પતિ-પત્ની અને પ્રેમી પ્રેમિકાની વચ્ચે સંબંધ મજબૂત કરવામાં પ્રેમ મહત્વની ભૂમિકા નિભાવે છે. પરંતુ આ પ્રેમ સિવાય શારીરિક સંબંધ પણ એટલું જ મહત્વ રાખે છે. જ્યારે પણ વાત શારીરિક સંબંધની આવે છે તો પુરુષ તેમનો ખોટો મતલબ કાઢવા લાગે છે. પુરુષોને લાગે છે કે જ્યારે પણ મહિલાઓ બેડ પર રોમેન્ટિક હોય છે તો તેમને ફક્ત સંબંધ બનાવવાથી જ મતલબ હોય છે. પરંતુ એવું હોતું નથી. તેમની સાથે અમુક અન્ય ચીજો પણ હોય છે, જેની ઈચ્છા મહિલા એક પુરુષ પાસેથી રાખે છે. તો ચાલો જાણી લઈએ કે એક મહિલા રોમાન્સ દરમિયાન પુરુષો પાસેથી શું શું ઈચ્છે છે.
- પુરુષ જ્યારે પણ સંબંધ બનાવે છે તો તેને ઉતાવળમાં પૂર્ણ કરી દેતા હોય છે. જ્યારે મહિલાઓના વિચાર તેનાથી વિપરીત હોય છે. તે ઇચ્છતી હોય છે કે પુરુષ પહેલા થોડી વાતચીત કરે થોડા રોમાન્ટિક થઈ જાય મૂડ બનાવે અને ત્યારબાદ શારીરિક સંબંધ બનાવવામાં આવે.
- મોટાભાગની મહિલાઓ પોતાના પાર્ટનર પાસેથી બેડરૂમમાં કંઈક નવું કરવાની અપેક્ષા રાખતી હોય છે. તમારે તેમને થોડી અલગ સરપ્રાઈઝ આપવી જોઈએ. દરરોજ એક જ પ્રકારના સંબંધ બનાવવાથી તે કંટાળી જાય છે. તેથી તમારે તેમાં કંઈક નવી વેરાઈટી લાવવી જોઈએ.
- મહિલાઓ ઇચ્છે છે કે તમે પણ તેમની સંતુષ્ટિનો પૂરો ખ્યાલ રાખો. મોટાભાગના પુરુષો ફિઝિકલ થતા સમયે ફક્ત પોતાની સંતુષ્ટિનો જ ખ્યાલ રાખતા હોય છે. તેમણે એકવાર ચરમસુખ મળી જાય તો બાદમાં તે એ જોતા નથી કે મહિલા હજુ સુધી તે ચરમસુખ સુધી પહોંચી છે કે નહી.
- સંબંધ બનાવી લીધા બાદ ઘણા પુરુષો મોઢું ફેરવીને સૂઈ જતા હોય છે. મહિલાઓને આ વાત પણ બિલકુલ પસંદ હોતી નથી. તે ઇચ્છતી હોય છે કે પુરુષો શારીરિક સંબંધ બનાવ્યા બાદ તેમની સાથે થોડીવાર વાતચીત કરે. તેમને ગળે લગાવીને સુવે.
- જ્યારે પણ સંબંધ બનાવો તો ડાયરેક્ટ ફિઝિકલ થવું નહી. પહેલા થોડું ફોર-પ્લે પણ કરવું. તમે શરૂઆતમાં જેટલું વધારે ફોર-પ્લે કરશો ક્લાઇમેક્સ દરમિયાન મહિલાઓને એટલો જ વધારે આનંદ આવશે. તેથી તે આ ચીજ પણ પુરુષો પાસેથી ઈચ્છે છે.
- મહિલાઓ ઈચ્છતી હોય છે કે સંબંધ બનાવતા દરમિયાન પુરુષ તેમને ઈજ્જત આપે અને પ્રેમથી ટ્રીટ કરે. તે પોતાને ફક્ત પુરુષોની હવસ પૂરી કરવાનું મશીન બનાવવા માંગતી નથી. તમારે તેમને તે દરમિયાન પૂરું માન-સન્માન આપવું જોઈએ.
- સંબંધ બનાવતા સમયે મહિલાઓની મરજી પણ ખૂબ જ મહત્વ રાખતી હોય છે. જો તેમનો મૂડ ના હોય તો તે સંબંધ બનાવવા માંગતી નથી તો તમારે તેમની સાથે જબરદસ્તી કરવી ના જોઈએ.
- સંબંધ બનાવતા પહેલા કે તે દરમિયાન કોઈ રોમેન્ટિક મુવી કે વિડીયો જોવો પણ સારો આઈડિયા હોય છે. તેનાથી મૂડ બનાવવામાં મદદ મળે છે.