લાઈમ લાઈટથી ખૂબ જ દૂર રહે છે શશી કપૂરની પૌત્રી, સુંદરતામાં કરીના અને કરિશ્માને પણ આપે છે ટક્કર

Posted by

કપૂર પરિવાર બોલીવુડનો સૌથી જુનો અને ચર્ચિત પરિવાર છે. તેને ભારતીય સિનેમાનો પરિવાર પણ કહેવામાં આવે છે. આ પરિવારની પાંચમી પેઢી હાલના દિવસોમાં બોલીવુડમાં પોતાનો જલવો બતાવી રહી છે. જણાવી દઈએ કે કરીના કપૂર, કરિશ્મા કપૂર અને શાહિદ કપૂર, કપૂર પરિવારની પાંચમી પેઢી છે. રાજ કપૂરને પોતાના આદર્શ માનીને તેમના પૌત્ર-પૌત્રીઓએ ફિલ્મી દુનિયામાં પોતાના ડગલા માંડ્યા અને સફળ પણ રહ્યા.

કરીના, કરિશ્મા તો બોલિવૂડની સૌથી સુપર હિટ અને સુંદર અભિનેત્રીઓમાં સામેલ છે જ પરંતુ આજે અમે કપૂર પરિવારની તે દિકરીની વાત કરવા જઈ રહ્યા છીએ જે સુંદરતામાં પોતાની કઝિન સિસ્ટર કરિશ્મા, કરીના, રિદ્ધિમાને પણ ટક્કર આપે છે પરંતુ લાઈમ લાઈટથી ખૂબ જ દૂર રહે છે. ચાલો જાણી લઈએ આખરે કઈ છે કપૂર પરિવારની તે દિકરી.

ભારતીય સિનેમાનાં સૌથી સફળ અભિનેતાઓની લિસ્ટમાં સામેલ શશી કપૂરના સ્મિતના બધા જ કાયલ હતા, સાથે જ તેમની સુંદર અદાકારી દર્શકોનું દિલ જીતી લેતી હતી. જોકે હવે તો શશી કપૂરની ફક્ત યાદો જ આપણી વચ્ચે રહેલી છે પરંતુ તેમનો પરિવાર હજુ પણ આપણી વચ્ચે છે. હકીકતમાં આજે અમે વાત કરી રહ્યા છીએ રાજ કપૂરના નાનાભાઈ શશી કપૂરની પૌત્રી શાયરા લોરા કપૂરની.

ખૂબ જ સુંદર છે શાયરા કપૂર જુઓ તસવીરો

જણાવી દઈએ કે શશી કપૂરે વિદેશી અદાકાર જેનિફર કંડેલ સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેમના ત્રણ બાળકો કુણાલ કપૂર, કરણ કપૂર અને સંજના કપુર હતા. શાયરા લોરા કપૂર શશી કપૂરનાં દિકરા કુણાલ કપૂરની દિકરી છે. શાયરા દેખાવમાં ખૂબ જ સુંદર છે અને લુક્સની બાબતમાં કરીના, કરિશ્મા અને રિદ્ધિમાની જેમ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ પણ છે. જે કપૂર પરિવાર તરફથી તેને વારસાગત મળેલી છે.

કપૂર પરિવારનાં ક્રિસમસ મીટ પર તે પોતાના કાકા કરણની સાથે નજર આવી હતી. બોલિવૂડમાં જ્યાં કપૂર પરિવારનાં કીડ્સનો જલવો દેખાય છે તો વળી શાયરાનો સંબંધ કપૂર પરિવાર સાથે હોવા છતાં પણ તે લાઈમ લાઈટથી દૂર રહે છે. જણાવી દઈએ કે આલિયાના પિતા કુણાલ કપૂરે પણ ફિલ્મમાં નસીબ અજમાવ્યું હતું. પરંતુ તે ફિલ્મી દુનિયામાં સફળ થઈ શક્યા નહીં. તેમણે ફિલ્મ આહિસ્તા આહિસ્તામાં કામ કર્યું હતું પરંતુ તે ફિલ્મ ફ્લોપ રહી અને તે પોતાનું કરિયર બનાવી શક્યા નહીં.

જણાવી દઈએ કે કુણાલ કપૂરે રમેશની દિકરી શીના સાથે લગ્ન કર્યા હતા પરંતુ તે લગ્ન લાંબા સમય સુધી ચાલી શક્યા નહીં અને જલ્દી બંનેના છૂટાછેડા થઈ ગયા. કરિયરની વાત કરીએ તો કુણાલ કપૂરે ફિલ્મ મેકિંગમાં પણ પોતાનું કરિયર બનાવ્યું હતું પરંતુ તેમના બાળકો પોતાનું કરિયર બોલિવૂડમાં બનાવી શક્યા નહી. કહેવામાં આવે છે કે શાયરાનો ફિલ્મોમાં કરિયર બનાવવાનો કોઈ ઈરાદો નથી.

જોકે અમુક ફિલ્મી પંડિતોનું માનીએ તો જો શાયરા ક્યારેય પણ ફિલ્મોમાં આવે છે તો તે ઘણી બોલીવુડ સેલેબ્સને સારી એવી ટક્કર આપી શકે છે. પરંતુ સાયરાને કેમેરાથી દૂર રહેવું જ પસંદ છે. તે ફિલ્મોથી દૂર પોતાનું કરિયર બનાવવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *