લગ્ન પહેલાં જ ગર્ભવતી થઈ ગઈ હતી બોલીવુડની આ અભિનેત્રી, સાત ફેરા ફર્યા બાદ પતિને આપ્યા હતા છૂટાછેડા

બોલિવૂડમાં આમ તો ઘણી અભિનેત્રીઓ આવે છે અને જતી પણ રહે છે પરંતુ તેમાંથી અમુક અભિનેત્રીઓ એવી હોય છે, જે પોતાના અભિનયની છાપ છોડીને જાય છે. કોંકણા સેન પણ તે જ અભિનેત્રીઓમાંથી એક છે. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ભલે ઓછી ફિલ્મો કરી હોય પરંતુ જેટલી પણ કરી છે તેમાં ખૂબ જ સારો અભિનય કર્યો છે.

કોંકણા સેન ફિલ્મોથી વધારે પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહી છે. થોડા સમય પહેલાં જ તેમણે પોતાનો ૪૧ મો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. તેવામાં અમે તેમના જીવન સાથે જોડાયેલી અમુક વાતો તમને જણાવવા જઇ રહ્યા છીએ. કોંકણા એ પોતાના જીવનમાં ઘણા એવા નિર્ણયો કર્યા હતા કે જેના લીધે જનતાની વચ્ચે તેમની છબી બદલાઈ ગઈ.

કોંકણા એ બાળ કલાકારના રૂપમાં જ પોતાનું કરિયર સ્ટાર્ટ કરી દીધું હતું. તે સૌથી પહેલા વર્ષ ૧૯૮૩માં આવેલી બંગાળી ફિલ્મ “ઇન્દિરા” માં નજર આવી હતી. મોટી થયા બાદ તેમણે બંગાળી ફિલ્મ “એક જે આછે કન્યા” થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. અહીંયા તેમના કામની ખુબ જ પ્રશંસા થઇ હતી. ત્યારબાદ તે વર્ષ ૨૦૦૨માં ઋતુપર્ણો ઘોષની “તિતલી” ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમના અભિનય એ દર્શકોનું મન મોહી લીધું હતું.

કોંકણા એ વર્ષ ૨૦૧૦માં રણવીર શૌરી સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત “આજા નચ લે” ફિલ્મનાં સેટ પર થઈ હતી. અહીંયા જ બંનેની વચ્ચે પ્રેમનું બીજ રોપાયું હતું. પરિસ્થિતિ એ હતી કે કોંકણા લગ્ન પહેલાં જ પ્રેગનેન્ટ થઇ ગઇ હતી. તેવામાં તેમણે રણવીર શૌરી સાથે ફટાફટ લગ્ન કરી લીધા.

આ લગ્નના થોડા મહિના બાદ જ કોંકણા અને રણવીરનાં દિકરા હારુન નો જન્મ થયો હતો. જોકે ત્યારબાદ તેમના લગ્નમાં મુશ્કેલીઓ આવવા લાગી. લગ્નના થોડા જ વર્ષો થયા હતા કે કોંકણા એ ફરીથી ઓનસ્ક્રિન બોલ્ડ સીન આપવાનું શરૂ કરી દીધું હતું. જોતજોતામાં જ ૨૦૧૫માં કોંકણા અને રણવીર એકબીજાથી અલગ થઈ ગયા. આ વાતની જાણકારી ખુદ કોંકણા એ પોતાના સોશિયલ મીડિયા પર કરી હતી.

અલગ થયાના લગભગ ૫ વર્ષ બાદ બંનેના આધિકારિક રૂપથી છૂટાછેડા પણ થઈ ગયા. છુટાછેડા બાદ દિકરો કોંકણાને સોંપવામાં આવ્યો. જોકે કોંકણા સેન પોતાના દિકરાની સાથે અલગ રહે છે. વળી રણવીર શૌરી પણ પોતાની ફિલ્મો અને વેબ સીરીઝની શૂટિંગમાં વ્યસ્ત છે.