લગ્નની એક રાત પહેલા યુવતીઓના મનમાં આવે છે આવા વિચારો

લગ્નનું બંધન એક યુવક અને યુવતી બંને માટે ખૂબ જ અલગ હોય છે. જો કે યુવતીઓ માટે વધારે મુશ્કેલ એટલા માટે હોય છે કારણ કે તે પોતાનું ઘર, પરિવાર, સંબંધો બધું જ છોડીને એક એવા વ્યક્તિના ઘરે જાય છે જેમના વિશે તે વધારે કશું જાણતી પણ નથી. તેમના મનમાં લગ્નની એક રાત પહેલા ઘણા સવાલો ફરવા લાગે છે. જેના લીધે તે ગભરાવવા લાગે છે. અમુક સવાલો દુલ્હનને એટલા પરેશાન કરતા હોય છે કે તે નર્વસ થઇને બેભાન પણ થઈ જાય છે. તમને જણાવી દઈએ કઈ છે તે વાતો જે યુવતીઓને પરેશાન કરે છે. જ્યારે તમે જાણશો ત્યારે જ તમે તેમનો ઉકેલ કાઢી શકશો.

ઉતાવળ તો નથી કરી ને

લગ્ન એક એવું બંધન છે જેને લઇને યુવતીઓનાં મનમાં હંમેશા ડર હોય છે. યુવતીઓને એવું લાગે છે કે ક્યાંક તેમણે લગ્ન માટે ઉતાવળ તો કરી નથી ને. આવો વિચાર તેમને કોઈપણ ઉંમરમાં આવી શકે છે. હકીકતમાં યુવતીઓની અપેક્ષા કંઈક વધારે જ હોય છે. તેમના મનમાં દરેક સમયે નવા નવા વિચાર આવતા રહે છે. તેમને એવું લાગે છે કે એ જેમની સાથે લગ્ન કરવા જઈ રહી છે તે તેમના સપના પૂરા કરી શકશે કે નહી. તેમને એવું લાગે છે કે જો તેમણે થોડી વધારે રાહ જોઈ હોત તો તેમને સારો અને એવો જ યુવક મળત જેવી તેમની ઇચ્છા હતી.

કેવા હશે સાસરિયા પક્ષનાં લોકો

દરેક યુવતી માટે સાસરું તેમના જીવનની સૌથી મોટી હકીકત હોય છે. પોતાના માતા-પિતા અને ભાઈ બહેનની સાથે મોટા થઈને કોઈ બીજા ઘરમાં એડજેસ્ટ થવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. યુવતીઓને નાનપણથી જ સાસરિયાને એક ડરામણી જગ્યા બતાવવામાં આવે છે, જેનાથી તેના મનમાં સાસરીયા અને સાસુને લઈને ડર બેસી જતો હોય છે. તેમને લાગે છે કે તેમની સાસુ તેમની સ્વીકારશે નહી અને સાસરિયામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

પતિ

આ એક વ્યક્તિના નામ પર એક યુવતી પોતાના જીવનનો એક મોટો નિર્ણય કરીને આવે છે. તેમના મનમાં વિચાર આવે છે કે જે તેમનો પતિ છે તે તેમના માટે કેવો હશે. ભલે પછી તે લવ મેરેજ કેમ ના હોય પરંતુ એક બોયફ્રેન્ડ અને એક પતિમાં ઘણો ફરક હોય છે. યુવતીઓના મનમાં પતિને લઈને પણ ઘણા પ્રકારની વાતો ચાલતી રહે છે. સાસરિયામાં તેમની સૌથી નજીક તેમને પતિ જ લાગતો હોય છે. તેવામાં તે પતિની સાથે સારા સંબંધો અને બીજું ઘણું બધું વિચારવા લાગે છે.

લગ્નનો ખર્ચ

લગ્ન સમયે જે રીતે સુશોભન અને ખર્ચ થાય છે તે એક યુવતીથી છુપાયેલું રહેતું નથી. તે જુએ છે કે કઈ રીતે તેમના પિતા અને તેમના પરિવારના લોકો તેમના લગ્ન માટે બધા જ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે. આ ચીજોને લઈને પણ તે ખૂબ જ પરેશાન રહે છે. તેમને એવું લાગે છે કે આ ખર્ચાઓને લીધે તે પોતાના પિતા પર બોજ બની રહી છે. તેમને એવું લાગે છે કે ક્યાંક તેમના પાપાએ તેમની ખુશી માટે પોતાના બજેટથી વધારે ખર્ચો તો નથી કરી દીધો ને. આવા જ અમુક સવાલો યુવતીના મનમાં લગ્ન પહેલા આવતા હોય છે અને આ સવાલોને લઈને તે ગભરાતી રહે છે.