તુલા થી મીન રાશિ સુધીનું સાપ્તાહિક રાશિફળ ૩૦ જાન્યુઆરી થી ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી : ગણપતિ બાપ્પા આ રાશિ વાળા લોકો પર એટલા પ્રસન્ન થયા છે કે તેમને આ અઠવાડિયામાં મોટી લોટરી લાગવાની છે

તુલા રાશિ

Advertisement

તુલા રાશિ વાળા લોકોએ આ અઠવાડિયે ઉત્સાહિત થઈને હોશ ગુમાવવો નહિ. તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ જાળવવું જોઈએ અને કોઈપણ કામ ને આવતીકાલ પર છોડી ના દેવું નહિતર સફળતા તમારા હાથમાંથી નીકળી શકે છે. કામનાં ક્ષેત્રમાં કોઈની સાથે મતભેદ થવા પર વિનમ્રતાથી તમારો વિરોધ વ્યક્ત કરો નહીંતર તમારું ખરાબ વર્તન તમારા માટે ખોટા સાબિત થવાનું મોટું કારણ બની શકે છે. અઠવાડિયાનાં મધ્યમાં કરિયર-બિઝનેસ માટે લાંબા કે ઓછા અંતરની મુસાફરી કરવી પડી શકે છે. ભવિષ્યની યાત્રા સુખદ અને લાભકારી રહેશે.

જો તમે લાંબા સમયથી જમીન અને મકાન ખરીદવા અથવા વાહનો વગેરે ખરીદવાનું અને વેચવાનું વિચારી રહ્યા છો તો તે આ અઠવાડિયાનાં બીજા ભાગમાં પુર્ણ થઈ શકે છે. કામકાજી મહિલાઓ માટે આ સમય વધારે સફળ રહેવાનો છે. તેમનું સન્માન ઘર અને બહાર બંનેમાં વધશે. સિંગલ લોકોનાં જીવનમાં કોઇની એન્ટ્રી થઇ શકે છે, જ્યારે પહેલાથી જ પ્રેમ સંબંધમાં રહેલા લોકો વચ્ચે વધારે સારું ટ્યુનિંગ જોવા મળશે. ખાટા-મીઠા વિવાદો વચ્ચે તમારું લગ્નજીવન સુખમય રહેશે.

ઉપાય : સ્ફટિક શિવલિંગની સફેદ ચંદનથી પુજા કરો અને દરરોજ રુદ્રાષ્ટકનો પાઠ કરો.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા લોકો માટે આ સપ્તાહ મધ્યમ ફળદાયી રહેશે. આ અઠવાડિયાની શરૂઆતમાં કામનાં ક્ષેત્રમાં અચાનક કામનું ભારણ વધી શકે છે, જેને પુરું કરવા માટે તમારે વધારે સમય આપવો પડી શકે છે. આ સમય દરમિયાન તમારે એવા લોકો સાથે ખુબ જ કાળજીથી કામ લેવાની જરૂર રહેશે, જેઓ વારંવાર તમારા કામમાં અવરોધ લાવવા પ્રયત્ન કરતાં હોય છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને તેમનાં હરીફો સાથે સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન વધારે નફાની શોધમાં મોટું નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું. જો તમે ભાગીદારીમાં વેપાર કરી રહ્યાં છો તો તમારે તમારા જીવનસાથી પર આંધળો વિશ્વાસ કરવો નહી.

આ અઠવાડિયાનાં મધ્યમાં ઘરનાં કોઈ વડીલ સભ્યનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનો વિષય બનશે, જ્યારે અઠવાડિયાનાં બીજા ભાગમાં, કેટલાક મોટા લોકો તમારું બજેટ બગાડી શકે છે. આ સમય દરમિયાન વિવિધ સ્રોતમાંથી પૈસા આવશે પરંતુ ખર્ચાઓ વધારે રહેશે. આ અઠવાડિયાનાં અંત સુધીમાં સંતાન સંબંધીત તમારી કોઈ મોટી ચિંતા દુર થવા પર તમને માનસિક રાહત મળશે. પ્રેમ સંબંધની દ્રષ્ટિએ આ સપ્તાહ તમારા માટે સારું ના કહી શકાય. આવી સ્થિતિમાં આ દિશામાં કોઈ નિર્ણય ખુબ જ કાળજીપુર્વક લો. સુખી લગ્નજીવન માટે તમારા વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢવો.

