ઘણા લોકો હોય છે જે શરીરને ફિટ રાખવાની ઈચ્છા રાખતા હોય છે. પરંતુ જીમ જોઇન કર્યા બાદ પણ શરીરને ફિટ રાખવામા તે સફળ થઈ શકતા નથી અને નિરાશ થઈને જીમ છોડી દેતા હોય છે. જો તમે એ લોકોમાથી જ છો તો આર્ટીકલ જરૂર વાંચો. કારણકે આજે આ આર્ટીકલ દ્વારા અમે તમને વજનમાં ઘટાડો કરવાથી જોડાયેલ એક એવી વાત જણાવવા જઇ રહ્યા છીએ. જેને વાંચ્યા બાદ તમને વજન ઘટાડવાની પ્રેરણા મળશે અને તમે પણ એક તંદુરસ્ત શરીર આસાનીથી મેળવી શકશો.
રાજસ્થાનના સિરોહીમાં રહેવાવાળા આદિત્ય તે લાખો લોકો માટે પ્રેરણારૂપ છે. જે લોકો પોતાનો વજન ઘટાડવાની ઈચ્છા રાખે છે. આદિત્ય થોડા વર્ષો પહેલા ખૂબ જ જાડા લાગતાં હતા અને વધારે વજનના લીધે ખૂબ જ પરેશાન રહેતા હતાં. આદિત્યની જેમ જ તેમની પત્નિ ગાયત્રી શર્માનો પણ વજન ખૂબ જ વધારે હતો અને તે પણ પોતાના વજનના લીધે દુખી રહેતી હતી.
વ્હોટ્સએપની મદદથી મળી વજન ઘટાડવાની પ્રેરણા
પોતાનો વજન ઘટાડવા માટે આદિત્ય અને તેમની પત્નિએ એક દિવસ વ્હોટ્સએપ પર ફિટનેસ એડવાઈઝ દેનાર એક ગ્રુપને જોઇન કર્યું અને આ ગ્રુપને જોઇન કર્યા બાદ આ બંનેનું જીવન એકદમથી જ બદલાઈ ગયું અને તેમને વજન ઘટાડવાની પ્રેરણા મળી. આદિત્યના અનુસાર એક દિવસ તેમને વ્હોટ્સએપ પર એક ફિટનેસ એડવાઇઝ ગ્રુપ વિશે જાણવા મળ્યું અને તેમણે આ ગ્રુપને જોઇન કરી લીધુ. આ ગ્રુપને જોઇન કર્યા બાદ તેમને વજન ઘટાડવા સાથે જોડાયેલ ઘણી સલાહ મળી અને આ સલાહો પર તેમણે અને તેમની પત્નિએ અમલ શરૂ કર્યો. ત્યારબાદ તેમણે પોતાના શહેરનું એક જીમ જોઇન કર્યું અને જીમ જોઇન કર્યાના ૬ મહિના પછી આદિત્યએ પોતાનો ૨૦ કિલો વજન ઘટાડયો અને તેમની પત્નીએ ૪ મહિનામાં ૧૦ કિલો સુધીના વજનમાં ઘટાડો કર્યો.
ખોલ્યું પોતાનું જીમ
આદિત્ય અનુસાર તેમણે વર્ષ ૨૦૧૫ માં વજન ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ તેમણે એક જીમ જોઇન કર્યું હતું. જીમમાં આદિત્ય રોજ ૨ કલાક કસરત કરતાં હતાં. કસરતની સાથે સાથે પોતાના ડાયટ પ્લાન પર પણ વિશેષ ધ્યાન આપતા હતાં. નિયમિત રૂપથી કસરત કરવાના કારણે તેમના વજનમાં ધીમે ધીમે ઘટાડો થવા લાગ્યો અને આજે તેમણે એક તંદુરસ્ત શરીર મેળવી લીધું છે. વજનમાં ઘટાડો કર્યા બાદ આદિત્યએ પોતાનું એક જીમ પણ ખોલી નાખ્યું અને આ જીમમાં તે પોતે જ ફિટનેસ કોચ બનીને ઘણા એવા લોકોની મદદ કરે છે જે વધારે વજનના કારણે પરેશાન છે.
આ રીતે ઉતારો વજન
આદિત્યનું માનવું છે કે વજન ઘટાડવો ખૂબ જ સરળ કામ છે. તમે બસ એક સારો ડાયટ પ્લાનનું પાલન કરો અને ડ્રિંક, જંક ફૂડ અને સીગરેટ પીવાનું સંપૂર્ણ રીતે છોડી દો. વજન ઘટાડવા માટે તમે સૌથી પહેલા તો પોતાનું એક લક્ષ્ય બનાવો અને એક સારા જીમને જોઇન કરો. જીમ જોઇન કર્યા બાદ પોતાના શરીર પ્રમાણે ડાયટ પ્લાન તૈયાર કરો અને પ્રોટીન જરૂર લો. જો તમે રોજ જિમમાં બે કલાક સુધી યોગ્ય રીતે કસરત કરો છો તો તમારો વજન ખુબ જ સરળ રીતે ઘટવા લાગશે. વજન ઘટાડવા માટે તમે બૈક-બાયસેપ, ચેસ્ટ-ટ્રાઇશેપ, શોલ્ડર, કમ્પાઉન્ડ લિફ્ટ, સ્ક્વાટ્સ, ડેડ લિફ્ટ અને વેટ ટ્રેનીંગ કર્યા કરો. આ કસરતો કરવાથી વજન ઘટવા લાગશે અને તમને એક તંદુરસ્ત શરીર મળી જશે.