લગ્નમાં ૭ ફેરા ફરતા સમયે આપવામાં આવે છે આ પવિત્ર વચનો, જાણો તે વચનોનું મહત્વ

Posted by

સાત ફેરા ફર્યા બાદ જ લગ્નને સંપન્ન માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ૭ ફેરાનું ખુબ જ મહત્વ છે અને તેને સપ્તપદી પણ કહેવામાં આવે છે. સપ્તપદી તે સાત વચન હોય છે જેને વર અને વધુ ફેરા દરમિયાન એકબીજાને આપે છે. આ ફેરા દરમ્યાન ૭ વચનોમાંથી અમુક વચન કન્યા પોતાના પતિને આપે છે તો અમુક વચન પતિ પાસેથી માગે છે. આ ૭ વચનોનું પાલન કરવાથી દાંપત્યજીવનમાં ખુશહાલી જળવાઈ રહે છે. તો ચાલો જાણી લઈએ આ ૭ વચનોનું મહત્વ અને તેનો અર્થ.

પહેલું વચન

આ વચન દ્વારા કન્યા પોતાના વરને કહે છે કે જ્યારે પણ તમે કોઈ ધાર્મિક કે તીર્થયાત્રા પર જાઓ તો મને પણ તમારી સાથે લઈને જાઓ. વ્રત-ઉપવાસ કે અન્ય ધર્મ-કર્મ કોઈપણ કાર્ય કરો તો મને પણ પોતાના વામ ભાગમાં અવશ્ય સ્થાન આપવું. જો તમને તે સ્વીકાર્ય હોય તો હું તમારા વામાંગ માં આવવાનું સ્વીકાર કરું છું.

બીજું વચન

કન્યા પોતાના બીજા વચનમાં વર પાસેથી માંગે છે કે તમે મારું સન્માન સદા કરજો. જે રીતે તમે તમારા માતા-પિતાનું સન્માન કરો છો તે પ્રકારે જ મારા માતા પિતાનું પણ સન્માન કરજો. કુટુંબની મર્યાદાનાં અનુસાર ધર્માનુષ્ઠાન કરતા ઈશ્વર ભક્ત બની રહે તો હું તમારા વામાંગ માં આવવાનું સ્વીકાર કરું છું.

ત્રીજુ વચન

ત્રીજા વચનમાં કન્યા વર પાસેથી માંગે છે કે તમે જીવનની ત્રણેય અવસ્થાઓમાં મારું પાલન કરતા રહેશો. જો હા તો હું તમારા વામાંગ માં આવવા માટે તૈયાર છું.

ચોથુ વચન

કન્યા પોતાના ચોથા વચનમાં વરને કહે છે કે અત્યાર સુધી ઘર-પરિવારની ચિંતાથી પૂર્ણ રીતે મુક્ત હતા પરંતુ હવે તમે વિવાહના બંધનમાં બંધાવા જઇ રહ્યા છો. આવનાર સમયમાં પરિવારની સમસ્ત આવશ્યકતાઓની પૂર્તિનું દાયિત્વ તમારું હશે. જો તમે પોતાના પરિવારની જવાબદારી યોગ્ય રીતે નિભાવવાનું વચન આપો છો તો હું તમારા વામાંગ માં આવી શકું છું.

પાંચમું વચન

પાંચમાં વચનમાં કન્યા વર પાસેથી માંગે છે કે આજના પરિપ્રેક્ષ્યમાં અત્યંત મહત્વ રાખે છે. પોતાના ઘરના કાર્યોમાં લેવડદેવડ કરતા સમયે જો તમે મારી પણ સલાહ લેજો. જો તમે તે સ્વીકાર કરો છો તો હું તમારા વામાંગ માં આવવાનું સ્વીકાર કરું છું.

છઠ્ઠુ વચન

કન્યા પોતાના છઠ્ઠા વચનમાં વર પાસેથી વચન માંગે છે કે તમે ક્યારેય પણ મારું અપમાન કરશો નહી. સાથે જ તમે પોતાને જુગાર અને અન્ય દુર્વ્યવહારથી દૂર રાખશો. જો હા તો હું તમારા વામાંગ માં આવવાનું સ્વીકાર કરું છું.

સાતમું વચન

કન્યા અંતિમ વચનમાં કહે છે કે તમે પરસ્ત્રીને માતા અને બહેનની સમાન સમજશો અને આપણા પ્રેમના મધ્યે કોઈને પણ આવવા દેશો નહી. જો તમે આ વચન મને આપો છો તો હું તમારા વામાંગ માં આવવા માટે સ્વીકાર કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *