લગ્નની બીજી એનિવર્સરી પર પ્રિયંકાએ ખોલ્યું બેડરૂમ સિક્રેટ, કહ્યું, “બેડ પર જતા જ નિક…

પ્રિયંકા ચોપડાને બોલિવૂડમાં ભલે દેશી ગર્લના નામથી જાણવામાં આવતી હોય પરંતુ નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ તે હવે વિદેશી ગર્લ બની ચૂકી છે. જી હા, અમેરિકી પોપ સિંગર નિક ની સાથે પ્રિયંકા હવે વિદેશમાં જ રહે છે. જણાવી દઈએ કે નિક-પ્રિયંકાની જોડી બોલિવૂડની સૌથી સુંદર અને અમીર કપલની લિસ્ટમાં સામેલ છે.

બંને એકબીજા માટે કંઈપણ કરવા માટે તૈયાર રહે છે અને ઘણીવાર બંને ક્વોલિટી ટાઇમ પસાર કરતા પણ જોવા મળ્યાં છે. ફેન્સ પણ નિક-પ્રિયંકાની કેમેસ્ટ્રીને ખૂબ જ પસંદ કરે છે, પરંતુ આ વખતે પ્રિયંકા ચોપડાએ તમામ હદો પાર કરી દીધી છે. તેમણે પોતાના અને પતિ નિકની વચ્ચેની એવી વાતો શેર કરી છે કે જેને સાંભળીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો. ચાલો જાણી લઈએ આખરે પ્રિયંકાએ એવું તે શું કહી દીધું.

પ્રિયંકા ચોપડાખોલ્યા બેડરૂમનાં ટોપ સિક્રેટ…

પ્રિયંકા ચોપડાએ હાલમાં જ પોતાના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “જ્યારે હું સવારે ઉઠું છું તો નિક મારો ચહેરો જોવાનું પસંદ કરે છે, જો હું ક્યારેક એવું કહી દઉં કે થોભો હું જરા મસ્કારા લગાવી લઉં તો નિક કહે છે કે હું તને આવી રીતે જ જોવાનું પસંદ કરું છું, તું આવી રીતે જ સારી લાગે છે. આમ તો એક પતિ-પત્નિની વચ્ચે આવો જ સંબંધ હોવો જોઈએ, જેમાં તે કોઈપણ જાતની શરત વગર એકબીજાને પ્રેમ કરી શકે. પોતાના બેડરૂમ સિક્રેટ જણાવ્યા બાદ પ્રિયંકાએ દરેક યુવકોને એક પરફેક્ટ પતિ બનવા માટે અમુક ટિપ્સ પણ આપી હતી. જે દરેક યુવકોને કામ આવી શકે છે.

જાણો પ્રિયંકા ચોપડાની ટીપ્સ

મહત્વપૂર્ણ છે કે પ્રિયંકા અને નિક બંને પોતાના લગ્નજીવનને ખૂબ જ સારી રીતે મેન્ટેન કરી રહ્યા છે અને એક રૂલ બુકના અનુસાર જ ચાલે છે. આ જ કારણ છે કે બંનેનો સંબંધ ખૂબ જ સુંદર લાગે છે. પ્રિયંકા કહે છે કે એક પતિ-પત્નિના સંબંધમાં કોઈપણ જાતની શરત વગર પ્રેમ હોવો ખુબ જરૂરી છે. તેમની આગળ તે જણાવે છે કે અમે બંને એકબીજા પ્રત્યે ખૂબ જ ઈમાનદાર છીએ અને અમને બંનેને પોતાના પ્રેમ પર વિશ્વાસ પણ છે. તે કહે છે કે અમે આવનારા સમયમાં પણ એકબીજાની સાથે આ રીતે જ રહીશું અને પ્રામાણિકતા પણ જાળવીશું.

પ્રિયંકા ટિપ્સ જણાવતાં આગળ કહે છે કે પ્રેમના સંબંધમાં પ્રામાણિક હોવું ખુબ જ જરૂરી હોય છે. જો યુવકો અને યુવતીઓ એકબીજા પર વિશ્વાસ નહી કરે અને પ્રામાણિક રહેશે નહી તો તેમનો પ્રેમ ક્યારેય પણ આગળ વધી શકશે નહી. પ્રિયંકા કહે છે કે એક સારા પતિ બનવા માંગતા હોય તો પોતાની પત્નિથી કોઇપણ વાત છુપાવશો નહી. જો તમે વાત છૂપાવવા લાગશો તો તમારા બંનેની વચ્ચે વિશ્વાસ ઓછો થતો જશે અને એક સમય એવો આવશે જ્યારે તમે બંને એકબીજાને નફરત કરવા લાગશો.

પ્રિયંકાએ જણાવ્યું કે મુસીબતના સમયમાં હંમેશા પત્નિ જ મદદ કરતી હોય છે, તેથી એક પતિ તરીકે તે જરૂરી છે કે પોતાની પત્નિ માટે પ્રામાણિક રહો. પ્રિયંકા ચોપડા જણાવે છે કે અમે એક રૂલ બુકના હિસાબથી ચાલીએ છીએ અને તે રૂલ બુકમાં એક નિયમ એવો પણ છે કે અમે બંને એકબીજાથી એક કે બે સપ્તાહથી વધારે દૂર રહી શકતા નથી. તે કહે છે કે આ નિયમ દરેક કપલ માટે જરૂરી છે. પ્રિયંકા જણાવે છે કે એક સારા જીવન સાથી બનવું ખૂબ જ મુશ્કેલ કામ છે. તે દરેક વ્યક્તિ માટે સરળ નથી. જોકે દરેક લોકો કોશિશ કરે તો તે મુશ્કેલ પણ નથી. જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ પોતાના લગ્નની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. બંનેએ ૨ ડિસેમ્બર ૨૦૧૮નાં રોજ લગ્ન કર્યા હતા.