લોકોથી ખચાખચ ભરેલી હતી કાર, ત્યારે આવ્યો વાઘ અને તેના તિક્ષણ જડબાથી બતાવ્યો ખેલ, જુઓ વિડિયો

Posted by

વાઘ એક ખૂબ જ શક્તિશાળી જાનવર હોય છે. તે પોતાનાથી ઘણા મોટા જાનવરોનો પણ શિકાર કરી શકે છે. તેમનું વજન ૨૫૦ કિલો હોય છે. તેમની શાનદાર તાકાતનું એક ઉદાહરણ હાલનાં દિવસોમાં એક વાયરલ વિડીયોમાં ટ્રેન્ડ થઈ રહ્યું છે. ખરેખર સોશિયલ મીડિયા પર આ વીડિયોમાં એક વાઘ યાત્રીઓથી ભરેલી કારને પોતાના જડબાથી પાછળની તરફ ખેંચતો દેખાય છે.

હેરાન કરી નાખનાર આ વિડીયો બેંગ્લોરના બન્નેરઘટા નેશનલ પાર્કનો જણાવવામાં આવી રહ્યો છે. દોઢ મિનિટનાં આ વિડીયોએ જોવા વાળાના હોંશ ઉડાડી દીધા છે. આપણે બધા જાણીએ છીએ કે વાઘમાં બહુ શક્તિ હોય છે પરંતુ એવું ક્યારેય પણ વિચાર્યું ના હતું કે તે  મુસાફરોથી ભરેલી આખી કારને હલાવી નાખવાની ક્ષમતા રાખે છે. આ બધાને હેરાન કરી દેવાવાળી વાત છે.

બંગાળ ટાઈગરની તાકાતનો આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર મોના પટેલ નામની યૂઝરે મૂક્યો છે. તેમનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જણાવી દઈએ કે કુદરતના નાયબ પ્રાણીને જોવા માટે ઘણાં પર્યટકો બેંગ્લોરના બન્નેરઘટા નેશનલ પાર્કમાં જાય છે. આ વખતે પણ એવું જ થયું પરંતુ જ્યારે વાઘ પોતાના જડબાથી કારને પાછળની તરફ ખેંચવા લાગ્યો તો સૌ કોઈ હેરાન થઈ ગયું.

વાઘની તાકાતનો અંદાજો તે વાત પરથી જ લગાવી શકીએ છીએ કે તેણે કારની પાછળ લાગેલ બમ્પરને ખરાબ કરી નાખ્યો. તે તેને ઉખાડવાની કોશિશ કરે છે. તેનાથી તેના તિક્ષણ દાંતના નિશાન બમ્પર પડી જાય છે. આ નજારો અન્ય કારમાં બેસેલા લોકો મોબાઇલમાં કેદ કરી લે છે. તે લોકો પણ વાઘની આ શક્તિ જોઈને હેરાન હતાં. વળી ગાડીમાં બેઠેલા લોકો વાઘ દ્વારા કાર ખેંચવા પર પણ ડર્યા નહી પરંતુ આ મોમેન્ટને એન્જોય કરવા લાગ્યા.

પરંતુ થોડીવાર પછી ત્યાં એક બીજો વાઘ આવી જાય છે, જેને જોઈને બધા લોકો ગભરાઈ જાય છે. ચાલો પહેલા આ ઘટનાનો પૂરો વિડીયો જોઈ લઈએ.

આ વિડીયો જોઈને  લોકોએ કંઈક આવુ રીએક્ટ કર્યું.

ગજબની શક્તિ છે.

આજથી પહેલા આવો નજારો ક્યારે જોયો નહીં હોય.

૧ ટાઈગર પાવર ૧૦૦ હોર્સ પાવર બરાબર હોય છે.

હવે તમને લોકોને આ વિડીયો કેવો લાગ્યો? તે અમને જરૂરથી જણાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *