લગ્ન થતાં જ લપસી ગઈ આદિત્ય નારાયણની જીભ, પત્નિને આપી દીધી ધમકી, વીડિયો થયો વાયરલ

હિન્દી સિનેમાના દિગ્ગજ અને મશહૂર ગાયક ઉદીત નારાયણનાં દિકરા આદિત્ય નારાયણ એ પોતાના પિતાના ૬૫માં જન્મદિવસના અવસર પર ૧ ડિસેમ્બરના રોજ પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. લગ્નના પહેલા પણ આ કપલ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું જ્યારે હવે લગ્ન પછી પણ આદિત્ય અને શ્વેતા સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

આદિત્ય નારાયણ એ ૧ ડિસેમ્બરનાં રોજ પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા સાથે મંદિરમાં સગાઈ કરી હતી. કોરોના મહામારીનાં નિયમોને ધ્યાનમાં રાખીને આ વિવાહ સમારોહમાં ઘર-પરિવારના અને અમુક નજીકના લોકો જ સામેલ થઈ શક્યા હતા. આદિત્ય અને શ્વેતાની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. વળી હવે હાલમાં જ એક મજેદાર વિડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં નવ-વિવાહિત કપલની વચ્ચે પ્રેમભરી તકરાર જોવા મળી રહી છે. આદિત્યના એક ફેન પેજ દ્વારા આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, શ્વેતા અગ્રવાલ પોતાના સાસરિયામાં પોતાના પરિવારની વચ્ચે હાજર છે. તે પોતાની સાસુ દિપા નારાયણની પાસે ઉભેલી છે અને રસોઈ બનાવતી નજર આવી રહી છે. વળી આસપાસ પરિવારના લોકો પણ હાજર છે અને તેમની નજીક આદિત્ય નારાયણ પણ ઉભા જોવા મળી રહ્યા છે. હસી-ખુશીના આ વાતાવરણમાં આદિત્ય પોતાની પત્નિ શ્વેતાને કંઇક કહીને આ વાતાવરણને વધારે ખુશનુમાં બનાવી દે છે.

પોતાની સાસુ દિપા નારાયણની સાથે રસોઈ બનાવતા નજર આવી રહેલી શ્વેતા અગ્રવાલ સાથે પતિ મજાકનાં અંદાજમાં પોતાના અવાજને બદલીને કહે છે કે તેમાં કંઇક કસર બાકી રહેવી ના જોઈએ. તેના પર એક મહિલા તેમને પૂછે છે કે શું ના હોવી જોઈએ. તેનો જવાબ આપતા આદિત્ય કહે છે કે તેમાં કોઇ કસર બાકી રહેવી ના જોઈએ નહીંતર તમારા સાસરિયામાં જાવ.

આદિત્ય અહીયા ભૂલ કરી બેસે છે અને બધા જ હસવા લાગે છે. આદિત્ય મજાકનાં અંદાજમાં આગળ ભૂલ સુધારતા કહે છે કે, “જાઓ પોતાના પિયર વાળા પાસે”. તેના પર શ્વેતા હસતા-હસતા કહે છે કે, “શું બોલી રહ્યા છો આ”. અને તે પણ હસવા લાગે છે. તેની સાથે જ ત્યાં હાજર રહેલા બધા જ લોકો પણ હસવા લાગે છે.

અહીંયા જુઓ વિડિયો

મંદિરમાં લીધા હતા સાત ફેરા

જણાવી દઈએ કે શ્વેતા અને આદિત્ય બંને એકબીજાને લગભગ ૧૧ વર્ષોથી જાણે છે. મિત્રતા બાદ બંનેનો સંબંધ પ્રેમમાં બદલાઇ ગયો અને ત્યારબાદ બંનેએ આ સંબંધમાં વધારે આગળ વધતાં તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો, જ્યાં ૧ ડિસેમ્બરનાં રોજ બંને મંદિરમાં સાત ફેરા ફર્યા હતાં.

કોરોનાના લીધે આ લગ્ન મંદિરમાં સંપન્ન થયા ત્યારબાદ બન્નેના લગ્નનું એક રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું. જેમાં સુપરસ્ટાર ગોવિંદા, કોમેડિયન ભારતી અને તેમના પતિ હર્ષ લીમ્બાચીયા સહિત ઘણા લોકો સામેલ થયા હતા.