એશિયાની સૌથી પાવરફુલ બિઝનેસવુમનની વાત કરવામાં આવે તો તેમાં નીતા અંબાણીનું નામ જરૂર આવશે. નીતા અંબાણી એક એવી મહિલા છે, જેમના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. નીતા પોતાની સુંદરતા અને અનોખા અંદાજ માટે ઘણીવાર લાઈમલાઈટમાં રહે છે. નીતા અંબાણી ફક્ત ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની હોવા છતાં પણ નીતા અંબાણીની પોતાની એક અલગ જ ઓળખાણ છે.
હાલમાં જ દાદા-દાદી બનેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણી હાલના દિવસોમાં ફરી એકવાર ચર્ચામાં છે. હકીકતમાં રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણી એશિયાઇ અમીરોની સૂચિમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પર છે. દર વર્ષે આવનારા આંકડાઓનું માનવામાં આવે તો ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિ લગભગ ૫.૬૦ લાખ કરોડની છે.
તેમની આ સફળતાની પાછળ મુકેશ અંબાણીની પત્નિ અને રિલાયન્સ ફાઉન્ડેશનની ફાઉન્ડર અને ચેયરપર્સન નીતા અંબાણીનો પણ હાથ છે. બન્ને એકબીજાનો સાથ નિભાવતા પોતાની જવાબદારીઓને પણ ખૂબ જ સારી રીતે નિભાવે છે પરંતુ બન્નેની આ શ્રેષ્ઠ કેમેસ્ટ્રીને જોઈને ઘણીવાર તેમના ચાહકોનાં દિલમાં એવો સવાલ જરૂર આવે છે કે આ વ્યસ્તતા ભરેલ રૂટિનમાં આ કપલ એકબીજા માટે કેટલો સમય કાઢી શકતા હશે.
એક ઇન્ટરવ્યૂમાં જ્યારે નીતા અંબાણીને પૂછવામાં આવ્યું કે શું તે પણ સામાન્ય કપલની જેમ મુકેશ અંબાણીની સાથે ક્યારેય ડેટ પર ગયેલા છે?. આ સવાલનો જવાબ આપતા નીતા અંબાણીએ કહ્યું હતું અમારા લગ્નને ૩૫ વર્ષથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે અને અમે આજે પણ એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. મુકેશ અંબાણી મારા સૌથી સારા મિત્ર છે. પોતાની અંગત ખુશી એકબીજાની સાથે જ સેલિબ્રેટ કરીએ છીએ. હાલમાં જ મારા જન્મ દિવસના અવસર પર સંપૂર્ણ પરિવાર એકસાથે હોલિડે પર ગયો હતો.
આ ઇન્ટરવ્યુમાં નીતા અંબાણીએ પોતાના અને મુકેશ અંબાણીના જીવનના વિશે બીજી ઘણી વાતો જણાવતા કહ્યું હતું કે અમને બંનેને સ્ટ્રીટ ફૂડ ખૂબ જ પસંદ છે. જ્યારે પણ અમારું મન કરે છે તો અમે ભેળપુરી કે બટાકાપુરી ખાવા માટે નીકળી જઈએ છીએ. તેના સિવાય મુકેશના પ્લાન અચાનક જ બની જતા હોય છે. મુકેશ અચાનક જ આવીને કહી દે છે કે ચાલો બહાર કોફી પીવા જઇએ અને અમે લાઊંજ જઇએ છીએ.
નીતાએ આ ઇન્ટરવ્યુમાં મુકેશ અંબાણીના બીઝી શિડ્યુલનો પણ ઉલ્લેખ કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે તે ઘણીવાર ઘરે મોડા આવે છે, તેમ છતાં પણ તે બંને ડીનર સાથે જ કરે છે. સ્પષ્ટ વાત છે કે નીતા અને મુકેશ અંબાણીની વચ્ચેનો આ પ્રેમ તેમનું બીઝી શિડ્યુલ હોવા છતાં પણ ૩૫ વર્ષોથી સતત જળવાઇ રહેલો છે અને આગળ પણ રહેશે.