દુનિયાની સૌથી સારી ફીલિંગ હોય છે તે પુરુષ સાથે લગ્ન કરવા જેને તમે પ્રેમ કરો છો. પરંતુ વિદાયનો સમય યુવતીઓ માટે સૌથી દુઃખદાયક હોય છે. તમે લગ્ન કરીને પોતાના નવા જીવનની શરૂઆત તો કરવા જઈ રહ્યા હોય પરંતુ પાછળ તે સંબંધોને છોડીને જઇ રહ્યા છો જેમની સાથે તમે પોતાના જીવનના સૌથી સારા દિવસો પસાર કર્યા હોય. એ વાત તો સાચી છે કે માં-બાપની જગ્યા કોઈ લઈ શકતું નથી.
ખાસ કરીને એક યુવતીના જીવનમાં માં નું ખૂબ જ મહત્વ હોય છે, જેમનો અહેસાસ યુવતીઓને ત્યારે થાય છે જ્યારે તે લગ્ન કરીને પોતાના સાસરીયે જતી રહે છે. પોતાના સાસરીયે જતા રહ્યા બાદ યુવતીઓને અહેસાસ થાય છે કે ઘર પર માં તેમના માટે ઘણું બધું કરતી હતી. સાસરિયામાં ગયા બાદ જ એક યુવતીને એહસાસ થાય છે કે માં વગર જીવન જીવવું કેટલું અધૂરું લાગે છે. તો ચાલો જાણી લઈએ કે કઈ રીતે એક દિકરીને લગ્ન બાદ પોતાની માં ની યાદ દરેક ક્ષણે આવે છે.
રવિવારની સવારે ચંપી કોણ આપશે ?
જ્યારે રવિવારના દિવસે માં જબરદસ્તી તમારા વાળમાં તેલ લગાવીને ચંપી કરતી હતી અને તમે પૂછતા હતા કે, શું મારા વાળ ફરીથી સુંદર લાગશે ?
જ્યારે તમારે મનપસંદ ભોજન ખાવું હોય
જ્યારે તમને તમારું મનપસંદ ભોજન ખાવાનું મન થતું હતું તો તમે માં ને અચકાયા વગર કહી દેતા હતા અને માં તમારી ફરમાઈશ પણ પૂરી કરતી હતી.
જ્યારે તમને પોતાની પસંદગીનું ટોપ મળતું ના હોય
બાળકોથી જે ચીજ ગુમ થઈ જાય તેને માં કોઈને કોઈ જગ્યાએથી શોધી જ લેતી હોય છે. જ્યારે તમારી પાર્ટીમાં જવાનું હોય અને તમને તમારી પસંદગીનું ટોપ મળતું ના હોય તો માં ને કહેવા પર તે તરત જ શોધી દેતી હતી.
સવારનો એલાર્મ બની જતી હતી માં
નાનપણથી જ માં આપણી એલાર્મ એટલે કે ઘડિયાળ હોય છે. જ્યારે ફોન પર એલાર્મ સેટ કર્યા બાદ પણ તમારી ઊંઘ ઉડતી નથી તો માં તમને પ્રેમથી જગાડતી હતી.
ફેશનની સલાહની જરુર પડવા પર માં યાદ આવવી
જ્યારે પણ તમે કોઈ જગ્યાએ જવા માટે તૈયાર થતાં હતા તો તમને સલાહ દેવા માટે કોઈની જરૂર પડતી હતી. આવા સમયે માં હંમેશા ફેશન સલાહકાર બનતી હતી.
જ્યારે તમને યાદ આવે છે માં ના હાથનું બનેલું ભોજન
બહારનું ભોજન કેટલું પણ સ્વાદિષ્ટ કેમ ના હોય પરંતુ માં ના હાથની રસોઈની વાત જ કંઇક અલગ હોય છે. તમને રેસ્ટોરન્ટમાં ભોજન કરતાં સમયે અથવા તો ઘરમાં ભોજન બનાવતા સમયે ઘણીવાર માં ના હાથનું બનાવેલું ભોજન યાદ જરૂર આવતું હશે.
જ્યારે પણ તમે બિમાર હોય
બિમાર થવા પર એક માં જેટલી સાર-સંભાળ કોઈ રાખી શકતું નથી. માથું દુખવું કે શરદી થવા પર માં દવાની દુકાન ખોલી નાખતી હતી. લગ્ન બાદ તબિયત ખરાબ થવા પર માં ની યાદ તો તમને જરૂર આવતી હશે.
જ્યારે માં તમારુ દરેક રહસ્ય જાણતી હોય
એક યુવતીની બેસ્ટ ફ્રેન્ડ તેમની માં જ હોય છે. એક માં જ હોય છે જેમને તમારા દરેક સિક્રેટનાં વિશે જાણ હોય છે. માં ની સાથે રહેવું હંમેશા આનંદદાયક ક્ષણ હોય છે.
જ્યારે તમને ઘણી વાતો કરવાનું મન થાય
તમને યાદ હશે કે રજાના તે દિવસોમાં જ્યારે તમે માં સાથે નાસ્તો કે ભોજન કરતાં સમયે ઘણી વાતો કરતા હતા એટલું જ નહી સાથે રસોઈ બનાવતા સમયે પણ તમારી વાતો પૂરી જ થતી ના હતી.
જ્યારે તમે ફક્ત પોતાની માં ની સાથે જ રહેવા માંગતા હોય
લગ્ન પછી યુવતીઓને પોતાની માં ની યાદ ખૂબ જ આવતી હોય છે. ઘણીવાર તો તે બસ પોતાની માં ની પાસે જ રહેવા માંગતી હોય છે. માં દરેક પરિસ્થિતિમાં આપણી સાથે ઉભી હોય છે પરંતુ લગ્ન બાદ જ્યારે તે તમારી સાથે હોતી નથી તો તેમની કમી ખૂબ જ દુઃખ આપતી હોય છે.