લગ્નની વાત નક્કી કરતા પહેલા સ્પષ્ટ કરી લો આ ૫ વાતો, નહિતર આવશે પછી ફક્ત પછતાવવાનો વારો

લગ્ન કરવા એ જીવનનો ખુબ જ મોટો નિર્ણય હોય છે. તેથી જ્યારે પણ તમે તમારા માટે જીવનસાથી શોધી રહ્યા હોય તો ખૂબ જ સાવધાની રાખવી પડે છે. તમારી એક નાની ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે. લગ્ન પછી કોઈ સમસ્યા ના આવે તેના માટે આપણે અમુક જરૂરી વાતો લગ્ન પહેલાં જ સ્પષ્ટ કરી લેવી જોઇએ. આ કામમાં તમારી સહાયતા માટે અમે તમને ૫ એવી મહત્વપૂર્ણ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. જેમના પર તમારે સામેવાળા પક્ષ સાથે સ્પષ્ટ વાત કરી લેવી જોઇએ. ત્યારબાદ કંઈપણ મૂંઝવણ નહીં થાય અને સંબંધોમાં તિરાડ પણ નહી પડી શકે.

સંમતિ

લગ્ન પહેલા યુવક અને યુવતી બનેએ સ્પષ્ટ કરી લેવું જોઈએ કે તે ખરેખર આ લગ્ન કરવા માંગે છે કે નહી. ક્યાંક એવું તો નથી ને કે તેમના પરિવારના લોકોના દબાણમાં આવીને તે લગ્ન કરી રહ્યા હોય. જો એવું હોય તો લગ્ન પહેલા કે પછી તમારો સંબંધ બગડવાની શક્યતા વધી જાય છે.

લેતી-દેતી

દહેજ લેવું અને આપવું તે બંને ભારતમાં કાયદા વિરુદ્ધ માનવામાં આવે છે. તેથી આ વાત લગ્ન પહેલા એકદમ સ્પષ્ટ કરી લો. ખાસ કરીને છોકરીઓ વાળા એ જાણી લે કે છોકરા વાળાઓની કોઈ ખાસ માંગણી તો નથી ને. દહેજ સિવાય પણ અન્ય વસ્તુઓની લેતી-દેતી જેમકે કપડાં આપવા અથવા તો કોઈ અન્ય સામાન આપવા જેવી વાતો પણ સ્પષ્ટ કરી લો.

લગ્નની વાત

લગ્નમાં ખૂબ જ પૈસા ખર્ચ થાય છે. જો તમારી પાસે એટલી મૂડી ના હોય તો પૈસાનો બગાડ કરવો નહીં. સામેવાળા પક્ષ સાથે પહેલાથી જ સ્પષ્ટ વાત કરી લો કે તમે લગ્ન ધામધૂમથી કરવા માંગો છો કે સાદાઈ પૂર્વક. તે પછી સામૂહિક લગ્ન અને કોર્ટ મેરેજ પણ એક ઓપ્શનમાં છે.

અભ્યાસ અને નોકરી

લગ્ન પહેલા તમે છોકરાની નોકરી અને એજ્યુકેશન સાથે સંબંધિત ડોક્યુમેન્ટ્સ પણ જરૂર તપાસી લો. તે કઈ કંપનીમાં નોકરી કરે છે. તેમણે જે આવક જણાવી છે તે સાચી છે કે ખોટી વગેરે પણ જાણી લો. બીજી તરફ છોકરી વાળાઓ તે વાત પણ સ્પષ્ટ કરી લે કે તમારી દીકરી લગ્ન પછી અભ્યાસ કે નોકરી કરવા માંગે તો સાસરીયા વાળાઓને કોઈ તકલીફ થવી ના જોઈએ. છોકરો અને છોકરીની નોકરીને લઈને બંનેનું શહેર પણ ક્યું હશે તે વાત પણ પહેલા સ્પષ્ટ કરી લો. ઘણીવાર અલગ-અલગ શહેરમાં નોકરી હોવાના કારણે સંબંધ અને કરિયર બંને ખરાબ થઈ શકે છે.

કામ અને વ્યવહાર

જો તમારા ઘરમાં તમારી માતા થી કામ થઈ શકતું ન હોય તો તમે લગ્ન કરતા પહેલા તે વાત પણ સ્પષ્ટ કરી લો કે છોકરીને શું શું કામ કરતા આવડે છે અને તે લગ્ન પછી કોઈ કામ કરવાની મનાઈ તો નહીં કરે ને. તેની સાથે જ યુવક અને યુવતીના વ્યવહારની તપાસ પણ લગ્ન પહેલા કરી લેવી જોઇએ.