લોકોને ઘરે પહોચાડ્યા બાદ હવે સોનું સુદ પરપ્રાંતિયો લોકોને અપાવશે નોકરી, લોન્ચ કર્યું રોજગાર પોર્ટલ

Posted by

તાજેતરમાં દેશભરમાં કોરોના વાયરસના કારણે કરેલ લોકડાઉનના કારણે લોકોને ઘણી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને પરપ્રાંતીય મજૂરોને આ દરમિયાન સૌથી વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ સમયે અભિનેતા સોનું સુદ એક મસીહા બનીને સામે આવ્યા હતાં. ત્યારબાદથી તેઓ સતત પરપ્રાંતિયોની મદદ માટે ખડે પગે ઊભા રહ્યા હતાં. હવે સોનું સુદે આ પરપ્રાંતિયો લોકોના રોજગારની જવાબદારી પણ પોતાના ખભા પર લઈ લીધી છે.

પરપ્રાંતિયોને નોકરી અપાવવામાં મદદ કરશે પોર્ટલ

હકીકતમાં હાલમાં જ સોનું સુદે “પ્રવાસી રોજગાર” ના નામથી એક રોજગાર પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ પરપ્રાંતિયો લોકોને નોકરીની લીંક અને નોકરી અપાવવામાં મદદ કરશે. મુંબઈ મિરરના રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમણે આ પોર્ટલના ડિઝાઇનને લઈને ઘણું વિચાર્યું છે અને અંતે હવે તેમની આ યોજના બનીને તૈયાર છે. તેના માટે તેમણે ઘણા ટોચના સંગઠનોની સલાહ લીધી છે.

આ પોર્ટલ દ્વારા ૫૦૦ થી વધારે કંપનીઓ કરશે મદદ

આ પોર્ટલ દ્વારા અપેરલ, સ્વાસ્થ્ય સેવા, એન્જિનિયરિંગ, બીપીઓ, સુરક્ષા, ઓટોમોબાઈલ, ઈ-કોમર્સ અને લોજિસ્ટિક્સથી જોડાયેલ ૫૦૦ થી વધારે કંપનીઓમાં નોકરીની તકો પૂરી પાડશે. ૪૭ વર્ષીય અભિનેતા એ તેના માટે દિલ્હી, મુંબઈ, બેંગલોર, હૈદરાબાદ, કોઇમ્બતુર, અમદાવાદ અને તિરુવંતપુરમમાં ૨૪ કલાક કામ કરનાર હેલ્પલાઇનની પણ વ્યવસ્થા કરી છે. આ પોર્ટલ પરપ્રાંતિયો લોકોને ફક્ત નોકરી જ નહી પરંતુ તેના દ્વારા અંગેજી ભાષા બોલતા પણ શીખવશે.

ઘણી ભાષાઓમાં લોન્ચ કરવાની તૈયારી

હાલમાં આ પોર્ટલને ફક્ત અંગ્રેજી ભાષામાં જ બનાવવામાં આવ્યું છે. પરંતુ જલ્દી જ તેને પાંચ અન્ય ભાષાઓમા પણ જોવા મળશે. આ પોર્ટલ વિષે જાણકારી આપતાં સોનુ સુદે એક ટ્વિટ પણ કર્યું છે. તેમાં લખ્યું છે કે, હવે છે રોજગાર નો વારો.

જોઈ લો સોનુ સુદ નું ટ્વિટર પોસ્ટ

આ કારણે સોનુ સુદને આવ્યો પોર્ટલ બનાવવાનો વિચાર

સોનુ નું કહેવું છે કે તેમને આ પોર્ટલ બનાવવાનો વિચાર તેમને તે સમયે આવ્યો જ્યારે તેમણે ઘણા પરપ્રાંતિયો લોકોને એવું કહેતા સાંભળ્યા કે તે ફરીથી કામ પર આવવાની રાહ જોઈ રહ્યાં છે. મહાનગરોથી પોતાના ઘરે પરત ફરવાવાળા મજદૂરો સામે આ સમયે રોજગાર સૌથી મોટો પ્રશ્ન બની ચૂક્યો છે. સોનુ સુદે એકવાર ફરી નક્કી કરી લીધું છે કે કોઈપણ મુશ્કેલ સમયમાં તે તેમનો સાથ નહી છોડે.

હાલમાં જ સોનુ એ ૪૦૦ મજદૂરોના પરિવારની ઉઠાવી જવાબદારી

નોંધપાત્ર છે કે સોનુ સુદે લોકડાઉનના સમયમાં હજારો પરપ્રાંતિયો લોકોને સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોચાડ્યાં હતાં. તેમના આ ઉમદા કાર્ય માટે ઘણા લોકોએ તેમની ખૂબ જ પ્રસંશા કરી હતી. હાલમાં જ તેમણે ૪૦૦ પરપ્રાંતિયો લોકોના પરિવારોને આર્થિક રીતે મદદ કરવા માટેની જવાબદારી ઉપાડી હતી. તેમણે તે પરિવારોના બાળકોને સુરક્ષિત રાખવા માટે સાથે સાથે તેમનું પણ ઘર બનાવશે. સોનુએ કહ્યું હતું કે તેમની આ મદદ તેમના માટે ભાવનાત્મક પ્રવાસ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *