લગ્નમાં ફેરા ફરતી વખતે દુલ્હાએ કરી શરમની તમામ હદ પાર, દુલ્હનના કપડા ઉતારવાની કરી અનોખી ડિમાન્ડ

લગ્ન આપણા ભારત દેશની સૌથી શ્રેષ્ઠ પરંપરા છે. વર્ષોથી આપણા વડીલો લગ્નથી જોડાયેલ વિધિઓને નિભાવતા આવે છે. એવું માનવામાં આવે છે કે લગ્ન એ ફક્ત બે લોકોનું પરસ્પર જોડાણ નથી. પરંતુ તે બે પરિવારોને હમેશા માટે પ્રેમના બંધનમાં બાંધીને રાખે છે. પરંતુ આ લગ્નને અમુક લાલચુ લોકોએ ધંધો બનાવીને રાખી દીધો છે અને તે લોકો અહિયાં પર પૈસાની લાલચમાં દિકરીઓને ખરીદે છે. આ લાલચને પણ લોકોએ વિધિનું નામ આપ્યું છે. જેને આપણે બધા લોકો દહેજના નામથી જાણીએ છીએ. જો કે દહેજ લેવી અને આપવી બંને ખરાબ છે અને કાયદો પણ તેની સખ્ત વિરુદ્ધમાં છે.

પરંતુ તેમ છતાં પણ આજે પણ ભારતમાં કોઈ ને કોઈ જગ્યાએ આ વિધિને છુપાછૂપી રીતે તેને નિભાવવામાં આવી રહી છે. હાલના દિવસોમાં પણ દહેજ બાબતે કોઈ ને કોઈ પુત્રવધુને જીવતી સળગાવી નાખવામાં આવે છે અથવા તો ખૂબ જ ખરાબ રીતે તેમને ત્રાસ આપવામાં આવે છે. એવો જ એક કિસ્સો અમને થોડા સમય પહેલા જ જોવા મળ્યો છે. જ્યાં એક દિકરીને મંડપની વચ્ચે જ દહેજની ભારે કિમત ચૂકવવી પડી હતી. ખરેખર લગ્નની ખુશીઓમાં અચાનક દુલ્હાએ દુલ્હન પાસે એવી માંગણી કરી દીધી કે જેને સાંભળીને ત્યાં હાજર રહેલા બધા જ લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ.

ઘણીવાર તમને દહેજ પ્રથાની બાબતોમાં જોવા મળ્યું હશે કે લગ્નમાં અચાનક દિકરાઓનો પક્ષ દિકરીના પરિવાર પાસેથી મોંઘી કાર અથવા તો બંગલો કે રોકડા પૈસાની માંગણી કરતો હોય છે. પરંતુ અહિયાં તો આ વિચિત્ર દુલ્હાની માંગણી તો એટલી વિચિત્ર હતી કે લગ્નમાં હાજર રહેલ તમામ લોકો સામે દુલહનને શરમનો સામનો કરવો પડ્યો હતો. અત્યાર સુધીમાં તમે આવી માંગણી ક્યારેય નહી સાંભળી હોય. હકીકતમાં ફેરા ફરતી વખતે દુલ્હાએ દુલ્હનને અચાનક જ કપડા ઉતારવાની માંગણી કરી નાખી. જેને સાંભળીને કન્યા પક્ષના પરિવારોના હોશ ઊડી ગયાં હતાં.

તમને આ વાંચીને થોડું વિચિત્ર લાગ્યું હશે પરંતુ આ એકદમ સત્ય ઘટના છે. હવે તમે વિચારી રહ્યા હશો કે કોઈ છોકરો આવી ખરાબ માંગણી કઈ રીતે કરી શકે ? તો તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે આ ઘટના ફક્ત એક અફવાહના લીધે બની હતી. આ સંપૂર્ણ મામલો ઉત્તર પ્રદેશના કાનપુર જીલ્લાનો છે. જ્યાં લગ્નના મંડપમાં દિકરા વાળાના પક્ષને કોઈએ જણાવ્યુ કે છોકરીને આત્યંતિક રોગ છે. જેના કારણે તેમણે તે યુવતિનું સત્ય જાણવા માટે તેમને કપડા ઉતારવાનું કહી દીધું. શરીર પર સફેદ ડાઘની પુષ્ટિ માટે કન્યા બનેલ યુવતિએ પોતાના કપડા ઉતારીને સાબિત પણ કરવું પડ્યું.

ખરેખર વર પક્ષના પરિવારને કોઈએ જણાવ્યુ હતું કે તેમની થવા વળી પુત્રવધૂના શરીર પર સફેદ ડાઘ છે. જેના લીધે તેમણે મંડપમાં બેસવાનું સ્વિકાર ના કર્યું અને લગ્ન કરવાની ના પાડી દીધી. આ વાતને લઈને બંને પક્ષોમાં ઘણી જ ચર્ચા થઈ અને જ્યારે આ મામલો વધારે બગડી ગયો તો પોલીસને બોલાવવાની ફરજ પડી. જ્યારે પોલીસ પણ કોઈ રસ્તો ના શોધી શકી તો પંચાયતે કન્યાના કપડા ઉતારીને પોતાને સાચું સાબિત કરવાની તક આપી. ત્યારબાદ યુવતિને બધા જ સંબંધીઓ સામે મજબૂરીમાં કપડા ઉતારવા પડ્યા હતાં.