બોલિવૂડના સિંઘમ કહેવાતા જાણીતા અભિનેતા અજય દેવગન અને તેમની પત્નિ એટલે કે અભિનેત્રી કાજોલે અલગ રહેવાનું નક્કી કરી લીધું છે. હવે બંને અલગ-અલગ રહેશે. આશ્ચર્ય પામશો નહી. અહિયાં છુટાછેડા જેવું કંઈ નથી પરંતુ બંનેએ પોતાની પુત્રી માટે આ નિર્ણય લીધો છે. તો ચાલો જાણીએ આખરે શું છે પૂરો મામલો.
હકીકતમાં કાજોલ અને અજયની પુત્રી ન્યાસા દેવગન સિંગાપુર રહીને અભ્યાસ કરે છે પરંતુ હાલના દિવસોમાં કોરોના વાયરસ મહામારીના કારણે સંકટના વાદળો છવાયેલા છે. જેના કારણે ન્યાસા પાછલા ઘણા દિવસોથી ભારત આવી શકી નથી. જેના લીધે કાજોલ અને અજય દેવગને એવું નક્કી કર્યું છે કે કાજલ પોતાની પુત્રીની પાસે રહેવા માટે સિંગાપુર જશે અને અજય દેવગન મુંબઈમાં રહીને પોતાના પુત્ર યુગની દેખભાળ કરશે.
જોકે કપલ માટે આવું કરવું ખૂબ જ કઠિન હોય છે કારણકે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવે છે. તો આજે અમે તમને આ આર્ટીકલમાં એ વિષય પર વિસ્તારથી જાણકારી આપીશું.
એકબીજાની યાદ આવવી
લવ અને રિલેશનશિપના એક્સપર્ટ્સ કહે છે કે જ્યારે કપલ એકબીજાથી દૂર થાય છે તો કપલની વચ્ચે એક વિચિત્ર લાગણી અનુભવાય છે. આ લાગણી ત્યારે જ આવે છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે ના હોય. કહેવામાં આવે છે કે અમુક દિવસો સુધી તો આ અંતર સહન કરી શકાય છે પરંતુ ત્યારબાદ આ અંતર તમારી અંદર ચીડિયાપણું પેદા કરે છે અને આ ચીડિયાપણું ઘણીવાર ડિપ્રેશનનું પણ રૂપ લઈ લેતું હોય છે. તે કહેવું ખોટું નથી કે જો કપલ એકબીજાથી દૂર રહે છે તો તેમની ખરાબ અસર તેમના સ્વાસ્થ્ય પર પણ પડે છે.
ગેરસમજણ
કપલ જ્યારે દૂર રહે છે તો મિસ કમ્યુનિકેશન સૌથી વધારે હોય છે. જેના કારણે કપલની વચ્ચે ગેરસમજણો ઉભી થવા લાગે છે. તેનાથી ઊલટું જ્યારે કપલ એકબીજાની સાથે રહે છે તો તે પોતાની દરેક વાત શેર કરે છે. જેનાથી તે એકબીજાને ખૂબ જ સારી રીતે સમજી શકે છે. વળી જો લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપ હોય છે તો નિશ્ચિતરૂપથી ગેરસમજણો જન્મ લેતી હોય છે. જેમકે જ્યારે તમારો પાર્ટનર કોઈ કામમાં વ્યસ્ત હોય અને તે તમારી સાથે વાત ના કરી શકતો હોય તો તમને લાગે છે કે તમારો પાર્ટનર તમને ઇગ્નોર કરી રહ્યો છે. આવા વિચારો જ ઝઘડાઓને જન્મ આપે છે.
ઈર્ષા આવવી
ઘણી વખત એવું પણ બને છે કે કામમાં વ્યસ્ત રહેવાના કારણે કપલ મહિનાઓ અને ક્યારેક તો વર્ષો સુધી લોંગ ડિસ્ટન્સમાં રહેતા હોય છે. તેવામાં તે જ્યાં રહેતા હોય છે ત્યાં તેમનું મિત્ર મંડળ વધી જાય છે અને તે ત્યાંની એક્ટિવિટીમાં સામેલ થવા લાગે છે. જેથી કપલ એકબીજા પ્રત્યે ઇનસિક્યોર થવા લાગે છે. જેનાથી મનમાં પાર્ટનર માટે ઈર્ષ્યાની ભાવના પેદા થવા લાગે છે.
એકલતા અનુભવવી
કપલ જ્યારે સાથે રહેતા હોય છે તો તેમના જીવનમાં દરેક નાનામાં નાની ચીજો એકબીજા સાથે જોડાયેલી રહેતી હોય છે. ત્યારબાદ જ્યારે તેમને લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં રહેવું પડે છે તો તેમને જીવનમાં એકલાપણું લાગે છે. ભલે તે પોતાના ગમે તેટલા મિત્રો સાથે જોડાયેલ કેમ ના હોય પરંતુ પોતાનો સાથી પાસે ના હોવાના લીધે તે એકલતા અનુભવવા લાગે છે.
તણાવ
લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં કપલની વચ્ચે તણાવ વધવા લાગે છે અને તેનાથી ઝઘડા પણ થવા લાગે છે. પાર્ટનર વગર બધું જ એકલા સંભાળવું, વાત ના થઇ શકવી અને વધારે કામના લીધે તણાવ વધવા લાગે છે. જેની અસર શારીરિક સ્વાસ્થ્ય પર તો પડે જ છે પરંતુ સાથે જ માનસિક સ્વાસ્થ્ય પણ ખરાબ અસર થવા લાગે છે. જેથી તમારે તેનો સામનો કરવા માટે કોઈ સલાહકારની મદદ લેવી પડે છે.