લગ્નજીવનને સફળ બનાવવા માટે રાખો આ ૭ વાતોનું ધ્યાન, નહી થાય ઝઘડાઓ અને હંમેશા જળવાઇ રહેશે પ્રેમ

બદલાતા સમયની સાથે સંબંધોમાં પણ પરિવર્તન આવે છે. જેના કારણે નવા પરણિત કપલની વચ્ચે ક્યારેક તણાવની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે. આ તણાવ આગળ જઈને મોટા ઝઘડાનું રૂપ લઈ લેતા હોય છે. ઘણીવાર તો પરિસ્થિતિ એ હદ સુધી બગડી જાય છે કે વાત છૂટાછેડા સુધી પણ પહોંચી જાય છે. જાણકારોના અનુસાર પાછલા ઘણા વર્ષોમાં આવા લોકોના છૂટાછેડાના મામલાઓ ખૂબ જ વધારે આવ્યા છે કે જેમના લગ્નને ફક્ત ૧ કે ૨ વર્ષ જ થયા હતા.

છૂટાછેડાની પાછળનું મુખ્ય કારણ હોય છે રોજની નાની-મોટી વાતો પર થનાર દલીલો અને ઝઘડાઓ. હકીકતમાં આજકાલ મોટાભાગે પરણિત કપલ લગ્ન પછી એકલા રહેવાનું પસંદ કરતા હોય છે તેથી કોઈપણ વાતને લઈને તેમને ઘરના લોકોને કોઈપણ જાતની સ્પષ્ટતા આપવી પડતી નથી. તેથી પરસ્પર લડાઈ હલ કરનાર કોઈ હોતું નથી અને કંટાળીને તે એકબીજાથી અલગ રહેવાનું નક્કી કરી લેતા હોય છે. પરંતુ જો તમે ઈચ્છો છો કે તમારા લગ્નજીવનમાં કોઇ પ્રકારની સમસ્યા ના આવે તો આ પ્રકારની ભૂલો કરવી ના જોઈએ.

પોતાના એક્સ માટે પરેશાન થવું

લગ્ન પછી ભૂતકાળ જો ભૂતકાળ રહે તો જ સારું રહે છે. જો તમારો ભૂતકાળ વારંવાર તમારા વર્તમાનમાં આવે છે તો ઘણું બધું ખરાબ થઈ શકે છે. ભલે તમારે તમારા એક્સ સાથે કંઈ લેવાદેવા ના હોય પરંતુ તેમના માટે પરેશાન થવું તમારા પાર્ટનરને પરેશાનીમાં મૂકી શકે છે અને આ વાત લડાઈ-ઝઘડાનું મોટું કારણ પણ બની શકે છે.

નાની-નાની વાતો પર દલીલ

મોટાભાગના પરણિત કપલ નાના-મોટા લડાઈ-ઝઘડાને નોર્મલ વાત જણાવે છે પરંતુ આ જ નાના-મોટા ઝઘડાઓ તમને એકબીજા પ્રત્યે નકારાત્મક બનાવે છે. આ જ નાના ઝઘડાઓ બાદમાં મોટા ઝઘડાનું રૂપ લઈ લેતા હોય છે અને તેને હલ કરવા બાદમાં ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

એકબીજાથી વાત છુપાવવી

લગ્ન બાદ બંને લોકોના સુખ દુઃખ બધું એક જ થઈ જાય છે. તેથી ક્યારેય પણ એકબીજાથી વાત છુપાવવાની ભૂલ કરવી ના જોઈએ. જો તમારા પાર્ટનરને કોઈ એવી વાતની જાણ થાય છે જેને તમે તેમનાથી છુપાવી હોય તો તેમના વિશ્વાસને ધક્કો પહોંચી શકે છે.

પાર્ટનરને બદલવાની કોશિશ

ક્યારેય પણ પોતાના પાર્ટનર માટે પોતાને અથવા પોતાના માટે પોતાના પાર્ટનરને બદલવાની કોશિશ ના કરવી જોઈએ. જો તમે એકબીજાને ખરેખર પ્રેમ કરતા હોય તો તમે જેવા છો તેવા જ તેમણે પસંદ આવશો. જો કોઈ તમને બદલવાની કોશિશ કરે છે તો તે તમને વધારે બતાવવા માટે જ પ્રેમ કરે છે.

પોતાની લાગણી ના બતાવવી

દરેક કપલ ઇચ્છે છે કે તેમનો પાર્ટનર તેમના સુખ-દુ:ખનો સાથી બને. તે દરેક વાત પોતાના પાર્ટનર સાથે શેર કરવા માંગે છે જે તે કોઈ બીજા સાથે શેર કરી શકતા નથી. પરંતુ જો તમે તમારા મનની વાત તમારા પાર્ટનરને કરતાં નથી અને મિત્રો કે અન્ય પરિવારના લોકોને કરો છો તો તમારા પાર્ટનરને તે ખરાબ લાગી શકે છે અને સંબંધમાં તિરાડ પડી શકે છે.

પોતાના પાર્ટનર પર શંકા કરવી

શંકા લગ્નજીવનને બરબાદ કરી નાખે છે. તેના કારણે સંબંધમાં પ્રેમ, સન્માન બધું જ ધીમે ધીમે ખતમ થવા લાગે છે. આ કારણથી ઘરનું વાતાવરણ કલેશ વાળુ બની જાય છે. તેથી સારું એ રહેશે કે તમે તમારા પાર્ટનર પર કોઈ કારણ વગર શંકા કરો નહી. જો તમને કંઈ ખોટું લાગી રહ્યું હોય તો તેના પર ખુલીને વાત કરવી જોઈએ.

રોમાન્સનો અભાવ

રોમાન્સમાં કમી આવવા પર મોટાભાગના કપલના સંબંધમાં તિરાડ પડવા લાગે છે. કહેવામાં આવે છે કે પ્રેમ બતાવવા માટે નહીં પરંતુ મહેસૂસ કરી શકાય છે. પરંતુ એક સમય પછી પ્રેમને બતાવવો પણ ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે અલગ-અલગ રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કરીને જ તમે તમારા પાર્ટનરના ચહેરા પર સ્મિત લાવી શકો છો. તેથી સંબંધમાં રોમાન્સ જાળવી રાખવો ખૂબ જ જરૂરી હોય છે.