લારી પરથી ફળ ખરીદતી નજર આવી બોલિવુડની આ ટોપ એક્ટ્રેસ, હાલત એવી હતી કે કોઈ ઓળખી પણ ના શક્યું

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોડા હંમેશા કોઇને કોઇ કારણથી ચર્ચામાં છવાયેલી રહે છે. ક્યારેક તે પોતાની ફિટનેસનાં લીધે ચર્ચામાં રહે છે તો ક્યારેક પોતાના અફેરને લઈને ચર્ચામાં રહેતી હોય છે. જોકે આ વખતે તે ના તો પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં છે કે ના તો પોતાના અફેર ના લીધે. પરંતુ પોતાની અમુક તસ્વીરોને લઇને ચર્ચામાં બનેલી છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર મલાઈકા અરોડાની અમુક તસ્વીરો વાયરલ થઇ રહી છે જેમાં તે લારીમાંથી ફળ ખરીદતી નજર આવી રહી છે.

એક્ટ્રેસ મલાઈકા અરોડાની જેવી કોઈ નવી તસ્વીરો સોશિયલ મીડિયા પર આવે છે તેવી જ તે તરત જ વાયરલ થઈ જાય છે. હકીકતમાં મલાઈકાનાં ફેન્સ પણ તેમની નવી તસ્વીરોની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. તેવામાં જ્યારે તેમની કોઈ નવી તસ્વીર સોશિયલ મીડિયા પર આવે છે તો તેમના ફેન્સ ખુબ જ ખુશ થઇ જાય છે. આ જ કારણ છે કે તેમની લેટેસ્ટ તસ્વીર ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી નજર આવી રહી છે. તો ચાલો જાણી લઈએ શું છે સમગ્ર મામલો.

૪૭ વર્ષની ઉંમરમાં મલાઈકા અરોડા પોતાની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે. આ ઉંમરમાં તેમની ફિટનેસને જોઈને નવી-નવી અભિનેત્રીઓને પણ તેમનાથી જલન થાય છે. હકીકતમાં ૪૭ની ઉંમરમાં પણ મલાઈકા અરોડાએ ફિટનેસના કારણે પોતાની સુંદરતાને ઓછી થવા દીધી નથી. આ જ કારણ છે કે આજે પણ તેમની એક ઝલક મેળવવા માટે તેમના ફેન્સ આતુર રહેતા હોય છે. એટલું જ નહી મલાઈકા અરોડાની સુંદરતા દિવસે ને દિવસે વધતી નજર આવી રહી છે. હકીકતમાં પોતાને ફિટ રાખવા માટે મલાઈકા અરોડા જીમમાં ખૂબ જ પરસેવો પાડે છે.

લારી પર ફળ ખરીદતી જોવા મળી મલાઈકા અરોડા

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોડાની હાલનાં દિવસોમાં અમુક તસવીરો વાયરલ થઇ રહી છે. જેમાં તે લારી પરથી ફળ ખરીદતી નજર આવી રહી છે. સામાન્ય રીતે ફિલ્મી સિતારાઓ લારી પરથી સામાન ખરીદતા ખૂબ જ ઓછા જોવા મળે છે પરંતુ મલાઈકા પોતાના મનની વાત સાંભળે છે. આ જ કારણ છે કે આ વખતે લારી પરથી ફળ ખરીદતી નજર આવી છે. જણાવી દઈએ કે આ દરમિયાન તે પોતાના ડોગની સાથે નજર આવી હતી. તેવામાં માનવામાં આવે છે કે મલાઈકા વોક માટે નીકળી હતી અને ત્યારે તેમણે ફળ ખરીદવાનું મન બનાવ્યું. મલાઈકા અરોડાની આ તસ્વીરોને તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

મલાઈકા અરોડાની આ તસ્વીરોમાં વાત જો તેમના લુકની કરવામાં આવે તો તે કેઝ્યુઅલ લુકમાં ખૂબ જ સુંદર નજર આવી રહી છે. મલાઈકા તે દરમિયાન મેકઅપમાં નજર આવી હતી સાથે જ કોરોનાનાં નિયમોનું પાલન કરતા તેમણે ચહેરા પર માસ્ક પણ લગાવ્યું હતું. જણાવી દઈએ કે મલાઈકાએ પોતાના વાળને બાંધીને રાખ્યા હતા. તેવામાં તે કહેવું ખોટું નથી કે મેકઅપ વગર પણ મલાઈકા અરોડા ખૂબ જ વધારે સુંદર લાગે છે. જેના લીધે જ તેમના ફેન્સ તેમના દિવાના છે.

અર્જુન કપૂરને ડેટ કરી રહી છે મલાઈકા અરોડા

અરબાઝ ખાન સાથે છુટાછેડા લીધા બાદ હાલનાં દિવસોમાં મલાઈકા અરોડા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંનેના અફેરની ખબરો મીડિયાની હેડલાઇન હોય છે. જણાવી દઈએ કે હવે બંને પોતાના પ્રેમને ખુલ્લેઆમ વ્યક્ત કરતા નજરે આવે છે. તેવામાં હવે બંનેના લગ્નની ખબરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. યાદ અપાવી દઇએ કે પાછલા દિવસોમાં અર્જુન કપૂરે પોતાની ગર્લફ્રેન્ડ મલાઈકાને જન્મદિવસે વિશ પણ કર્યું હતું.

જણાવી દઈએ કે અર્જુન કપૂર અને મલાઇકા અરોડા હાલમાં જ કોરોના વાયરસનાં શિકાર થયાં હતાં. જો કે, હવે તે બંને સંપૂર્ણરીતે ઠીક થઈ ચૂક્યા છે. હકીકતમાં લોકડાઉન દરમિયાન બંનેએ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કર્યો હતો અને પોતાના પ્રેમને વધારે મજબૂત બનાવ્યો હતો.