પાલનપુરમાં જલારામ બાપ્પાનાં મંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લોકગાયક કિર્તીદાન ગઢવી પર સોના-ચાંદીનાં સિક્કાનો થયો વરસાદ, રોકડા કરોડો રૂપિયાનો પણ વરસાદ થયો

ગુજરાતનાં પાલનપુરમાં કિર્તીદાન ગઢવીનો ડાયરો ઐતિહાસિક બની ગયો છે. શહેરના જલારામ મંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લોકગાયક કીર્તિદાન ગઢવીનાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે માત્ર રૂપિયા જ નહીં પરંતુ સોના-ચાંદીના સિક્કાઓનો પણ ઐતિહાસિક વરસાદ થયો હતો, જેણે પણ આ નજારો જોયો છે, તે તેને ક્યારેય પણ ભુલી શકે તેમ નથી. હવે આ ડાયરાનો વીડિયો પણ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.

ગુજરાતના પાલનપુરમાં નોટની સાથે સાથે સોના-ચાંદીના સિક્કાઓનો પણ વરસાદ થયો હતો. ગુજરાતના લોકગાયક કીર્તિદાન ગઢવીનો ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. જોકે ગુજરાતમાં ભજન કરવામાં આવે છે તે સામાન્ય વાત છે પરંતુ બુધવારે જે રીતે લોકગાયકના કાર્યક્રમમાં નોટની સાથે જ સોના-ચાંદીનાં સિક્કાનો વરસાદ થયો તેનાથી બધા જ લોકોનાં હોશ ઉડી ગયા હતાં. આ પ્રસંગ પાલનપુરના જલારામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો.

આ મંદિરની સ્થાપના દરમિયાન ગાયક કીર્તિદાન ગઢવીના ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને જોવા માટે સેંકડો લોકો એકઠા થઈ ગયા હતાં. આ કાર્યક્રમ દરમિયાન ભજન ગાયક કીર્તિદાન ગઢવી પાછળ એક કરોડથી વધારેનો ખર્ચ કરવામાં આવ્યો હતો. નોટ ની સાથે સાથે લોકોએ સોના-ચાંદીના સિક્કા પણ વરસાવ્યા હતાં. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ૩ દિવસ સુધી જલારામ બાપ્પાનાં મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં બુધવારે રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કીર્તિદાન ગઢવી, હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી, લેખક બ્રિજરાજદાન ગઢવી, લોકગાયિકા ઉર્વશી રાદડિયા અને લેખક ચતુર્દાન ગઢવીએ આ લોક ડાયરામાં લોકોનું મનોરંજન કર્યું હતું. ગુજરાતમાં મોટા-મોટા ડાયરાઓમાં વરસાદ થવો સામાન્ય વાત છે પરંતુ આ વખતે રૂપિયાની સાથે સાથે સોના-ચાંદીના સિક્કા પણ વરસતા જોવા મળ્યાં હતાં. ચાંદી અને સોનાના સિક્કાઓનો વરસાદ જોઈને ગાયક કીર્તિદાને પણ કહ્યું હતું કે પહેલીવાર એવું બની રહ્યું છે કે ડાયરા માં સોના-ચાંદીના સિક્કાઓ ઉડાડવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે જલારામ માનવ સેવા ટ્રસ્ટ અને સમગ્ર રઘુવંશી પરિવાર વતી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૦, ૨૦, ૫૦, ૧૦૦ રૂપિયા સહિતની નોટોનો વરસાદ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ડાયરામાં કુલ એક કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં. કિર્તીદાન ગઢવી પર ચાંદી અને સોનાનાં સિક્કા વરસાવવામાં આવ્યા હતાં. ગુજરાતના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે ડાયરા માં કોઈએ આવી રીતે સોના-ચાંદીના સિક્કા વરસાવ્યા છે.