સિંહ થી વૃશ્ચિક રાશિ સાપ્તાહિક રાશિફળ ૨૮ નવેમ્બર થી ૦૪ ડિસેમ્બર ૨૦૨૨ : આ અઠવાડિયામાં આ રાશિ વાળા લોકોને માતા લક્ષ્મીનાં આશીર્વાદથી બમ્પર લોટરી લાગવાની છે

સિંહ રાશિ

Advertisement

સિંહ રાશિ વાળા લોકો માટે આ અઠવાડિયું શુભ શરૂઆત લઈને આવશે. તમારા દરેક કામ સમયસર પુરા થશે, જેનાં લીધે તમારી અંદર એક અલગ જ જોશ અને આત્મવિશ્વાસ જોવા મળશે. ખાસ વાત એ છે કે આ અઠવાડિયે તમારો સાથી અને મિત્ર બંને જ તમને સાથ આપશે. આ અઠવાડિયાની શરૂઆતમાં વ્યવસાય સાથે જોડાયેલી કોઈ મોટી ડીલ થશે, જે ભવિષ્યમાં તમારા માટે મોટા લાભનું કારણ બનશે. કોઈ પ્રભાવી વ્યક્તિની મદદથી પૈતૃક  સંપત્તિ સાથે જોડાયેલા વિવાદ ઉકેલાશે. આ અઠવાડિયુ શેરબજાર, પ્રોપર્ટી અને કમિશન સાથે જોડાયેલા લોકો માટે શુભ સાબિત થશે.

અઠવાડિયાનાં મધ્યમાં ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમ થઈ શકે છે, જેનાથી તેમનાં પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. પરિવાર સાથે જોડાયેલો કોઈ મોટો નિર્ણય લેતા સમયે તમારા પરિવારનો પુરો સહયોગ મળશે. જો તમે કોઈ રોજગાર કે પછી કોઈ નવા કોન્ટ્રાક્ટ માટે પ્રયાસ કરો છો તો અઠવાડિયાનાં અંત સુધીમાં તમારી તે ઈચ્છા પણ પુરી થઈ જશે. પ્રેમ સંબંધ પ્રગાઢ થશે અને લવ પાર્ટનર સારો સમય પસાર કરવાનો અવસર પ્રાપ્ત થશે. તમારું લગ્નજીવન સુખમય રહેશે. અઠવાડિયાનાં અંતમાં ઘર-પરિવારની સાથે પિકનિક કે પર્યટન પર નીકળી શકો છો. તમારું સ્વાસ્થય સામાન્ય રહેશે.

ઉપાય – દરરોજ ભગવાન સુર્યને જળ આપો અને ભગવાન શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો.

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા લોકો માટે આ અઠવાડિયું પહેલાનાં પ્રમાણમાં વધારે શુભ અને લાભપ્રદ રહેવાનું છે. અઠવાડિયાની શરૂઆતમાં તમારે કોઈ મોટી સમસ્યાનો અચાનકથી સામનો કરવો પડશે પરંતુ તમે તે પડકારોનો ગભરાયા વગર સામનો કરશો અને તમારી જવાબદારીને સારી રીતે નિભાવશો. ખાસ વાત એ છે કે આવું કરતા સમયે તમને તમારા શુભચિંતકો અને મિત્રોનો પુરો સહયોગ પ્રાપ્ત થશે. અઠવાડિયાની શરૂઆતમાં કરિયર અને વ્યવસાયની બાબતમાં કરવામાં આવેલી યાત્રા તમારી અપેક્ષા પ્રમાણે અનુરૂપ ફળ પ્રદાન કરવા વાળી સાબિત થશે. વ્યવસાયનાં વિસ્તારની યોજના ફલિભુત થશે.

આ અઠવાડિયે તમારૂ આર્થિક પક્ષ ખુબ જ મજબુત રહેવાનું છે. નોકરી કરતા લોકો માટે નવા આવકનાં સ્ત્રોત બનશે અને તમારા ધનમાં વધારો થશે. કોઈ યોજનામાં અગાઉ કરેલા રોકાણનો મોટો લાભ પ્રાપ્ત થઈ શકે છે. અઠવાડિયાનાં ઉત્તરાર્ધમાં સંતાન સાથે જોડાયેલી કોઈ મોટી ચિંતા દુર થવા પર તમે રાહતનો શ્વાસ લેશો. પ્રેમ સંબંધ માટે આ અઠવાડિયું ખુબ જ શુભ રહેશે. લવ પાર્ટનર સાથે પ્રેમ અને મધુરતા વધશે. તમારું લગ્નજીવન સુખમય રહેશે. કન્યા રાશિ વાળા લોકો પર ઘરનાં વડીલોનાં આશીર્વાદ રહેશે.

