લાખો પ્રયત્નો પછી પણ ટકી શકતા નથી આ બે રાશિઓ વચ્ચેના સબંધ, સાબિત થાય છે સૌથી ખરાબ કપલ

Posted by

જીવનમાં અમુક સમય એવો પણ આવે છે જ્યારે તમારી મુલાકાત કોઇ મહિલા અને પુરુષ સાથે થાય છે તો તમને તે સમયે એવું લાગે છે કે તમે બંને એકબીજાને ખૂબ જ સારી રીતે સમજવા લાગ્યા છો. તમને એવું લાગવા લાગે છે કે બધા જ ગ્રહો તમને બંનેને મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. કારણ કે તમારા બંનેના શોખ, રહેણી-કહેણી અને વિચાર મળવા લાગે છે.

પરંતુ આગળ જતા તમારા ગ્રહો મળી શકતા નથી અને આ સંબંધમાં તમારે તણાવ જેવી પરિસ્થિતીમાંથી પસાર થવું પડે છે. જણાવી દઈએ કે તેનું કારણ રાશિઓ ના મળવાનું હોય છે. અમુક રાશિઓ એકબીજાને ખૂબ જ આકર્ષિત કરતી હોય છે તો અમુક રાશિઓ એકબીજાની વિપરીત માનવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે જ્યોતિષશાસ્ત્રના હિસાબથી કઈ રાશિના લોકો સારા કપલ કે જોડી બની શકતા નથી.

મકર અને મેષ

સારી લાઈફસ્ટાઈલ અને સારી વિચારસરણી વાળા મકર રાશિના લોકો સાથે મેષ રાશિના લોકો જે પોતાની મનમોજી અને હંમેશા ઉતાવળમાં રહેતા હોય છે તેની સાથે બનતું નથી. એવું માનવામાં આવે છે કે મેષ રાશિવાળા લોકો બધાને પોતાના નિયંત્રણમાં રાખવા માંગે છે અને આવા લોકો મકર રાશિવાળા લોકોને પસંદ હોતા નથી તેથી આ બે રાશિઓના લોકો સારા કપલ બની શકતા નથી.

કુંભ અને વૃષભ

આવી રીતે જ કુંભ અને વૃષભ રાશિના લોકો વચ્ચે પણ તાલ-મેલ સારો હોતો નથી. જ્યોતિષશાસ્ત્રના અનુસાર કુંભ રાશિવાળા લોકો ઉર્જાથી ભરેલા અને સ્વતંત્ર વિચારસરણી વાળા હોય છે. જ્યારે વૃષભ રાશિના લોકો જિદ્દી અને દ્રઢ સ્વભાવના હોય છે. તેથી આ બંને રાશિઓના લોકો વચ્ચે તકરાર થતી રહે છે.

મીન અને મિથુન

મીન અને મિથુન રાશિના લોકો વચ્ચે પણ લડાઈ-ઝઘડા થતા રહે છે. જ્યોતિષનું કહેવું છે કે મીન રાશિના લોકો મિથુન રાશિવાળા લોકોને સમજી શકતા નથી. એવું પણ કહેવામાં આવે છે કે મીન રાશિવાળા લોકો ખૂબ જ સહજ સ્વભાવના હોય છે જ્યારે મિથુન રાશિના લોકો વિશે એવી ધારણા છે કે તે લોકો જે કહે છે તેનાથી વિપરિત કાર્ય કરતા હોય છે. તેથી આ બંને રાશિઓના લોકો એક સારા કપલ બની શકતા નથી.

કર્ક અને મેષ

કર્ક રાશિના લોકો ખૂબ જ સૌમ્ય અને સીધા હોય છે. જ્યારે મેષ રાશિવાળા લોકો તેજ અને થોડા ગુસ્સાવાળા સ્વભાવના હોય છે. આ લોકો જ્યારે સીધા સાદા લોકોના સંપર્કમાં આવે છે તો થોડી તકલીફ જરૂર પડે છે. બંનેનો સ્વભાવ બિલકુલ વિપરીત હોય છે. તેથી આ બંને રાશિઓના લોકોની વચ્ચે તાલમેલ યોગ્ય રીતે બેસતો નથી.

