લગ્ન બાદ કરીનાને આવી પોતાના એક્સ બોયફ્રેન્ડ શાહિદની યાદ, ફોટો શેર કરીને કહી આ વાત

વર્ષ ૨૦૦૭માં ઈમ્તિયાઝ અલીની ફિલ્મ “જબ વી મેટ” આવી હતી. ઘણા ઓછા લોકો હશે જેમને આ ફિલ્મ પસંદ આવી નહી હોય. આ ફિલ્મમાં લીડ ભૂમિકા શાહિદ કપૂરે નિભાવી હતી અને એક્ટ્રેસની મુખ્ય ભૂમિકામાં કરીના કપૂર નજર આવી હતી. તે કહેવું ખોટું નથી કે આ ફિલ્મ બાદ કરીનાના કરિયરે ઉડાન ભરી હતી.

કરિનાએ આમ તો પોતાનાં કરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે પરંતુ જ્યારે પણ તેમની સુપરહિટ ફિલ્મોની વાત થાય છે તો તેમાં “જબ વી મેટ” નું નામ જરૂર આવે છે. આ ફિલ્મમાં કરિનાએ એક એવી યુવતીનું પાત્ર ભજવ્યું હતું જે ખૂબ જ જિંદાદિલ હતી. આ ફિલ્મમાં કરિના દ્વારા નિભાવવામાં આવેલ ગીત નું પાત્ર એટલું હિટ હતું કે આજે પણ લોકો તેમને આ પાત્ર માટે યાદ કરે છે.

આ ફિલ્મને રિલીઝ થયાના આજે ૧૩ વર્ષ થઈ ચૂક્યા છે. આ ખાસ અવસર પર કરિનાએ ફિલ્મના સેટની એક ફોટો શેર કરી છે. આ ફોટોમાં તે શાહિદ કપૂરની સાથે જોવા મળી રહી છે. આ છેલ્લી ફિલ્મ હતી જેમાં શાહિદ અને કરીના એકસાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ દરમિયાન જ કરીના અને શાહિદનું બ્રેકઅપ થઈ ગયું હતું, ત્યારબાદ બંને પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા હતાં.

ફિલ્મનાં સેટની ફોટો શેર કરીને કરીનાએ કેપ્શન આપ્યું છે કે, મને તો લાગે છે કે જીવનમાં વ્યક્તિ જે કંઈપણ ઈચ્છે છે, હકીકતમાં તેમને તે જ મળે છે. આ તસવીરમાં ફિલ્મના ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલી પણ જોવા મળી રહ્યા છે, એટલું જ નહી કરીનાએ આ પોસ્ટમાં પોતાના એક્સ બોયફ્રેન્ડ એટલે કે શાહિદ કપૂરને પણ ટેગ કર્યા છે.

કહેવામાં આવે છે કે ફિલ્મ “જબ વી મેટ” ના શુટિંગની સાથે સાથે કરિના સૈફ અલી ખાનની સાથે ફિલ્મ “ટશન” ની પણ શૂટિંગ કરી રહી હતી. ફિલ્મ “ટશન” નાં સેટ પર જ પહેલીવાર કરિના અને સૈફ એકબીજાને મળ્યા હતાં. તે એ જ સમય હતો જ્યારે શાહીદ કપુરથી બ્રેકઅપ થયા બાદ “ટશન” નાં શૂટિંગ દરમિયાન તે સૈફની નજીક આવવા લાગી હતી. બંને વચ્ચે પ્રેમ ધીમે ધીમે વધવા લાગ્યો અને કરીનાએ વર્ષ ૨૦૧૨માં સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા.