લગ્ન બાદ બે યુવતીઓની સાથે હનીમૂન પર જોવા મળ્યા યુઝવેન્દ્ર ચહલ, પત્નિના ચહેરા પર જોવા મળી ખુશી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ૨૨ ડિસેમ્બર ૨૦૨૦નાં રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા હતાં. તેમણે મશહૂર કોરિયોગ્રાફર અને યુ-ટ્યુબર ધનાશ્રી વર્માને પોતાની પત્નિ બનાવી છે. બંનેના ફોટોઝ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. યુઝવેન્દ્રની દુલ્હનિયા ધનાશ્રી ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેમણે પોતાના હનીમૂનની એક તસ્વીર શેર કરી છે, જે ચર્ચાનો વિષય બની ગઈ છે.

હકીકતમાં ચહલ-ધનાશ્રી દુબઈમાં પોતાનું હનીમૂન મનાવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ દરમિયાન ચહલની સાથે એક નહી પરંતુ બે-બે યુવતીઓ હતી. એક તેમની પત્નિ ધનાશ્રી અને બીજી એક અજાણી યુવતી. ચહલ અને આ બે યુવતીઓ વાળો ફોટો ધનશ્રીએ પોતે જ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે. તેવામાં બધા ફેન્સના મનમાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે ફોટામાં જોવા મળી રહેલી આ ત્રીજી યુવતી કોણ છે અને તે આ કપલના હનીમૂન પર શું કરી રહી છે.

હકીકતમાં આ યુવતી કપલની કોઈ મિત્ર કે ફેન પ્રતીક થઇ રહી છે. તે તેમની સાથે હનીમૂન મનાવી રહી નથી પરંતુ સેલ્ફી લઈ રહી છે. કદાચ તે પણ દુબઈમાં તેમની સાથે ટકરાઇ ગઇ હતી અને તેમણે પોતાના આ ફેવરીટ કપલની સાથે સેલ્ફી લઈ લીધી. જોકે આ સેલ્ફીમાં યુવતી અને ચહલ ધનાશ્રી ત્રણેય ગજબના લાગી રહ્યા છે.

આ તસ્વીર દુબઈના સિસર બ્લુ વોટરની છે. આ દરમિયાન તે રહસ્યમય યુવતીએ વાદળી રંગનો ડ્રેસ અને આંખો પર કાળા ચશ્મા પહેરી રાખ્યા છે. આ તસ્વીર સિવાય ચહલ-ધનાશ્રી બંને એ જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હનીમૂનની અમુક તસ્વીરો પણ શેર કરી છે. ફેન્સને આ તસ્વીરો ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસ્વીરને મહેન્દ્રસિંહ ધોનીની પત્નિ સાક્ષીએ પણ લાઈક કરી છે.

તેમની આ પોસ્ટને અત્યાર સુધીમાં ૭ લાખથી વધારે લાઇક્સ પણ મળી ચૂકી છે. લોકો ઘણા પ્રકારની કોમેન્ટસ કરી રહ્યા છે. કોઈ આ કપલની પ્રશંસા કરી રહ્યું છે તો કોઈ એવું પુછી રહ્યું છે કે, ભાઈ શું તમારે મેચ રમવાની નથી ? આ તસ્વીરમાં ધનાશ્રી પોતાના પતિને પ્રેમથી નિહાળતી પણ નજર આવી રહી છે.

ડ્રેસની વાત કરવામાં આવે તો ધનાશ્રીએ એનિમલ પ્રિન્ટ વાળો નાનો ડ્રેસ પહેરતા ખૂબ જ સુંદર નજર આવી રહી છે. તેમના હાથોની મહેંદી તેમને નવી દુલ્હન વાળો લુક આપી રહી છે. જણાવી દઈએ કે ૨૨ ડિસેમ્બરનાં રોજ લગ્ન કર્યાના ફક્ત ૩ દિવસ બાદ જ આ કપલ પોતાના હનીમૂન પર નીકળી પડયું હતું.