લૂકમાં બોલિવૂડ અભિનેતાઓને પાછળ છોડી દે છે બિગ બીનો પૌત્ર અગસ્ત્ય નંદા, શાહરૂખ ખાનની દિકરીનો છે મિત્ર

બોલિવૂડના મહાનાયક એટલે કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દિકરી શ્વેતા બચ્ચન કેમેરાની લાઈમલાઈટથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. પિતા (અમિતાભ), માં (જયા) અને ભાઈ (અભિષેક) નું ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવા છતાં પણ ક્યારેય પોતાનું નસીબ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અજમાવ્યું નથી. તેમણે હંમેશા ફિલ્મી દુનિયાથી દૂર પોતાનું ઘર બનાવ્યું છે અને તેમાં તે સફળ પણ રહી છે.

જણાવી દઈએ કે શ્વેતા બચ્ચન વર્ષ ૧૯૯૭માં બિઝનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા અને હવે આ કપલને બે બાળકો છે. જેમાં એક પુત્ર અગસ્ત્ય નંદા અને એક દિકરી નવ્યા નવેલી નંદા છે. નવ્યા ની વાત કરવામાં આવે તો તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હાલના દિવસોમાં પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.

નવ્યા તો સોશિયલ મીડિયા દ્વારા લોકોની વચ્ચે ખૂબ જ પોપ્યુલર છે પરંતુ તેમના દિકરા અગસ્ત્યનાં વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. તેવામાં આજે અમે તમને આ આર્ટિકલમાં શ્વેતાનાં દિકરા અગસ્ત્યનાં વિશે અમુક દિલચસ્પ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

બચ્ચન પરિવાર સાથે છે ખાસ લગાવ

અગસ્ત્ય સોશિયલ મીડિયા પર ખૂબ જ મશહૂર છે. જોકે તે ખૂબ જ ઓછા એક્ટિવ રહે છે, પરંતુ તેમની એક-એક તસ્વીરો પર લાખોની સંખ્યામાં લાઈક્સ અને કોમેન્ટ્સ મળતી રહે છે. અગસ્ત્ય નંદાનો જન્મ ૨૩ નવેમ્બર ૨૦૦૦ નાં રોજ થયો હતો.

હાલમાં જ તેમણે પોતાનો ૨૦ મો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. જણાવી દઈએ કે અગસ્ત્ય પોતાનાં મામા અભિષેક બચ્ચનની ખૂબ જ નજીક છે. એટલું જ નહી પરંતુ નાના અમિતાભ બચ્ચન પણ તેમને ખૂબ જ પ્રેમ કરે છે. બચ્ચન પરિવારના દરેક ફંકશનમાં અગસ્ત્ય જરૂર સામેલ થાય છે.

કપૂર પરિવાર સાથે પણ છે સંબંધ

હકીકતમાં નિખિલ નંદા રાજ કપૂરની દિકરી રીતુ નાં દિકરા છે. આ જ કારણ છે કે નંદા પરિવારનો સંબંધ કપૂર પરિવાર સાથે પણ છે, તેથી કપૂર પરિવારમાં જ્યારે પણ કોઈ ફંકશન કે પાર્ટી હોય છે તો શ્વેતા પોતાના બંને બાળકો નવ્યા અને અગસ્ત્યની સાથે જરૂર પહોંચી જાય છે.

સુહાના ખાન અને અગસ્ત્ય નંદાની છે સારી મિત્રતા

બોલીવુડના કિંગ ઓફ રોમાન્સ એટલે કે શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન અને શ્વેતા નંદાનાં દિકરા અગસ્ત્ય એકબીજાને ખૂબ જ સારા મિત્રો બતાવે છે. બંનેને સાથે ઘણીવાર સ્પોટ કરવામાં આવ્યા છે. એટલું જ નહી પરંતુ સુહાના અને અગસ્ત્ય એકબીજાની ઈન્સ્ટા પોસ્ટ પર પણ ખૂબ જ કોમેન્ટ અને લાઈક કરતા નજર આવે છે.

જણાવી દઈએ કે અગસ્ત્ય નંદા પણ વિદેશમાં જ અભ્યાસ કરે છે. તેમણે લંડનની સેવન ઓક્સ સ્કૂલથી સ્નાતકની ડિગ્રી મેળવી છે.

અગસ્ત્ય નિર્દેશન અને ફિલ્મ મેકિંગમાં બનાવી શકે છે કરિયર

વાત કરવામાં આવે જો અગસ્ત્ય નંદાના કરિયરની તો તેમને રુચિ ફિલ્મ નિર્દેશન અને મેકિંગની તરફ વધારે છે. તેમણે લંડનની સેવન ઓક્સ સ્કૂલમાં ફિલ્મ મેકિંગમાં જ સ્નાતકની ડિગ્રી મેળવી છે. જણાવી દઈએ કે તેમણે પોતાના ગ્રેજ્યુએશનના દિવસોમાં પોતાના બે મિત્રોની સાથે એક શોર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું હતું અને આ ફિલ્મ માટે તેમણે બેક ગ્રાઉન્ડ મ્યુઝીક પણ આપ્યું છે.

અગસ્ત્યને પટકથા અને નિર્દેશનનાં કાર્યોમાં પણ ખૂબ જ રસ છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર તે સતત તસ્વીરો શેર કરતાં રહે છે અને તેમના લાખોની સંખ્યામાં ફોલોવર્સ પણ છે.