મેષ રાશિ
આજે તમને તમારા લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ મળશે. તમે તમારા કામ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. લાંબા સમયથી અધુરા રહેલા તમારા દરેક કામ પુરા થશે. મિત્રો સાથે સારું સંકલન રહેશે. નવા બિઝનેસનું પ્લાનિંગ કરી શકો છો, જેનાં માટે આજનો દિવસ ખુબ જ સારો રહેશે. તમારા પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. આર્થિક સ્થિતિ મજબુત રહેશે. ધન લાભ થઈ શકે છે. તમને તમારા ભાગ્યનો ભરપુર સહયોગ મળશે. પૈસાને લઈને વધારે ચિંતા કરવી નહીં. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા પરિણામ મેળવી શકો છો.
વૃષભ રાશિ
આજે તમારું કોઈ અધુરું સપનું પુરું થવાની સંભાવના રહેલી છે. જુની વિવાદનો અંત આવી શકે છે. ભાઈ-બહેનનો પુરો સહયોગ મળશે. તમારે વ્યવસાયની બાબતમાં મુસાફરી કરવી પડશે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. તમે પારિવારિક જરૂરિયાતો પર પુરતુ ધ્યાન આપશો. સમાજ માટે કામ કરવાની પ્રેરણા મળશે. ઓફિસનું કામ સમયસર પુરું કરશો. ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખુબ જ ખુશ રહેશે. પ્રમોશન સાથે પગારમાં વધારાની ખુશખબરી મળી શકે છે. સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતા વધશે. બિઝનેસમાં ફાયદો થશે. તમે જરૂરિયાતમંદોને મદદ કરવાનો પ્રયાસ કરી શકો છો.
મિથુન રાશિ
તમારા માટે આજનો દિવસ થોડો મુશ્કેલ રહી શકે છે. તમારે ઘરની જરૂરિયાતો પાછળ થોડા પૈસા ખર્ચ કરવા પડી શકે છે, જે તમારા માટે ચિંતાનું કારણ બનશે. તમને તમારી આવક અનુસાર ઘરનાં ખર્ચાઓનું બજેટ બનાવવાની સલાહ આપવામાં આવે છે. સંતાનની કોઈપણ નકારાત્મક પ્રવૃત્તિ તમને પરેશાન કરી શકે છે, તેમને ઠપકો આપવાને બદલે મૈત્રીપુર્ણ રીતે સમજાવવાનો પ્રયાસ કરો. મિત્રો સાથે મળીને નવા કામની યોજના બનાવશો, જેનાથી તમને ભવિષ્યમાં સારો લાભ મળશે. પ્રભાવશાળી લોકોની મદદથી તમારો ઉત્સાહ બમણો થઈ જશે. જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યાં છે તેમને આજે સારી તક મળી શકે છે.
કર્ક રાશિ
આજે કોઈપણ અજાણ્યા વ્યક્તિની વાતો પર જલ્દી વિશ્વાસ ના કરી લેવો નહિતર તેઓ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. આજે તમારા માટે ધન પ્રાપ્તિની પ્રબળ સંભાવનાઓ રહેલી છે, જેનાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ મજબુત થશે. બિઝનેસમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકો છો, જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે. નોકરીનાં ક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓની કૃપા રહેશે. કેટલીક બાબતોમાં વૃદ્ધ લોકોની સલાહ તમને કામમાં આવી શકે છે. નવા કામની શરૂઆત કરવી હોય તો પુરા ઉત્સાહ સાથે આગળ વધવું, આજનો દિવસ ખુબ જ શુભ છે. માતા-પિતાનાં આશીર્વાદ તમારી સાથે રહેશે. તમે ઘરનાં નાના બાળકો સાથે મસ્તી કરતા જોવા મળશો.
સિંહ રાશિ
તમારો આજનો દિવસ પહેલા કરતા સારો રહેશે. સાસરીયા પક્ષ તરફથી આર્થિક લાભ મળવાનાં યોગ છે. બિઝનેસ સારો ચાલશે. બિઝનેસ સમૃદ્ધ થશે. કામનાં ક્ષેત્રમાં સહકર્મીઓની મદદથી તમે તમારા અધુરા કામ પુરા કરશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારો આજનો દિવસ સામાન્ય રહેશે. બહારનું ખાવું નહિ નહિતર પેટને લગતી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. અગાઉ રોકાણ કર્યું હતું તો આજે સારો નફો મળી શકે છે. મહેનતથી કામ પુર્ણ કરવાનાં પ્રયાસો કરવા. જીવનસાથીનો દરેક પગલે સહયોગ મળશે.
કન્યા રાશિ
આજે તમારો દિવસ મિશ્રિત પરિણામ લઈને આવશે. મનમાં અલગ-અલગ પ્રકારનાં વિચારો આવી શકે છે, જેનાથી તમારી મુંઝવણ વધશે. તમારે તમારી વિચારસરણીને સકારાત્મક રાખવાની જરૂર રહેશે. ભાઈ-બહેન સાથે ચાલી રહેલા મતભેદોનો અંત આવશે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર વધારે ધ્યાન આપવાની જરૂર રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમારે મહેનત કરવી પડશે તો જ તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. આજે તમારે લાંબા અંતરની મુસાફરી પર જવું નહિ. જો યાત્રા જરૂરી હોય તો વાહનનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવી. ભાગીદારીમાં કોઈ નવું કામ શરૂ કરવું હોય તો ચોક્કસ વિચારી લેવું.
તુલા રાશિ
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કોઈ વ્યક્તિની મદદથી રોજગાર મેળવવાનાં પ્રયત્નો પુરા થશે. ભાગીદારી દ્વારા તમે તમારું કાર્ય કરાવી શકશો. તમારી મહેનત પ્રમાણે તમને પરિણામ મળશે. નવી પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવી શકો છો. માતા-પિતાનો સાથ અને આશીર્વાદ તમારી સાથે રહેશે. તમે તમારા બધા કામ સમયસર પુરા નહિ કરો તો ભવિષ્યમાં તમને મુશ્કેલી આવી શકે છે. ઘરનું વાતાવરણ ખુશહાલ રહેશે. ભાઈ-બહેનનો પુરો સહયોગ મળશે. શારીરિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. તમને વિવિધ સ્રોતોમાંથી લાભ થવાની સંભાવનાં છે.
વૃશ્ચિક રાશિ
આજે તમારો દિવસ થોડો મુશ્કેલ રહી શકે છે. માનસિક તણાવનાં કારણે તમે ખુબ જ ચિંતિત રહેશો. તમારે તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે નહિતર કોઈની સાથે વિવાદ થઈ શકે છે. આજે કરિયરમાં પ્રગતિની તક મળી શકે છે. કામનાં ક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે. તમારા લગ્નજીવનમાં ખુશીઓ આવશે. પરણિત લોકોને લગ્નનો સારો પ્રસ્તાવ મળશે. તમારી લવ લાઈફમાં ઉતાર-ચઢાવ આવશે. તમારે તમારા જીવનસાથીની લાગણીઓને સમજવાની જરૂર રહેશે. તમે તમારા માતાપિતા સાથે મંદિરની મુલાકાત લઈ શકો છો. જરૂરિયાતમંદને મદદ કરવાની તક મળે તો જરૂર કરવી.
ધન રાશિ
આજનો દિવસ તમારા માટે ફળદાયી રહેશે. બેરોજગાર લોકોને રોજગાર મળવાની પુરી સંભાવનાં છે. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ મળશે. તમે તમારી મધુર વાણીથી બીજાનાં દિલ જીતવામાં સફળ થશો. આજે બીજાનાં કામમાં દખલગીરી ના કરવી. જો તમે અગાઉ કોઈને પૈસા ઉધાર આપ્યા હતાં તો તે તમને પાછા મળશે. નવું રોકાણ કરવાની યોજના બનાવી શકો છો, જેનાંથી ભવિષ્યમાં તમને ફાયદો થશે. તમે પરિવારનાં લોકો સાથે કોઈ સારી જગ્યાની મુલાકાત લેવાનું વિચારી શકો છો. બાળકોનાં અભ્યાસ સંબંધિત ચિંતાઓ દુર થશે. વિદ્યાર્થીઓ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા પરિણામ મેળવી શકે છે.
મકર રાશિ
આજે ઉત્સાહમાં આવીને ઉતાવળમાં કોઈપણ કામ ના કરવું નહિતર તમને જ નુકસાન થઈ શકે છે. થોડા દિવસોથી અધુરા રહેલા તમારા બધા જ કામ પુરા થશે. નોકરીનાં ક્ષેત્રમાં તમારે તમારા બધા કામ સમયસર પુરા કરવા જોઈએ નહિતર તમારે ઉચ્ચ અધિકારીઓનાં ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. તમે તમારા મિત્રો સાથે ફરવા જવાનું વિચારી શકો છો. તમને પરિવારનાં સભ્યોનો સંપુર્ણ સહયોગ મળશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મોટી માત્રામાં ધન લાભ થવાની સંભાવનાં છે. દુર સંચાર દ્વારા કેટલાક સારા સમાચાર સાંભળવા મળી શકે છે, જે તમારા મનને ખુબ જ ખુશ કરશે. તમારે તમારી વાણી પર મધુરતા રાખવાની જરૂર રહેશે કારણ કે તે તમને આદર આપશે.
કુંભ રાશિ
આર્થિક દૃષ્ટિકોણથી આજનો દિવસ તમારા માટે સારો રહેશે. લાંબા સમયથી ઉધાર આપેલા પૈસા આજે સરળતાથી પાછા મળી શકે છે. કામ માં કરેલા પ્રયત્નો સફળ થશે. ઘરેલુ જરૂરિયાતો પુરી થશે. તમારી કમાણીમાં વધારો થશે. તમને તમારા નસીબનો સંપુર્ણ ટેકો મળશે. જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે. ઓફિસનાં કામથી યાત્રા પર જવું પડી શકે છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમને તમારી સારી વિચારસરણીનો લાભ મળશે. મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી શકશો. કોર્ટનાં કેસોમાં ચુકાદો તમારા પક્ષમાં આવશે. પ્રેમ સંબંધો મજબુત થશે.
મીન રાશિ
આજે વિદ્યાર્થીઓનો દિવસ ખુબ જ સારો રહેશે. તમારું મન અભ્યાસમાં ખુબ જ વ્યસ્ત રહેશે. પ્રગતિની નવી તક મળી શકે છે. સામાજિક ક્ષેત્ર હોય, નોકરી કે કોઈ અન્ય ક્ષેત્રોમાં આજે તમને ધન લાભ જરૂર થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ નરમ રહેશે. હવામાનમાં ફેરફારનાં કારણે રોગો તમને અસર કરી શકે છે, તેથી તમારે સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે. તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખવું. વાહનોનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવી. તમારે કાનુની બાબતોથી દુર રહેવું પડશે.