તુલા થી મીન રાશિનું માસિક લવ રાશિફળ ડિસેમ્બર ૨૦૨૨ : ડિસેમ્બર મહિનામાં ગ્રહોનાં પરિવર્તનથી ધન રાશિ સહિત આ રાશિ વાળા પ્રેમીઓનાં જીવનમાં રોમાન્સ વધશે

તુલા રાશિ

Advertisement

આ રાશિ વાળા લોકોનાં પ્રેમ સંબંધો માટે ડિસેમ્બર મહિનો અનુકુળ ના કહી શકાય તેથી તમારે ખુબ જ સાવધાની રાખવી પડશે કારણ કે તમારી થોડી પણ ભુલ તમારા સંબંધો તોડવાનું કારણ બની શકે છે. બિનજરૂરી બાબતો પર તમારા અને તમારા પ્રિય વચ્ચે વિવાદ થવાની સંભાવના રહેલી છે અને તે તમારી વચ્ચે અંતર વધારી શકે છે. ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેવાથી બચવું કારણ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે. તમારા પ્રિયને સમય આપો અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો. બની શકે તો ક્યાંક ફરવા જઈ શકો છો, જેથી કરીને તમારા મનમાં ચાલી રહેલી સમસ્યાઓને બહાર નીકળવાનો માર્ગ મળી શકે અને તમે એકબીજા સાથે પોતાનાં મનની વાત શેર કરી શકો.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા લોકોને એકબીજાની સારી બાબતો દેખાવા લાગશે. જોકે તે એકબીજાને વધારે સારી રીતે ઓળખવામાં તમારી મદદ કરશે અને જો તમે બંને તમારી જગ્યાએ સાચા છો તો પછી તમે બંને લગ્ન કરવા માટે સહમત થઈ શકો છો અને આ દિશામાં પ્રયત્નો કરવા આગળ વધશો એટલે કે ડિસેમ્બર મહિનો તમારી લવ લાઈફને મજબુત બનાવશે અને તમને બંનેને એકબીજા પર વિશ્વાસ વધી શકે છે. આ દરમિયાન ગ્રહો પણ તમારી પરીક્ષા લેશે, જે તમારા પ્રેમની મજબુતી જાણવાનો પ્રયાસ કરશે અને તમારે જરૂરિયાત અનુસાર એકબીજાને મદદ પણ કરવી પડશે. તે તમારા સંબંધો માટે જરૂરી રહેશે અને તે તમારા સંબંધોને પણ મજબુત બનાવશે.

ધન રાશિ

આ રાશિ વાળા લોકોની લવ લાઈફ માટે ડિસેમ્બર મહિનો સારો રહેશે. તમે તમારા સંબંધોને ઉંડાણથી જાણી શકશો. તમારા પ્રેમીને ખુબ જ પ્રેમ કરો અને તેમની સાથેનાં સંબંધોને આગળ વધારવા માટે તમામ પ્રયત્નો કરો. તમે તેમની સાથે લગ્ન કરવાનું વિચારી પણ શકો છો પરંતુ કેટલીક સામાજિક સમસ્યાઓ સામે આવી શકે છે પરિણામે કોઈ મોટી વસ્તુની અપેક્ષા નકારી શકાતી નથી. તેમ છતાં પણ પ્રેમ સંબંધીત બાબતો માટે આ મહિનો અનુકુળ સાબિત થઈ શકે છે. તમારે તમારી પ્રિયતમની વાતો સાંભળવી અને સમજવી જોઈએ અને એકબીજાને સમય આપવો જોઈએ. જરૂર પડે તો ક્યાંક બહાર જમવા જાઓ અથવા તો ક્યાંક જઈને એકબીજાની વાતનું સમર્થન કરો. તે તમારા સંબંધોને મજબુત બનાવશે.

મકર રાશિ

મકર રાશિ વાળા લોકો માટે પ્રેમ જીવન ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં સામાન્ય રહેશે અને તમે તમારી લવ લાઈફ સામાન્ય રીતે જીવશો. પ્રેમ સંબંધોમાં હુંફ મળશે અને એકબીજા પ્રત્યે પ્રેમની ભાવના રહેશે. ૧૧ તારીખ બાદ પ્રેમ સંબંધો વધશે. એકબીજાની નજીક આવશો અને બંને વચ્ચે અંતર ઘટશે. તમે એકબીજા સાથે સારો સમય પસાર કરશો અને ખુશીની ક્ષણોનો આનંદ માણશો. એકબીજા સાથે ફરવા જવાની પણ તક મળશે. તમારી વચ્ચે ઘણી બધી વાતો થશે અને તમે એકબીજા સાથે પોતાનાં મનની વાત શેર કરીને પોતાનાં દિલને હળવું કરશો. સંબંધોમાં એકબીજા પર વિશ્વાસ વધશે. ૧૩ તારીખ બાદ તમારા સંબંધોમાં ક્લેશ વધશે અને તમે એકબીજાને દોષ આપવાનું શરૂ કરી શકો છો તેથી તમારે થોડી સાવધાની રાખવી જોઈએ અને દલીલો કરવાથી દુર રહેવું જોઈએ. મહિનાનાં અંતમાં તણાવ વધી શકે છે.

કુંભ રાશિ

આ રાશિ વાળા લોકોનાં પ્રેમ સંબંધોમાં તણાવ વધશે. તે તમારા અને તમારા પ્રિય મિત્રો વચ્ચેનું અંતર વધારી શકે છે. એકબીજાને ના સમજી શકવાનાં કારણે વારંવાર ઝઘડા અને વાદવિવાદની સ્થિતિ સર્જાશે અને પરસ્પર તકરાર થશે, જેનાં લીધે તમારા સંબંધ તુટવાના આરે પણ આવી શકે છે. જો તમે થોડી ધીરજ રાખશો અને ઝઘડા અને વિવાદોથી દુર રહો છો તો ડિસેમ્બર મહિનાનાં અંતમાં પરિસ્થિતિ બદલાશે. તમારી વચ્ચે વિવાદની સ્થિતિ દુર થશે અને તમે પ્રેમથી જીવશો. સંબંધોમાં પ્રેમ વધવાથી એકબીજા પર વિશ્વાસ પણ વધશે અને તમારો પ્રેમ સંબંધ મજબુત બનશે.

મીન રાશિ

મીન રાશિ વાળા લોકોનાં પ્રેમ સંબંધીત મામલાઓ માટે ડિસેમ્બર મહિનાની સ્થિતિ સામાન્ય રહેશે. તમે એકબીજાની કાળજી લેશો. સમયસર એકબીજાને મળી પણ શકશો અને તમારા જીવનને સરળ રીતે ચલાવવાની યોજના બનાવશો. જો તમે આ પરિસ્થિતિને અનુસરો છો તો તમારી લવ લાઇફ ખુબ જ સારી રીતે ચાલશે. તમારી લવ લાઈફમાં સુખદ સમય પસાર થશે. તમે તમારી પ્રિયતમા સાથે ક્યાંક ફરવા કે પાર્ટી કરવા માટે જઈ શકો છો. તમને એકબીજા સાથે સમય પસાર કરવાની તક મળશે, જે સમય જતાં તમારા સંબંધોને પરિપક્વ બનાવશે અને તમે ભવિષ્ય વિશેનાં તમારા વિચારો શેર કરશો અને નવી યોજનાઓ બનાવશો.

Advertisement