ઉપાય – દરરોજ ગણપતિજીને દુર્વા ચઢાવીને તેમની ચાલીસાના પાઠ કરો અને બુધવારનાં દિવસે કોઈ કિન્નરને લીલા રંગનાં કપડા અને લીલી ચુંદડી દાનમાં આપો.

તુલા રાશિ

તુલા રાશિ વાળા લોકો માટે પણ આ અઠવાડિયું ખુબ જ શુભ રહેવાનું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં જ તમને તમારા કરિયર કે વ્યવસાય સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આ દરમિયાન કામનાં ક્ષેત્રમાં પ્રમોશન થવાનાં યોગ બનશે. જે લોકો લાંબા સમયથી પોતાની નોકરી બદલાવનો વિચાર કરી રહ્યા હતાં, તેમને સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે. આ અઠવાડિયામાં તમે ઋણ, રોગ અને શત્રુ ત્રણેય પર વિજય મેળવવામાં સફળ રહેશો. તમે તમારા શત્રુઓ તથા વિરોધીઓની બધી ચાલ ને નિષ્ફળ સાબિત કરશો. અઠવાડિયાનાં મધ્યમાં સામાજિક ધાર્મિક કાર્ય સાથે જોડાવાનો અવસર પ્રાપ્ત થશે.

સમાજમાં તમારું માન-સન્માન વધશે. આ સમય વ્યવસાયની દ્રષ્ટિએ પણ તમારા માટે અનુકુળ રહેવાનો છે. વ્યાપાર વધારવાની તમારી યોજના ફળીભુત થશે. કરિયર, વ્યવસાયનાં કારણે કરવામાં આવેલી યાત્રા સુખદ તથા લાભપ્રદ સાબિત થશે. વિદેશ સાથે જોડાયેલા કરિયર કે કારોબારમાં આવી રહેલા વિઘ્નો દુર થશે. પ્રેમ સંબંધ લગ્ન સંબંધમાં બદલાય શકે છે. તમારું લગ્નજીવન સુખમય રહેશે. અઠવાડિયાનાં અંત સુધીમાં પરિવાર સાથે લાંબી કે નાની યાત્રા થઈ શકે છે.

ઉપાય – દરરોજ શિવલિંગની સફેદ ચંદન થી પુજા કરો અને રુદ્રાષ્ટકનો પાઠ કરો.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા લોકો આ અઠવાડિયે પોતાના સમય અને ધનનો પ્રબંધ કરવામાં સફળ રહેશે તો તેમને તેમની અપેક્ષાથી પણ વધારે સફળતા પ્રાપ્ત થઈ શકે છે. દરેક કાર્યને પુરા કરવામાં અને જીવન સાથે જોડાયેલા પડકારોનો સામનો કરવામાં તમને તમારા મિત્રોનો પુરો સહયોગ મળશે. તમે નોકરી કરતા હોય કે પછી વ્યવસાય કરતા હોવ, તમે તમારી બુદ્ધિ, વિવેક અને સાહસનાં લીધે તમારા બધા જ કામને સમયસર પુરા કરવામાં સફળ થશો અને તમને તમારી અપેક્ષા પ્રમાણે લાભ થશે. જે લોકો પાર્ટનરશીપમાં વ્યવસાય કરે છે, તેમને વ્યવસાયમાં અપ્રત્યાશિત લાભ અને પ્રગતિ જોવા મળી શકે છે.

કોર્ટ-કચેરીમાં ચાલી રહેલી બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. આ અઠવાડિયાનાં ઉતરાર્ધમાં કોઈ પ્રભાવિત વ્યક્તિ સાથે મુલાકાત થશે, જેની મદદથી સરકાર સંબંધિત રહેલા કામ પુરા થશે. આ અઠવાડીયે પાર્ટનર સાથે સારું ટ્યુનિંગ જોવા મળશે. સિંગલ લોકોની લાઇફમાં કોઈ સાથીનો પ્રવેશ થઈ શકે છે. કુંવારા લોકોનાં લગ્ન નક્કી થઈ શકે છે. ઘર-પરિવારમાં પ્રેમ અને સારો તાલમેલ રહેશે. લગ્નજીવન સુખમય રહેશે અને જીવનસાથી સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળશે.

ઉપાય – દરરોજ વિધિ-વિધાન સાથે હનુમાનજીની ઉપાસના અને હનુમાન ચાલીસાનાં પાઠ કરો.

Advertisement