લગ્ન બાદ બરબાદ થઈ ગઈ આ અભિનેત્રીઓની જિંદગી, સંબંધ તૂટી ગયા બાદ બનાવી પોતાની અલગ ઓળખાણ

Posted by

બોલિવૂડની દુનિયામાં જેટલો જલ્દી સંબંધ જોડાય છે એટલો જ જલ્દી તૂટી પણ જાય છે. ઇન્ડસ્ટ્રીમાંથી લવ અફેર અને બ્રેકઅપની ખબરો દરરોજ સામે આવતી રહે છે. અહીંયા ક્યારે કોને કોની સાથે પ્રેમ થઈ જાય અને ક્યારે સંબંધ તૂટી જાય તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. તેમની વચ્ચે જ ઘણીવાર પરણિત કપલની વાત પણ ખૂબ જ વધારે ગંભીર થઈ જતી હોય છે અને તે વાત છૂટાછેડા સુધી પણ પહોંચી જાય છે. તો આજે અમે આ આર્ટિકલમાં તમને અમુક એવી જ અભિનેત્રીઓના વિશે જણાવીશું, જેમણે છૂટાછેડા લીધા બાદ સંપૂર્ણ રીતે તૂટી ચૂકી હતી. ચાલો જાણી લઈએ આખરે આ લિસ્ટમાં કઈ-કઈ અભિનેત્રીઓ સામેલ છે.

મલાઈકા અરોડા

ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ મલાઈકા અરોડાએ અરબાઝ ખાન સાથે વર્ષ ૧૯૯૮માં લગ્ન કર્યા હતાં અને વર્ષ ૨૦૧૬માં બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય કરી લીધો. જણાવવામાં આવે છે કે અરબાઝની સાથે રહીને મલાઈકાની જિંદગી ખૂબ જ તણાવપૂર્ણ થઈ રહી હતી. એટલું જ નહીં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા બાદ તેમનું કરિયર પણ લગભગ ખતમ થઈ ચૂક્યું હતું. જોકે અરબાઝની સાથે છુટાછેડાનાં સમયે મલાઈકા બિલકુલ તૂટી ગઈ હતી પરંતુ હવે મલાઈકા ખૂબ જ ખુશ છે. પાછલા ઘણા વર્ષોથી એક્ટ્રેસ અર્જૂન કપુર સાથે રિલેશનશિપમાં છે અને તે બંનેના લગ્નને લઈને ઘણીવાર અટકળોનું બજાર ગરમ રહે છે.

કરિશ્મા કપૂર

કપૂર પરિવારની દિકરી કરિશ્મા કપૂરનું ફિલ્મી કરિયર પણ ખૂબ જ શાનદાર રહ્યું છે. એક સમય હતો જ્યારે લોકો સિનેમા હોલમાં ફક્ત કરિશ્માની સુંદરતા જોવા માટે જતા હતાં. જોકે તેમણે જ્યારે બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા તો તેમનું કરિયર ખૂબ જ શાનદાર ચાલી રહ્યું હતું પરંતુ લગ્ન કર્યા બાદ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું પરંતુ બીજી તરફ પતિ તરફથી કરિશ્માને સપોર્ટ મળ્યો નહી. ઘણીવાર તો કરિશ્માની સાથે મારપીટની ખબરો પણ સામે આવવા લાગી. આખરે ૨૦૧૬માં કરિશ્મા અને સંજયના સંબંધો ખૂબ જ બગડી ગયા અને છૂટાછેડાની પરિસ્થિતિ આવી ગઈ. પતિથી અલગ થયા બાદ કરિશ્માએ પોતાના બાળકોની સાર-સંભાળ સિંગલ મધરની રીતે કરી અને પોતાના કરિયરને પણ આગળ વધાર્યું.

રશ્મિ દેસાઇ

ટીવીની દુનિયાની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક રશ્મિ દેસાઇ પોતાના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ નંદીશ સાથે વર્ષ ૨૦૧૨માં લગ્ન કર્યા હતાં. થોડા સમય સુધી તો બધું જ યોગ્ય રીતે ચાલ્યું પરંતુ ત્યારબાદ બંનેના સંબંધોમાં ખટાશ આવવાની શરૂઆત થઈ ગઈ. ખબરો તો ત્યાં સુધી મળી રહી હતી કે તે દિવસોમાં રશ્મિ પોતાના પતિનું ઘર છોડીને અન્ય જગ્યાએ શિફ્ટ થઈ ગઈ હતી. વર્ષ ૨૦૧૬માં આખરે બંનેના છૂટાછેડા થઈ ગયા. રશ્મિનાં કરિયર પર છૂટાછેડાની ખૂબ જ ખરાબ અસર પડી અને સાથે જ તે દિવસોમાં તેમની માનસિક સ્થિતિ પણ ખૂબ જ ખરાબ રહેવા લાગી. જોકે હવે રશ્મિએ બધું જ ભૂલાવીને પોતાનાં જીવનની એક નવી શરૂઆત કરી છે.

જેનિફર વિંગેટ

ટીવી જગતની સૌથી મશહુર અભિનેત્રીઓમાંથી એક જેનિફર વિંગેટએ પોતાના કરિયરમાં ઘણી શાનદાર સીરિયલ્સમાં કામ કર્યું છે. તે પોતાના કરિયરમાં સફળ રહી છે. તેવામાં તેમણે વર્ષ ૨૦૧૨માં અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા. આ સંબંધ ફક્ત ૨ વર્ષ જ ચાલી શક્યો અને બંને અલગ થઈ ગયા. હકીકતમાં કરણએ બિપાશા બાસુ માટે જેનિફરને દગો આપ્યો હતો અને આ વાતે જેનિફરને હચમચાવી નાખી હતી. જોકે હવે બંને અલગ-અલગ થઈ ચૂક્યા છે અને પોતાના જીવનમાં બંને ખૂબ જ ખુશ છે.

મહિમા ચૌધરી

ફિલ્મ પરદેશથી બોલિવુડમાં ડેબ્યુ કરવા વાળી અભિનેત્રી મહિમા ચૌધરીએ વર્ષ ૨૦૦૬ માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા. આ લગ્ન ફક્ત ૭ વર્ષ જ ટકી શક્યા અને ૨૦૧૩માં તે બંનેના છૂટાછેડા થઈ ગયા. આ કપલને એક દિકરી પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *