લાખો કરોડો રૂપિયામાં છે આ બોલિવૂડ અભિનેત્રીઓના મંગળસૂત્રની કિંમત, એટલામાં આવી જાય 4 BHK ફ્લેટ

Posted by

બોલીવુડ સિતારાઓને મોંઘી મોંઘી ચીજોનો ખુબ જ શોખ હોય છે. ખાસ કરીને બોલિવૂડની હિરોઈનોને સામાન્ય મહિલાઓની જેમ ઘરેણાનો ખુબ જ શોખ હોય છે. બોલિવૂડ અભિનેત્રીઓની એન્ગેજમેન્ટ રીંગથી લઈને મંગળસૂત્ર સુધીની કિંમત લાખોમાં હોય છે. પાછલા વર્ષોમાં ઘણી મશહૂર અભિનેત્રીઓએ લગ્ન કર્યા છે. દિપીકા, સોનમ, પ્રિયંકાથી લઈને અનુષ્કા સુધીની અભિનેત્રીઓએ લગ્ન કર્યા છે. તેવામાં આ અભિનેત્રીઓએ પોતાના માટે ખૂબ જ મોંઘા મંગળસૂત્ર બનાવ્યા છે. બોલિવૂડમાં અમુક અભિનેત્રીઓ એવી રહેલી છે, જેમના મંગળસૂત્રની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે. જેટલા મોંઘા અભિનેત્રીઓના મંગળસૂત્ર છે એટલામાં તો એક સામાન્ય માણસ બે બેડરૂમનો ફ્લેટ આરામથી ખરીદી શકે છે.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ એ વર્ષ ૨૦૧૮ માં ઇટલીના લેક કોમોમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહની સાથે લગ્ન કર્યા હતાં. આ ભવ્ય લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતાં. લગ્ન બાદ દિપીકા જે મંગળસૂત્રમાં નજર આવી હતી, તેની કિંમત ૨૦ લાખ રૂપિયા જણાવવામાં આવે છે.

અનુષ્કા શર્મા

દિપીકા-રણવીરની જેમ જ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનાં લગ્ન પણ વર્ષ ૨૦૧૭માં ઇટલીના લેક કોમોમાં સંપન્ન થયા હતા. વિરાટ એ અનુષ્કાને ડાયમંડ મંગળસૂત્ર પહેરાવ્યું હતું. મીડિયા રિપોર્ટનાં અનુસાર તેમની કિંમત ૫૨ લાખ રૂપિયા હતી.

ઐશ્વર્યા રાય

વર્ષ ૨૦૦૭માં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતાં. તે આ વર્ષના સૌથી મશહુર લગ્ન રહ્યા હતાં. ઐશ્વર્યા રાયએ જ્યાં પોતાના લગ્નમાં ૭૫ લાખની સાડી પહેરી હતી તો વળી તેમના ડાયમંડ લગાવેલ મંગળસૂત્રની કિંમત ૪૫ લાખ રૂપિયા હતી. પહેલા ઐશ્વર્યાનું આ મંગળસૂત્ર લાંબુ હતું પરંતુ હવે તેમણે તેને ટૂંકું કરાવી નાખ્યું છે.

શિલ્પા શેટ્ટી

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને મશહૂર બિઝનેસમેન રાજ કુંદ્રા ના લગ્ન વર્ષ ૨૦૦૯માં થયા હતાં. રાજ એ શિલ્પાને ખૂબ જ મોંઘું મંગળસૂત્ર પહેરાવ્યું હતું. રિપોર્ટનું માનીએ તો શિલ્પાના મંગળસૂત્રની કિંમત ૩૦ લાખ રૂપિયા છે. શિલ્પા ઘણીવાર પોતાના મંગળસૂત્રને હાથમાં બ્રેસલેટની જેમ પણ પહેરે છે.

માધુરી દીક્ષિત

બોલીવુડની ધક-ધક ગર્લ એ અમેરિકાના મશહૂર સર્જન ડોક્ટર શ્રીરામ નેને સાથે વર્ષ ૧૯૯૯માં લગ્ન કર્યા હતાં. માધુરીએ પોતાના ડ્રીમ મેન સાથે લગ્ન કરીને ઘણા લોકોનું દિલ તોડ્યું હતું. લગ્ન બાદ માધુરી યુ.એસ સ્વીફ્ટ થઈ ગઈ હતી. જોકે હવે તે પોતાના પરિવારની સાથે ભારત આવીને રહેવા લાગી છે. ખબરોનાં અનુસાર માધુરીનું મંગળસૂત્ર ૮.૫ લાખ રૂપિયાનું છે.

સોનમ કપૂર

સોનમ કપૂરે વર્ષ ૨૦૧૮માં પોતાના લોંગ ટર્મ બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતાં. ડિઝાઇનર ઉષિતા રાવતાનીએ સોનમના મંગળસૂત્રને એ રીતે ડિઝાઈન કર્યું હતું કે જેના લીધે સોનમ તેને દરેક ડ્રેસ પર પહેરી શકે. સોનાનું મંગળસૂત્ર સિમ્પલ હોવાની સાથે સાથે ખૂબ જ ક્લાસી પણ છે. જોકે આ મંગળસૂત્ર કેટલી કિંમતનું હતું, એ વાતનો ખુલાસો હજુ સુધી થઈ શક્યો નથી.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસનાં લગ્ન ૨૦૧૮માં થયા હતાં. બંનેએ જયપુરના ઉમેદ ભવનમાં ભવ્ય લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ પ્રિયંકાએ સબ્યા સાચી હેરિટેજ જ્વેલરી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ એક ખુબ જ સુંદર મંગળસૂત્ર પહેર્યું હતું. પ્રિયંકાનું મંગળસૂત્ર ખૂબ જ એલિગેંટ હતું અને મહિલાઓની વચ્ચે ખૂબ જ ફેમસ થયું હતું. આ મંગળસૂત્રની કિંમત ૫૨ લાખ રૂપિયા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *