બાળકો પોતાના માતા-પિતાની સાથે શરૂઆતમાં સૌથી વધારે સમય પસાર કરે છે. જેના લીધે બાળકોનુ મન, સ્વભાવ અને વ્યવહાર પર સૌથી વધારે પ્રભાવ માં-બાપનો જ પડે છે. ઘણીવાર જોવા મળ્યું છે કે માતા-પિતાથી જાણતા-અજાણતામાં અમુક એવી ભૂલો થઇ જતી હોય છે. જેના લીધે બાળકોના મસ્તિષ્ક પર નકારાત્મક પ્રભાવ પડતો હોય છે. જેના લીધે જ તેમને જીવનમાં આગળ ઘણા પ્રકારના પડકારો અને સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. બાળકો ધીરે-ધીરે ભાઈ-બહેન, માતા-પિતા, ઘરના અન્ય સદસ્યો, મિત્રો અને સમાજમાં જીવવાનું શીખવા લાગે છે પરંતુ માતા-પિતાનો સહયોગ સૌથી વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમારાથી કોઈપણ પ્રકારની ભૂલ થાય છે તો તેનો પ્રભાવ બાળકોના જીવન પર પડે છે. આજે અમે તમને અમુક એવી ભૂલો ના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેમના પર તમારે ખૂબ જ ધ્યાન આપવું જરૂરી હોય છે.
બાળકોને સમય ના આપી શકવો
જેમ કે આપણે બધા જ લોકો જાણીએ છીએ કે વર્તમાન સમયમાં બધા જ લોકોનું જીવન ખૂબ જ વ્યસ્ત થઈ ચૂક્યું છે. માં-બાપ પણ વ્યસ્ત જીવનશૈલીના લીધે બાળકોને સમય આપી શકતા નથી જેના લીધે બાળકોના માનસિક વિકાસ અને સામાજિક વિકાસ પર પ્રભાવ પડે છે. માતા-પિતા વ્યસ્ત હોવાના કારણે બાળકોને સ્વતંત્રતા મળી જાય છે અને બાળકો પર માં-બાપ યોગ્ય રીતે નજર પણ રાખી શકતા નથી, જેના લીધે બાળકો પોતાના મન મુજબ કામ કરવા લાગે છે. જો બાળકોથી કોઈ ભૂલ થઈ જાય છે તો માં-બાપ તેને છુપાવે છે અને ખોટું પણ બોલતા હોય છે. જેના લીધે તમારે પોતાના વ્યસ્ત જીવનમાંથી બાળકો માટે થોડો સમય જરૂર કાઢવો જોઈએ.
બાળકોની દરેક જીદ્દને પૂરી કરવા પાછળ ના ભાગો
બાળકો પોતાના માતાપિતા પાસે કોઈને કોઈ ચીજને લઈને જીદ્દ કરતા હોય છે. માતા-પિતા પણ ઈચ્છતા હોય છે કે તે પોતાના બાળકોની બધી ઈચ્છાઓને પૂરી કરે. દરેક માતા-પિતા પોતાના બાળકોને ખુબ જ પ્રેમ કરતા હોય છે. તે પોતાના બાળકોની બધી જ ખુશીઓ પર ધ્યાન આપે છે. બાળકોને ખુશ રાખવા માટે દરેક સંભવ પ્રયાસ કરતા હોય છે પરંતુ મનોવૈજ્ઞાનિકોના અનુસાર જો બાળકોની બાળપણથી જ દરેક ઈચ્છા પૂરી કરવામાં આવે તો તેમનો વ્યવહારિક વિકાસ યોગ્ય રીતે થઇ શકતો નથી. આપણા બધાના જ જીવનમાં વ્યવહારિક વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. માં-બાપે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે અમુક અવસર પર તમે પોતાના બાળકોની ઈચ્છાઓને ઠુકરાવી શકો છો. તમારા પોતાના બાળકોને સાચું અને ખોટું સમજાવવાની કોશિશ કરવી જોઈએ. જેના લીધે બાળકોના જીવનમાં અનુશાસન આવશે. બાળકોની દરેક જીદને પૂરી કરવા માટે તેની પાછળ ભાગવું યોગ્ય નથી.
બાળકોને વધારે બંધનમાં ના રાખવા
બાળકોનુ મન વધારે ચંચળ હોય છે. તેમને શું સાચું છે અને શું ખોટું છે એ વાતની જરાપણ સમજ હોતી નથી. ઘણા બધા માં-બાપ એવા હોય છે જે પોતાના બાળકો બગડી જવાના ડરના કારણે તેમને બાળપણથી જ ખૂબ જ વધારે બંધનમાં રાખતા હોય છે પરંતુ તમારી આ ભૂલના લીધે બાળકોનો માંનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકતો નથી.
બાળકો પાસે જરૂરિયાતથી વધારે અપેક્ષા રાખવી
માં-બાપ હંમેશા એવું જ ઈચ્છતા હોય છે કે તેમના બાળકો તેમની અપેક્ષા પર ખરા ઉતરે પરંતુ ઘણીવાર એવું થાય છે કે માં-બાપ તેમની પાસેથી જે આશા રાખીને બેઠા હોય છે તે અપેક્ષા પર બાળકો ખરા ઉતરી શકતા નથી. આ સ્થિતિમાં માં-બાપ પોતાના બાળકો પર સતત માનસિક દબાણ બનાવવાની કોશિશ કરે છે. જો તમે પણ આવી ભૂલ કરો છો તો બાળકોનો માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકતો નથી, એટલું જ નહી પરંતુ બાળકોની શીખવાની ક્ષમતા પણ પ્રભાવિત થાય છે.
બાળકોને માંરવાની કે ઠપકો આપવાની ભૂલ
માં-બાપને પોતાના બાળકોને સુધારવાની કોશિશ કરતા હોય છે, જેના લીધે ઘણીવાર બાળકોને માંરતા અને ઠપકો આપતા હોય છે. પરંતુ તમાંરી આ ભૂલના કારણે બાળક ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. બાળકમાં વિરોધી માંનસિકતા ઉભી થવાની સંભાવના રહે છે. જો તમે પણ પોતાના બાળકોને માંરતા કે ઠપકો આપતા હોય તો તેના લીધે તેમનામાં માં-બાપ પ્રત્યે ખોટી ધારણા બનવા લાગે છે. બાળકોનું વાંચન-લેખનમાં પણ યોગ્ય રીતે મન લાગતું નથી. તેથી માં-બાપે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બાળકોને ઠપકો કે માંરવા કરતા સારું રહેશે કે તમે પોતાના મનને શાંત રાખો અને બાળકોને પોતાની પાસે બેસાડીને તેમને સમજાવવાની કોશિશ કરવી જોઈએ. જો તમે બાળકોનો વિશ્વાસ જીતવામાં સફળ થઈ જાવ છો તો બાળકમાં પોતાની રીતે જ સુધારો આવી જશે.