લાખોમાં છે આ મશહૂર હસ્તીઓની એક મિનિટની કમાણી, નંબર ૭ ની કમાણી જાણીને હેરાન રહી જશો

ભારત દેશમાં અમીર લોકોની કમી નથી. અહીંયા એક થી એક અમીર લોકો છે. મુકેશ અંબાણીથી લઈને શાહરુખ ખાનની પાસે ધનની ખાણ છે. જોકે એ વાતમાં કોઈ બે મત નથી કે અહીંયા સુધી પહોંચવા માટે તે લોકોએ પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. સખત સંઘર્ષ કર્યા બાદ તે આજે આ સ્થાન પર પહોંચ્યા છે. આજે જેટલી પણ ધન-દોલત અને એશો-આરામ તેમની પાસે છે હકીકતમાં તે તેમના હકદાર પણ છે. આજે તેમની પાસે કોઇ ચીજની કમી નથી.

મોટા લોકોની એક-એક મિનિટ તેમના માટે કિંમતી હોય છે. તેમની એક મિનિટની કિંમત પણ કરોડોમાં હોય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે અમે તમને આ બધું શા માટે જણાવી રહ્યા છીએ. હકીકતમાં આજની આ પોસ્ટમાં અમે તમને અમુક એવી મશહૂર હસ્તીઓની વિશે જણાવીશું જેમની એક મિનિટની કમાણી કરોડોમાં છે. તમને જ્યારે તેમની એક મિનિટની કમાણીની જાણ થશે તો તમે આશ્ચર્યમાં પડી જશો.

મહેન્દ્ર સિંહ ધોની

ભારતીય ટીમના કેપ્ટન રહી ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોનીની એક મિનિટની કમાણી ખૂબ જ વધારે છે. ક્રિકેટ અને એડવર્ટાઇઝથી કરેલી કમાણીના અનુસાર તેમની એક મિનિટની કમાણી ૧૨૧૩ રૂપિયા છે.

વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પણ કમાણી ખૂબ જ વધારે છે. તેમણે કમાણીના મામલામાં બધા ક્રિકેટર્સને પાછળ છોડી દીધા છે. તેમની એક મિનિટની કમાણી ૧૯૧૬ રૂપિયા છે.

શાહરુખ ખાન

બોલિવુડના કિંગખાન એટલે કે શાહરુખ ખાન દુનિયાના સૌથી અમીર એક્ટરની લિસ્ટમાં નંબર ૨ પર આવે છે. તેમની એક મિનિટની કમાણી ૩243 રૂપિયા છે.

સલમાન ખાન

વળી સલમાન ખાનની એક મિનિટની કમાણી શાહરુખ ખાનથી પણ વધારે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે સલમાન એક મિનિટમાં ૪૪૩૯ રૂપિયા કમાય છે. જણાવી દઈએ કે ફોર્બ્સ મેગેઝિને પણ સલમાનને સૌથી વધારે કમાણી કરનાર એક્ટર ઘોષિત કરેલ છે.

આમિરખાન

બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિષ્ટ આમિરખાનની ફિલ્મો સૌથી વધારે કમાણી કરતી હોય છે પરંતુ તેમની એક મિનિટની કમાણી ૧૩૦૮ રૂપિયા છે.

અક્ષય કુમાર

બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર પોતાની સુપરહિટ ફિલ્મો માટે જાણીતા છે. તેમની એક મિનિટની કમાણી ૧૮૬૯ રૂપિયા છે.

મુકેશ અંબાણી

અંબાણી પરિવારનું નામ દુનિયાના સૌથી મશહૂર અને અમીર ઉદ્યોગપતિઓમાં આવે છે. પોતાની મહેનતના દમ પર અંબાણી પરિવારે દુનિયાભરમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મુકેશ અંબાણી એક મિનિટમાં ૧.૪ લાખથી લઈને ૨.૩ લાખ રૂપિયા કમાય છે.