ઉપાય : હનુમાન ચાલીસાનો દરરોજ ૭ વખત પાઠ કરવો.

ધન રાશિ

નાની-નાની સમસ્યાઓની અવગણના કરવામાં આવે તો આ અઠવાડિયું તમારા માટે એકંદરે શુભ સાબિત થવાનું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં સમાજ સેવા સાથે જોડાયેલા લોકોનું કોઈ કામ માટે સન્માન થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા મનને ધાર્મિક કામમાં વધારે રસ રહેશે. નોકરીયાત લોકોને કામનાં ક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ અને જુનિયર બંનેનો સહયોગ મળશે. જો તમે છેલ્લા કેટલાક સમયથી બિમાર છો તો તમને આ અઠવાડિયે સ્વાસ્થ્યમાં લાભ મળશે. આ અઠવાડિયાનાં અંત સુધીમાં માત્ર તમારી શારીરિક જ નહી પરંતુ કોઈ મોટી માનસિક સમસ્યા પણ દુર થઈ જશે.

સરકાર સાથે સંકળાયેલા અસરકારક વ્યક્તિની મદદથી તમારી મોટી સમસ્યાનો ઉકેલ મળી શકે છે. જે લોકો લાંબા સમયથી પોતાના બિઝનેસને વધારવાનું વિચારી રહ્યા છે, તેમનાં માટે આ સમય સારો સાબિત થશે. બિઝનેસમાં સારો ફાયદો થશે. પ્રેમ સંબંધો મજબુત થશે અને પરસ્પર વિશ્વાસ વધશે. તમારા લવ પાર્ટનર સાથે હસી-ખુશીમાં સમય પસાર કરવાની તક મળશે. તમારું લગ્નજીવન સુખમય રહેશે.

ઉપાય : પીળા ફુલ અને તુલસીની દાળ ચઢાવીને દરરોજ ભગવાન શ્રી વિષ્ણુની પુજા કરો અને શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

મકર રાશિ

મકર રાશિ વાળા લોકો માટે આ સપ્તાહ સારું સાબિત થશે. આ અઠવાડિયાની શરૂઆતમાં કરિયર-બિઝનેસ સાથે જોડાયેલી કેટલીક સારી જાણકારી પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી તમારા ઘર-પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. જે લોકો વિદેશમાં અભ્યાસ કે વેપાર કરવાનું વિચારી રહ્યા હતાં, તેમનાં માર્ગમાં આવતા તમામ અવરોધો દુર થઈ શકે છે. કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય તો તેમાં નિર્ણય તમારી તરફેણમાં આવી શકે છે. આ સમય દરમિયાન તમારો નિર્ણય પરિવાર સંબંધિત કોઈ સમસ્યા માટે યોગ્ય સાબિત થશે. નોકરી શોધનારા લોકો માટે આ સમય સારો રહેશે. તેમને તેમનાં સિનિયર અને જુનિયર બંનેનો સહયોગ મળશે. આવકનાં વધારાનાં સ્રોત મળશે અને સંચિત સંપત્તિમાં વધારો થશે.

ઈચ્છિત પ્રમોશન કે ટ્રાન્સફર થઈ શકે છે. અઠવાડિયાનાં ઉત્તરાર્ધમાં અચાનક કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત થવાનાં યોગ બની શકે છે. આ સમય દરમિયાન તમને કોઈ શુભ કામમાં ભાગ લેવાની તક પણ મળશે. પ્રેમ સંબંધની દ્રષ્ટિએ આ અઠવાડિયું તમારા માટે શુભ સાબિત થશે. જો તમે તમારા પ્રેમને કોઈની સામે પ્રપોઝ કરવા માંગો છો તો આવું કરવાથી તમને તેમાં સફળતા મળી શકે છે. તમારું લગ્નજીવન સુખમય રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

ઉપાય : દરરોજ ભસ્મ અને શમીપત્ર ચઢાવીને ભગવાન શિવજઇની પુજા કરો. સાથે જ રુદ્રાક્ષની માળાથી શિવ મંત્રનો જાપ કરો.

