ક્યાંક ધનતેરસનાં દિવસે તમારી સાથે ના થઈ જાય છેતરપિંડી, આવી રીતે કરો ચાંદીના સિક્કાની ઓળખ

દિવાળીનો તહેવાર ખૂબ જ જલ્દી નજીક આવી રહ્યો છે પરંતુ દિવાળી પહેલા ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે. ધનતેરસ પર લોકો ખૂબ જ ખરીદી કરે છે. ધનતેરસના આ દિવસે લોકો વાસણ, સોના-ચાંદીના આભૂષણ વગેરે ચીજોની ખરીદી કરતા હોય છે. ધનતેરસ પર મોટાભાગના બધા જ લોકો ચાંદીનો સિક્કો જરૂર ખરીદે છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. દિવાળીની પૂજામાં ચાંદીના સિક્કાનો પ્રયોગ ખૂબ જ શુભ હોય છે. ધનતેરસ પર સતત ચાંદીના સિક્કાની વધતી માંગને જોતા માર્કેટમાં અસલી અને નકલી ચાંદીના સિક્કાની ભરમાર રહે છે. આ સ્થિતિમાં તેમને ઓળખવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

જો તમે ચાંદીનો સિક્કો ધનતેરસ પર ખરીદવા જઇ રહ્યા હોય તો એ વાતની તપાસ કઈ રીતે કરશો કે ચાંદીનો સિક્કો અસલી છે કે નકલી ? આજે અમે તમને આ લેખના માધ્યમથી ચાંદીનો સિક્કો ખરીદતા સમયે કઈ કઈ રીતથી તમે અસલી અને નકલીની ઓળખ કરી શકો છો તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

ચાંદીના સિક્કા પર હોલમાર્કિંગ

જે પ્રકારે સોના પર હોલમાર્કિંગ હોય છે તે જ પ્રકારે ચાંદીની પણ હોલમાર્કિંગ હોય છે. જો ચાંદીના સિક્કા પર હોલમાર્કિંગ હોય તો તે અસલી સિક્કો છે. પરંતુ જો સિક્કા પર હોલમાર્કિંગનું નિશાન ના હોય તો તે સ્થિતિમાં તે ચાંદીનો સિક્કો નકલી હોઈ શકે છે.

ચુંબકથી કરી શકો છો તપાસ

જો તમે ધનતેરસ પર ચાંદીનો સિક્કો ખરીદવાનો પ્લાન બનાવી ચૂક્યા છો તો તમે પોતાની સાથે ચુંબક લઈને દુકાન પર જઈ શકો છો. જે ચાંદીનો સિક્કો તમે ખરીદવા માંગતા હોય તેને ચુંબકની પાસે લઈ જાઓ. જો ચુંબકથી તે સિક્કો આકર્ષિત થઈ રહ્યો હોય તો તે સિક્કો નકલી છે. તમને જણાવી દઈએ કે ચાંદી ચુંબકીય ધાતુ નથી તેના લીધે ચુંબક ચાંદીની તરફ આકર્ષિત થતું નથી.

બરફથી કરો અસલી-નકલીની ઓળખ

જો તમે ચાંદીનો સિક્કો ખરીદવા જઇ રહ્યા હોય તો તમે અસલી અને નકલીની ઓળખ બરફની મદદથી પણ કરી શકો છો. તમે એક બરફના ટુકડા પર ચાંદીનો સિક્કો રાખો. જો બરફ ઝડપથી ઓગળવા લાગે છે તો સમજી જાઓ કે તે સિક્કો અસલી છે. પરંતુ જો તે બરફ ધીમે ધીમે પીગળી રહ્યો હોય તો તેવી સ્થિતિમાં સિક્કો નકલી છે.

સિક્કાને સાફ ફર્શ પર પછાડીને કરો ચેક

ચાંદીના સિક્કાની અસલી અને નકલીની ઓળખ તમે તેમના અવાજ પરથી પણ કરી શકો છો. જો તમે ચાંદીનો સિક્કો ખરીદી રહ્યા હોય તો તે સિક્કાને તમે સાફ ફર્શ પર પછાડીને જુઓ. જો તે સિક્કો પડતા સમયે છન્ન નો અવાજ આવે છે તો તે સ્થિતિમાં તે સિક્કો નકલી હોય છે. તમને જણાવી દઈએ કે જે ચાંદીનો સિક્કો અસલી હોય છે તે કઠણ રહે છે. તેવામાં અસલી ચાંદીના સિક્કાને જમીન પર પછાડવા પર તેમાંથી છન્ન નો અવાજ નહી પરંતુ ઠક નો અવાજ ઉત્પન્ન થાય છે. તમે આ સરળ રીતે અસલી અને નકલી સિક્કાની ઓળખ કરી શકો છો.

ઉપરોક્ત તમને ચાંદીના સિક્કાની તપાસની પ્રક્રિયા જણાવવામાં આવી છે. તમે આસાન રીતથી અસલી અને નકલી ચાંદીના સિક્કાની ઓળખ કરી શકો છો કારણ કે તમે છેતરપિંડીના શિકાર થવાથી બચી શકો.