દરેક ઘરનાં કિચનમાં મળી આવતું લસણ હજારો ચમત્કારી ગુણોથી ભરેલું હોય છે. તેને આયુર્વેદમાં પણ એક ઔષધીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમાં ઘણા ઔષધીય ગુણ મળી આવે છે, જેનાથી શરીરને ઘણા પ્રકારનાં લાભ મળે છે. આમ તો લસણ ખાવાથી સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય છે પરંતુ તેમાં રહેલા ઔષધિય ગુણ શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદગાર સાબિત થાય છે. જેના લીધે ઘણા ઘરેલુ નુસખોમાં પણ લસણનો પ્રયોગ કરવામાં આવે છે. હકીકતમાં લસણમાં ઘણા પ્રકારનાં પોષક તત્વ મળી આવે છે, જે શરીર માટે ફાયદાકારક હોય છે.
લસણમાં કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ, આયરન, વિટામિન બી-૧ વગેરે ઘણા પોષક તત્વ સામેલ હોય છે. જણાવી દઈએ કે લસણનું કોઈપણ પ્રકારનું સેવન ફાયદાકારક હોય છે. પરંતુ ખાલી પેટે લસણનું સેવન કરવામાં આવે તો ઘણી બિમારીઓને જડમૂળથી ખતમ કરી શકાય છે. તો ચાલો જાણી લઈએ ખાલી પેટે લસણ ખાવાના ફાયદાઓ.
મજબૂત ઇમ્યુનિટી સિસ્ટમ
ઇમ્યુનિટી બુસ્ટર માટે લસણ સૌથી કારગર અને સરળતાથી મળતી ચીજ છે. ઘણા મેડિકલ રિસર્ચમાં એ વાતની પુષ્ટી થઇ ચૂકી છે કે જે લોકો નિયમિત રૂપથી લસણનું સેવન કરે છે તેમને શરદી અને ખાંસી અન્ય લોકોની તુલનામાં ખૂબ જ ઓછી થાય છે. ભોજનની સાથે સાથે જો સવારે ખાલી પેટ એક કે બે કળી લસણનું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
હાઈબ્લડ પ્રેશરમાં ફાયદાકારક
જો તમે હાઈબ્લડ પ્રેશરની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોય તો દરરોજ લસણની એક કળી સવારે ખાલી પેટ જરૂર ખાવી જોઈએ. એવું માનવામાં આવે છે કે લસણમાં રક્તચાપ નિયંત્રણ કરવાના ગુણ મળી આવે છે, તેથી તમે લસણને ચાવી ચાવીને ખાઈ શકો છો, આવું કરવાથી નિશ્ચિત રૂપથી તમને હાઈબ્લડ પ્રેશરમાંથી આરામ મળશે.
લસણથી હૃદયની બિમારીનું જોખમ થાય છે ઓછું
લસણ હૃદયની બિમારીઓના જોખમને પણ ઓછું કરવામાં કારગર સાબિત થાય છે. જો તમે હૃદય સંબંધી બિમારીઓથી બચી રહેવા માંગતા હોય કે પછી તમે હૃદયરોગી છો તો તમારા માટે લસણ રામબાણ સાબિત થઈ શકે છે. લસણની સાથે મધને ભેળવીને ખાવામાં આવે તો તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ સારી રીતે જળવાઈ રહે છે.
પેટ સંબંધી સમસ્યાઓમાંથી મળે છે છુટકારો
જો તમે કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓથી પરેશાન હોય તો લસણ ચપટીમાં જ તમારી આ બધી પરેશાનીઓને ખતમ કરી શકે છે. લસણ પાચનતંત્રને એકદમ યોગ્ય જાળવી રાખે છે જેનાથી તમને પેટ સંબંધી કોઈ પરેશાની થતી નથી. એસીડીટીથી પીડિત લોકો જો શેકેલું લસણ ખાય છે તો તેનાથી ખૂબ જ જલ્દી છુટકારો મળી જાય છે.
નસકોરામાંથી છુટકારો
ઘણા લોકોને સૂતા સમયે નસકોરા લેવાની સમસ્યા હોય છે તેનાથી જે વ્યક્તિ નસકોરા બોલાવી રહ્યો હોય છે તેને તો પરેશાની થતી નથી પરંતુ તેમની આસપાસ સુઈ રહેલા લોકોની ઊંઘ જરૂર ખરાબ થાય છે. તેવામાં જો તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોય તો લસણનો પ્રયોગ જરૂર કરવો જોઈએ. રાતે સુતા પહેલા લસણની એક કે બે કળી જરૂર ખાઈ લો અને તેના પર પાણી પી લો. જો તમે આવું નિયમિત કરશો તો ખૂબ જ જલ્દી તમને આ પરેશાનીથી છુટકારો મળી શકે છે.