લાલ ડુંગળીની તુલનામાં ખૂબ જ વધારે લાભકારી છે સફેદ ડુંગળી, પુરુષો માટે કોઇ વરદાનથી ઓછી નથી

ભારતીય કિચનમાં જે ચીજનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે તે હોય છે ડુંગળી. ડુંગળી વગર કોઈપણ ડીશને અધૂરી માનવામાં આવે છે. ડુંગળી ભોજનના સ્વાદને તો શ્રેષ્ઠ બનાવે જ છે પરંતુ સાથે સાથે તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વ અને પ્રોટેક્ટિવ કંપાઉન્ડ રહેલ હોય છે, જે ઘણા પ્રકારની બીમારીઓ સામે લડવામાં આપણી મદદ કરે છે. માર્કેટમાં તમે મોટા ભાગે લાલ અને સફેદ ડુંગળી જોઈ હશે. જોકે બંનેનો પોતાનો અલગ અલગ ફાયદો હોય છે, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સફેદ ડુંગળીને વધારે ફાયદાકારક માનવામાં આવે છે. તેવામાં આજની આ સ્ટોરીમાં અમે તમને સફેદ ડુંગળીથી થનાર અમુક જરૂરી સ્વાસ્થ્ય લાભના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

પુરુષો માટે રામબાણ

વીર્યવૃદ્ધિ માટે સફેદ ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. મધની સાથે તેમનું સેવન કરવાથી ડબલ ફાયદો મળે છે. ડુંગળીમાં રહેલ એન્ટી-ઓક્સીડેન્ટ પ્રાકૃતિક રૂપથી સ્પર્મ વધારવામાં મદદ કરે છે.

હૃદય રાખે સ્વસ્થ

સફેદ ડુંગળીમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ અને કંપાઉન્ડ સોજાને ઘટાડવાની સાથે સાથે ટ્રાઇગ્લિસરાઇડ્સનાં લેવલને પણ ઓછું કરે છે. ટ્રાઇગ્લિસરાઇડ્સ ઓછું થવાથી કોલેસ્ટ્રોલ લેવલમાં ઘટાડો થાય છે, જેના લીધે હૃદય સ્વસ્થ રહે છે.

પાચનતંત્રને કરે મજબૂત

સફેદ ડુંગળીમાં ફાયબર અને પ્રીબાયોટિક્સની પ્રચૂર માત્રા મળી આવે છે, જે તમારા પેટના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. ડુંગળીમાં પ્રીબાયોટિક્સ ઇનુલીન અને ફ્રૂક્ટો ઓલિગો સૈચેરાઇડ્સની પ્રચૂર માત્રા હોય છે અને જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો પેટમાં સારા બેક્ટેરિયાની સંખ્યામાં વધારો થાય છે.

કેન્સર સામે લડવાના ગુણો રહેલા છે

સફેદ ડુંગળી એલિયમ પરિવારના શાકભાજીમાં આવે છે. જેમાં સલ્ફર કંપાઉન્ડ અને ફ્લેવોનોઈડ્સ એન્ટિ-ઓક્સિડન્ટ્સ મળી આવે છે. જે કેન્સર સામે લડવામાં વ્યક્તિની મદદ કરે છે. ડુંગળીમાં રહેલ સલ્ફર, કેર્સિટીન ફ્લેવોનોયડ અને એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ ટ્યુમરનાં ગ્રોથને રોકે છે.

લોહી કરે પાતળું

સફેદ ડુંગળી લોહીને પાતળુ કરવામાં પણ વ્યક્તિને મદદ કરે છે. તેમાં ફ્લેવોનોઈડ અને સલ્ફર જેવા અમુક એવા એજન્ટ મળી આવે છે, જે લોહી પાતળું કરવાનું કામ કરે છે.

બ્લડ શુગર લેવલને કરે કંટ્રોલ

ક્રોમિયમ અને સલ્ફર જેવા અવયવ સફેદ ડુંગળીમાં હોય છે, જે બ્લડ સુગરના લેવલને ઓછું કરીને તેને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસ સામે ઝઝૂમી રહેલા લોકોએ પોતાના આહારમાં સફેદ ડુંગળીને જરૂર સામેલ કરવી જોઈએ. હકીકતમાં ડુંગળીમાં મળી આવનાર કંપાઉન્ડ જેવા કેર્સિટીન અને સલ્ફરમાં એન્ટી-ડાયબિટિક ગુણ હોય છે.