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા લોકો માટે આ સપ્તાહ શુભ અને લાભકારી રહેશે. આ અઠવાડિયાની શરૂઆતમાં તમારી કોઈ પ્રભાવી વ્યક્તિ સાથે મુલાકાત થશે, જેની મદદથી તમને ભવિષ્યમાં લાભ સંબંધિત કોઈપણ આયોજનમાં જોડાવાની તક મળશે. નોકરીયાત લોકોને કામનાં ક્ષેત્રમાં કોઈ મોટું પદ અથવા મોટી જવાબદારી મળી શકે છે. પગાર અને સન્માનમાં વધારો થશે. જો તમે લાંબા સમયથી પોતાનું કામ બદલવાનું વિચારી રહ્યા છો તો તમારી આ ઈચ્છા આ અઠવાડિયે પુરી થઈ શકે છે. તમને વધારે સારી તક મળી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે પણ આ અઠવાડિયું શુભ રહેશે. આ અઠવાડિયાની શરૂઆતથી જ તમે તમારા વ્યવસાયમાં ઇચ્છિત લાભ મેળવી શકશો.

અઠવાડિયાનાં મધ્યમાં વ્યવસાયનાં સંદર્ભમાં કરેલી યાત્રા સુખદ અને ફાયદાકારક સાબિત થશે. બજારમાં તમારી પ્રતિષ્ઠા વધશે. આ સમય દરમિયાન કોઈ સ્કીમમાં પૈસાનું રોકાણ કરવાથી ભવિષ્યમાં તમને લાભ થવાની સંભાવના છે. જોકે આવું કરતા પહેલા તમારા શુભેચ્છકોની સલાહ લેવી હિતાવહ રહેશે. પ્રેમ સંબંધમાં લવ પાર્ટનર સાથે વધારે સારું સંકલન રહેશે. જીવનસાથી સાથે ખુશીની સારો સમય પસાર કરવાની તક મળશે.

ઉપાય : દરરોજ હનુમાનજીની પુજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિવારે પીપળાનાં ઝાડ નીચે લોટ માંથી બનેલો ચાર મુખી દિવો પ્રગટાવો.

મીન રાશિ

મીન રાશિ વાળા લોકોએ આ અઠવાડિયાની શરૂઆતમાં થોડા લાભ માટે મોટું નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું પડશે. આ સમય દરમિયાન તે લોકોથી દુર રહેવું, જે તમને વારંવાર કોઈ મોટી મુંઝવણમાં મુકે છે. કોઈની વાતોમાં આવીને કે લાગણીઓમાં આવીને કોઈ મોટો નિર્ણય લેવો નહિ. ઘર હોય કે તમારું કામનું સ્થળ, લોકોની નાની-નાની વાતોને નજરઅંદાજ કરવી સારું રહેશે. આ અઠવાડિયે તમને તમારા અધિકારીઓ અને સાથીઓને સાથે રાખવાથી ફાયદો થશે. જમીન-મકાન સંબંધિત વિવાદને લઈને તમારે કોર્ટની મુલાકાત લેવી પડી શકે છે. જોકે કોર્ટની બહાર વાતચીત દ્વારા આવા વિવાદનો ઉકેલ લાવવો તમારા માટે ફાયદાકારક સોદો સાબિત થશે.

આ અઠવાડિયાનાં ઉત્તરાર્ધમાં તમે અચાનક મિત્રો સાથે કોઈ પર્યટન સ્થળની યાત્રા પર જઈ શકો છો. આ યાત્રા સુખદ અને મનોરંજક સાબિત થશે. આ અઠવાડિયાનાં અંતે પ્રિયજનનાં ઘરે આગમન થતાં ખુશીનો માહોલ રહેશે. પ્રેમ સંબંધો મજબુત થશે અને લવ પાર્ટનર સાથે સારો તાલમેલ રહેશે. જીવનસાથી સાથે ખુશીની ક્ષણો પસાર કરવાની તક મળશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

ઉપાય : દરરોજ સુર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરો અને પુજામાં વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

Advertisement