વૃષભ અને સિંહ

વૃષભ રાશિ અને સિંહ રાશિ પણ જ્યારે મળે છે તો બંનેની વચ્ચે તાલમેલ સારો રહેતો નથી. આ બંને રાશિવાળા લોકો જિદ્દી સ્વભાવના હોય છે. સિંહ રાશિવાળા લોકો પોતાની દુનિયામાં જ રહે છે જ્યારે વૃષભ રાશિના લોકો સૌમ્ય અને શાંત હોય છે. આ કારણને લીધે જ બન્ને રાશિઓની વચ્ચે ઘણીવાર લડાઈ અને ઝઘડા થતા રહે છે.

કન્યા અને મિથુન

કન્યા રાશિના લોકો વિશે એવું માનવામાં આવે છે કે આ લોકો બોરિંગ હોય છે અને વધારે પડતા પ્રેક્ટીકલ. જ્યારે મિથુન રાશિવાળા લોકો ખૂબ જ ઉત્સાહી અને જિજ્ઞાસુ હોય છે. કન્યા રાશિ વાળા લોકો પ્રેમ બતાવવામાં સંકોચ કરતા હોય છે. જ્યારે મિથુન રાશિના લોકો સંકોચ રાખ્યા વગર દુનિયાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આજ વિપરીત સ્વભાવના કારણે બંન્ને રાશિના લોકો એક સારા કપલ બની શકતા નથી.

તુલા અને કર્ક

આવી જ રીતે તુલા રાશિની વાત કરવામાં આવે તો તુલા રાશિ વાળા લોકો નિર્ણય લેવામા અસમંજસની સ્થિતિમાં રહેતા હોય છે. જ્યારે કર્ક રાશિના લોકો ખૂબ જ સ્થિર અને સંવેદનશીલ હોય છે. કર્ક રાશિ અને તુલા રાશિ જો એકબીજાના સંબંધમાં આવે છે તો કર્ક રાશિના લોકોને વધારે ધ્યાનથી તુલા રાશિ વાળા લોકો સાથે વ્યવહાર કરવો પડે છે અને તે જ્યારે ધૈર્ય ગુમાવે છે ત્યારે આ સંબંધ ખરાબ થઈ જાય છે.

ધન અને મીન

ધન અને મીન રાશિના લોકોને પણ એકબીજા સાથે બનતું નથી. મીન રાશિના લોકો વિશે એવું માનવામાં આવે છે કે તે લોકો ભાવુક હોય છે. તેને સમજાવવા ધન રાશિના લોકો માટે ખૂબ જ મુશ્કેલ હોય છે.

સિંહ અને વૃશ્ચિક

સિંહ અને વૃશ્ચિક રાશિના વિશે જ્યોતિષનું એવું કહેવાનું છે કે આ લોકો ક્યારેય પણ સારા કપલ બની શકતા નથી. કારણકે બંનેની વચ્ચે ખૂબ જ તર્ક હોય છે. જે ઘણીવાર ઝઘડામાં બદલાઈ જતો હોય છે.

કન્યા અને ધન

આ બંને રાશિ વિશે કહેવામાં આવે છે કે ધન રાશિના લોકો કન્યા રાશિના લોકોના સંપર્કમાં આવતાની સાથે જ દબાણ મહેસૂસ કરવા લાગે છે. તેથી તેમનો સંબંધ લાંબા સમય સુધી ટકી શકતો નથી.

તુલા અને મકર

બંને રાશિના લોકોનું એકબીજાની સાથે કંફર્ટ મહેસૂસ ના થવાનું કારણ એવું માનવામાં આવે છે કે તુલા રાશિના લોકો ખુલ્લી વિચારસરણી વાળા હોય છે. જ્યારે મકર રાશિના લોકો સારા વ્યવહારના હોય છે. પરંતુ મકર રાશિ વાળા ક્યારેક ક્યારેક ખૂબ જ સખ્ત પણ થઈ જાય છે.

વૃશ્ચિક અને કુંભ

આ બંને રાશિના લોકો એકબીજાના સ્વભાવથી એકદમ વિપરીત હોય છે. પ્રેમ અને ઈમાનદારીની ખામી હોવાના કારણે બંનેના સંબંધ વધારે દિવસ સુધી ટકી શકતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *