યું કે આ કુતરામાં કંઈક ખાસ વાત હશે. પરિવારના લોકોને આ કૂતરામાં અમુક ખાસ વાતો જોવા મળી. ચાલો જાણીએ શું હતી એ ખાસ વાતો.

બે ડોલ પાસ્તા અને એક પેટી ફળ ખાતું હતું

આ ગલૂડિયાને જ્યારે પરિવારના લોકો ઘરે લાવ્યા તો જોવા મળ્યું કે તેને ભૂખ ખૂબ જ લાગતી હતી. તે લગભગ દરરોજ બે ડોલ પાસ્તા અને એક પેટી ફળ ખાઈ જતું હતું. પરિવારના લોકોને એ વાતની જાણ તો હતી કે કૂતરાને ભૂખ લાગતી હશે પરંતુ તેમણે આટલું ખાવાનું ખાતું કુતરુ ક્યારેય જોયું ના હતું.

કુતરુ ભસતું નહોતું પરંતુ ચીસો પાડતું હતું

ત્યારબાદ સુ યુનના પરિવારના લોકોએ જોયું કે, કુતરુ ખૂબ જ વિચિત્ર રીતે ચીસો પાડતું હતું. તે લોકોએ કૂતરાનો આ પ્રકારનો અવાજ પહેલા ક્યારેય સાંભળ્યો નહોતો. પરિવારના લોકોએ જણાવ્યું કે, તે કુતરાનો અવાજ સાંભળીને એવું ક્યારેય લાગ્યું જ નહીં કે તે ભસી રહ્યું છે. પરંતુ કુતરાના અવાજ પરથી લાગતું હતું કે જાણે તે ચીસો પાડી રહ્યું છે. કુતરાનો આવો વિચિત્ર વ્યવહાર જોઇને પરિવારના લોકો પણ ડરી ગયા હતા. પરંતુ સુ યુન અને તેમનો પરિવાર જાણતો હતો કે કુતરુ સ્પેશિયલ છે એટલા માટે તેમણે આ કૂતરાને ખૂબ જ પ્રેમ કર્યો અને તેમની સાર સંભાળમાં પણ કોઈપણ પ્રકારની ખામી રાખી નહી.

એક દિવસ કૂતરાએ કરી વિચિત્ર હરકત

એક દિવસ પરિવારના લોકોએ જોયું કે, કૂતરો પોતાની રીતે જ ઊભો થઈ ગયો. જોકે તેને પરિવારમાંથી કોઈપણ વ્યક્તિએ ઉભા રહેતા શીખવાડ્યું નહોતું. તેથી તેને જોઈને બધા જ આશ્ચર્યમાં પડી ગયા. તેને આવી રીતે જોતા પરિવારના લોકોએ વિચાર્યું કે કા તો તેમણે ખુદ શીખી લીધું હશે અથવા તો તેમની પ્રજાતિમાં આ ખૂબી હશે.

કુતરાનું વજન અને ઉંચાઈ એ બધાને આશ્ચર્યમાં મૂક્યા

પરિવારના લોકોએ આ કુતરા નું નામ પ્રેમથી છોટુ બ્લેકી રાખ્યું હતું. તેનો ખોરાક ખૂબ જ વધારે હતો તેથી તે ખૂબ જ ઝડપથી મોટુ થતું ગયું. બે વર્ષની ઉંમરમાં જ આ કુતરુ ૧ મીટર ઊંચું થઈ ગયું અને વજન ૧૧૦ કિલો થઈ ગયું. આ કૂતરાની ઊંચાઈ અને વજન જોઈને સુ યુન આશ્ચર્યમાં પડી ગયા. તેમના મગજમાં એવા સવાલો આવવા લાગ્યા કે કોઈ કુતરુ આટલી ઝડપથી કેવી રીતે મોટું થઈ શકે ?

કુતરામાં જોવા મળી ચિંતાજનક વાત

આ કૂતરાનું ફક્ત વજન અને ઉંચાઈ નહીં પરંતુ તેમના દાંત પણ સતત મોટા થઈ રહ્યા હતા. થોડા દિવસો પછી તે કૂતરું નહીં પરંતુ કોઈ જંગલી પ્રાણી જેવું દેખાવા લાગ્યુ હતું. આ બધી ચીજોને જોઈને પરિવારના લોકો ખૂબ જ ચિંતિત થઈ ગયા. તેમના મગજમાં એવા વિચાર આવવા લાગ્યા કે, એક કૂતરું પાળવાની કિંમત તેમણે જીવ દઈને ચૂકવવી ના પડે.

પરિવારના લોકોએ સમયસર મોટું પગલું ભર્યું

હવે આ કૂતરાના માલિક એટલે કે યુ સુન પ્રાણીઓના ડોક્ટર પાસે પહોંચી ગયા. ડોક્ટર કુતરા ને જોતા જ સમજી ગયા કે તે કૂતરું નથી પરંતુ કોઈ બીજું પ્રાણી છે. ડોક્ટરોએ કંઈ પણ પ્રકારની રાહ જોયા વગર તરત જ યીલીયાંગ કાઉન્ટી પબ્લિક સિક્યોરિટી બ્યુરો વાળાઓને બોલાવ્યા. ત્યારબાદ આ બ્યુરો વાળાઓને આ પરિવારના લોકોએ જણાવ્યું કે, આ કુતરુ બે ડોલ પાસ્તા અને એક ફળો ની પેટી ખૂબ જ આરામથી ખાઈ લે છે. સાથે જ પરિવારના લોકોએ તે કુતરાના દાત પણ બતાવ્યા અને જણાવ્યું કે તે મોટાભાગે બે પગ પર ઊભું રહે છે.

તે કૂતરું નહી પણ…

તમને જાણીને આશ્ચર્ય થશે કે તે કુતરુ નહીં પરંતુ એક ખતરનાક કાળુ એશીયાઇ ભાલુ હતું. યીલીયાંગ કાઉન્ટી પબ્લિક સિક્યોરિટી બ્યુરો ના અધીકારીઓ આવ્યા અને આ ભાલૂને પોતાની સાથે લઈ ગયા. IUCN ના અનુસાર આ પ્રાણી ના ઘણા નામ છે. તેને લોકો કોલર બેયર, મુન બેયર અથવા તો તિબ્બતી ભાલુ પણ કહે છે. IUCN ના લોકોએ તેને લુપ્તપ્રાય પ્રાણીની શ્રેણીમાં રાખ્યું છે. આ ભાલુ નો વધારે શિકાર થવાના કારણે તેમની સંખ્યા હવે ખૂબ જ ઓછી થઈ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *