બોલિવૂડમાં હાલના દિવસોમાં ખૂબ જ ફેમિલી પ્લાનિંગ ચાલી રહી છે. અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, કરીના કપુર-સૈફઅલી ખાન, નેહા કક્કડ-રોહન પ્રીત સિંહ, આ બધા જ સિતારાઓ પોતાના ઘરે નાના મહેમાનની આવવાની તૈયારીઓ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે દિપીકા પાદુકોણ અને રણવીર સિંહની ફેમિલી પ્લાનિંગની ખબરો પણ મીડિયામાં ઉછળી રહી છે. એવું જણાવવામાં આવી રહ્યું હતું કે તે બંને ખૂબ જ જલ્દી બેબી પ્લાન કરી શકે છે, પરંતુ હવે તેને લઈને દિપીકાનો જવાબ આવી ગયો છે.
એક ઇન્ટરવ્યૂમાં દિપીકા પાદુકોણે સ્પષ્ટ જણાવી દીધું છે કે, તે અને રણવીર હાલમાં બાળકને લઈને કોઈ પ્લાનિંગ કરી રહ્યા નથી. તેનું કારણ તેમણે પોતાના અને રણવિરનું ખૂબ જ વ્યસ્ત રહેવું જણાવ્યું છે. તેમણે કહ્યું કે હું અને રણબીર બંને પોતાના કામને લઈને ખુબ જ ગંભીર છીએ. હાલમાં તો અમારી પાસે ખૂબ જ પ્રોજેક્ટ છે અને કામની વ્યસ્તતાને જોતા અમે બેબીની પ્લાનિંગ કરી રહ્યા નથી.
મહત્વપૂર્ણ છે કે દિપીકા અને રણવીરના લગ્નને બે વર્ષ થઇ ચુક્યા છે. તેવામાં તેમના ફેન્સ તેમના બેબીની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દિપીકાએ તે પણ જણાવ્યું કે રણવીરને બાળકો ખૂબ જ પસંદ છે. તેથી આવનારા સમયમાં તે ફેમિલી પ્લાનિંગના વિશે જરૂર વિચારશે, પરંતુ હાલમાં તો તેમણે પોતાના કરિયર પર વધારે ધ્યાન આપવાનું છે.
દિપીકા-રણવીરની જેમ જ બીજા પણ ઘણા કપલ હોય છે, જે ફેમિલી પ્લાનિંગ પહેલા પોતાના કરિયરને મહત્વ આપે છે. તે પહેલા સારી રીતે સેટલ થવા માંગે છે, જોકે સમાજ અને સંબંધીઓ લગ્ન બાદથી જ બાળકોને લઈને તેમના પર પ્રેશર નાખવા લાગે છે. આ દબાણના લીધે તે દ્વિધામાં રહે છે કે બાળકો કરવાનો આ સમય યોગ્ય છે કે નહી. તેવામાં અમે તમને ફેમિલી પ્લાનિંગનો સાચો સમય જણાવવા જઈ રહ્યા છીએ.
ફેમિલી પ્લાનિંગ કરતાં પહેલાં તમારે પોતાને માનસિક રૂપથી તૈયાર કરી લેવા જોઈએ. બાળકોનું પાલન પોષણ કરવું તે ખૂબ જ મોટી જવાબદારી હોય છે. જો બંને પાર્ટનર આ વાતને લઈને વચનબદ્ધ છે તો જ આ દિશામાં આગળ વધવું જોઈએ. બાળકો આવ્યા બાદ ખર્ચાઓ ડબલ થઈ જાય છે. તેવામાં પોતાની આર્થિક સ્થિતિ પર પણ એક નજર નાખવી જોઈએ.
આ એક ખૂબ જ મોટો નિર્ણય હોય છે, જેને તમારે અને તમારા પાર્ટનરને મળીને જ લેવાનો હોય છે તેથી પરિવાર કે સમાજના લોકો શું કહે છે તેના પર ધ્યાન આપવું ના જોઈએ. તેમના દબાણના કારણે પણ વિચાર્યા વગર નિર્ણય ના લેવો જોઈએ. પોતાની પરિસ્થિતિને સમજતા જ તેનો નિર્ણય લેવો ત્યારે જ તમે માતા-પિતા બનીને ખૂબ જ સારી રીતે એન્જોય કરી શકશો.