લાખોમાં માત્ર એક બુદ્ધિશાળી વ્યક્તિ જ કાઢી શકે છે બચવાનો રસ્તો, શું તમે તેમાં આવો છો, દોડાવો તમારું મગજ

Posted by

જીવન જેટલું સુંદર છે, તેમા એટલી જ મુશ્કેલીઓ પણ છે પરંતુ મુશ્કેલીઓમાંથી પાર થઈને જે આનંદ વ્યક્તિને થાય છે, તેનાથી વધારે કોઈ બીજી ખુશી દુનિયામાં હોતી નથી. લોકોની સામે હંમેશાં કંઈક ને કંઈક મુસીબત આવતી રહે છે. તેવામાં જ્યારે પણ વ્યક્તિ તેનું સમાધાન કાઢે છે તો તે તેની બુદ્ધિનો પરિચય હોય છે કારણ કે જ્યારે વિષમ પરિસ્થિતિઓ આવે છે તો બુદ્ધિ શૂન્ય થઇ જાય છે. તેવામાં ધીરજ અને બુદ્ધિમત્તાનો જે પરિચય આપે છે તે જ વિપત્તિના સમયમાં વિજય મેળવે છે.

બાળપણમાં સ્કૂલમાં એક પાઠ ભણાવવામાં આવતો હતો. બે ઘનિષ્ટ મિત્ર જંગલમાંથી પસાર થઇ રહ્યા હતાં. અચાનક તેમની સામે ભાલુ આવે છે. જીવ બચાવવા માટે એક મિત્ર ઝાડ પર ચડી ગયો પરંતુ બીજાને ઝાડ પર ચઢતાં આવડતું ના હતું. એટલા માટે તેણે પોતાનાં શ્વાસ રોકી અને જમીન પર સુઈ ગયો કારણ કે મિત્રને ખબર હતું કે ભાલુ મરેલા લોકોનાં શબને ખાતો નથી. તેનાથી તેનો જીવ બચી ગયો. પરંતુ અહીયા પરિસ્થિતિ કંઈક અલગ જ છે. તસ્વીરને ધ્યાનથી જુઓ.

અહી બતાવવામાં આવેલ તસ્વીરમાં કંઇક પ્રકારની એક ખાસ પરિસ્થિતિ છે

હકિકતમાં નદી કિનારે એક વ્યક્તિ ઉભેલો હતો, ત્યારે અચાનક એક સિંહ આવી ગયો. વ્યક્તિ નદીમાં કુદવાનો જ હતો કે ત્યારે તેને બે-બે મગરમચ્છ જોવા મળ્યા. તેવામાં હવે તેની પાસે કોઈ રસ્તો ના બચ્યો. તે કંઇપણ વિચાર્યા વગર સીધો ઝાડ પર ચડી ગયો. હવે તેની વચ્ચે ઝાડ પર તે પહોંચ્યો જ હતો કે સામેની ડાળી પર એક ઝેરી સાપ જોવા મળ્યો. હવે તે વચ્ચે અટકી ગયો પરંતુ સારી વાત એ હતી કે ઝાડની નીચે એક બંદૂક પડી હતી. જો તેને તે ઉઠાવી લે તો બંદૂકની ગોળી ચલાવીને તે સિંહથી બચી શકતો હતો.

હવે સવાલ એ ઊભો હતો કે તે વ્યક્તિ ના તો ઉપર જઈ શકે છે અને ના નીચે બંદૂક ઉઠાવવાની સ્થિતિમાં છે. તેવામાં હવે તે શું કરે કે તેનો જીવ બચી જાય. કારણ કે પાણીમાં પણ મગર છે. આ તસ્વીરની કોયડાનો ઉતર તમારા લાખોમાંથી કોઈ એક વ્યક્તિ જ પાસે હશે. હવે જોવાનું એ છે કે કોણ છે તે બુદ્ધિશાળી વ્યક્તિ, જે તેનો ઉત્તર શોધી કાઢવામાં સફળ થઈ શકશે. મગજ પર જોર લગાવો, બુદ્ધિ દોડાવો… જો તમે તેનો સાચો જવાબ શોધી શકો તો  વિશ્વાસ રાખજો કે કેટલી પણ મોટી મુસીબત આવે જીત હંમેશા તમારી જ થશે.

સાચો જવાબ

વ્યક્તિ સાપથી થોડા જ અંતરે છે. જો એક ઝટકામાં જ સાપને પકડીને એકપણ સેકન્ડ અટક્યા વગર જલ્દીથી તેને સિંહ પર નાખી દે તો સિંહ અચાનક થયેલા હમલાથી એકવાર તો ગભરાઈને પાછળ હટી શકે છે અને તેનું ધ્યાન બીજી તરફ ભટકી શકે છે. તેની વચ્ચે તે નીચે કૂદીને બંદૂક ઉઠાવી શકે છે. બીજો જવાબ એ છે કે ઝાડની બીજી ડાળખીને તોડીને સાપને મારી શકાય છે. ત્યારબાદ સાપ દ્વારા સિંહનું ધ્યાન ભંગ કરવામાં સફળતા મળી શકે છે. સાથે જ બંદૂક ઉઠાવીને કોઈ પણ સ્થિતિનો સામનો કરી શકાય છે કે પછી સાપને માર્યા બાદ સિંહના સૂવાની રાહ જોઈ શકે છે કારણકે સિંહ એક આળસુ જાનવર છે અને તેને ઊંઘ પણ વધારે આવે છે.