એક પુરુષ પર કોનો હોય છે વધારે હક, માં કે પત્નિ, પુરુષ કેવી રીતે નિભાવે આ સંબંધ, જાણો સાચો જવાબ

Posted by

લગ્ન બાદ લાઈફ અચાનકથી બદલાઈ જાય છે. માત્ર યુવક-યુવતિની જ નહી પરંતુ પરિવારના તમામ લોકો પર તેની અસર પડે છે. હંમેશા લગ્ન બાદ યુવતિઓ સાસરિયામાં કેવી રીતે એડજસ્ટ કરે છે, તેના પર ચર્ચા વધારે થાય છે પરંતુ એક યુવક લગ્ન થયા બાદ માતા અને પત્નિ વચ્ચે કેવી રીતે બેલેન્સ બનાવે છે, તેના પર ખૂબ જ ઓછી વાત થાય છે. સાસુ અને વહુ વચ્ચે મતભેદ થવા લગભગ નક્કી હોય છે.

જ્યારે તેમાં બિચારો પુરુષ ફસાઈ જાય છે. જો તે માં નો પક્ષ લે છે તો પત્નિને ખોટું લાગી જાય છે અને પત્નિનું સાંભળે છે તો માં નારાજ થઈ જાય છે. આ રીતે પુરુષ લગ્ન બાદ માતા અને પત્નિ વચ્ચે જટિલ અને નાજુક સંબંધોમાં ગુંચવાઇ જાય છે.

તેની વચ્ચે જ ભારત પોલીસ કોન્સ્ટેબલ આશિષ મિશ્રાએ સોશિયલ મીડિયા પર એક સવાલ બાદ આ મુદ્દાને વધારે ગતિ આપી છે. તેમણે ટ્વિટર પર પોતાના ફેન્સને સવાલ કરીને પૂછ્યું કે, “એક પુરુષ પર સૌથી વધારે હક કોનો હોય છે ? માં કે પત્નિનો ? સમજી વિચારીને જવાબ આપો.

કોન્સ્ટેબલ આશિષ મિશ્રાનાં આ સવાલ પર ઘણા લોકોએ પોતાનું મંતવ્ય આપ્યું. તેમાં મોટાભાગના લોકોએ કહ્યું કે, “આ સવાલ પુરુષો માટે કોઈ ધર્મ સંકટથી ઓછો નથી, જ્યારે આ સવાલમાં મોટાભાગનાં વોટ “માં” ના ભાગમાં મળ્યા. જ્યારે એક વ્યક્તિ એવો પણ હતો જેણે તેનો એવો જવાબ આપ્યો કે આ મુદ્દાને જ સમાપ્ત કરી દીધો. તે યુઝરે લખ્યું કે “પુરુષ પર પત્નિનો હક હોય છે અને દિકરા પર માતાનો હક હોય છે”.

તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે લગભગ દરેક યુવક પત્નિ અને માં બંને વચ્ચે ઘઉંની જેમ પીસાતો જાય છે. માં નો સાથ આપવા પર તેને “મમ્માસ બોય” અને પત્નિનો સાથ આપવા પર તેને “જોરું કા ગુલામ” જેવા ટેગ્સ આપવામાં આવે છે. દિકરાનાં જીવનમાં જ્યારે કોઈ નવી ફિમેલની એન્ટ્રી થાય છે તો ઘણીવાર “માં” થોડી અસુરક્ષિત અનુભવ કરે છે. તેને લાગે છે કે મારો દિકરો મારા હાથમાંથી નીકળી રહ્યો છે, વળી પત્નિને લાગે છે કે હું હંમેશા પારકી જ રહીશ અને મારો પતિ માત્ર પોતાની “માં” નું જ કહેવાનું માનશે.

તો સવાલ હજુ પણ જળવાઈ રહેલ છે. એક પુરુષ પર માં કે પત્નિ કોનો હક વધારે હોય છે ? જોકે અમારું માનો તો પુરુષને આ ધર્મસંકટમાંથી માત્ર “માં” અને “પત્નિ” ની સમજદારી જ બહાર કાઢી શકે છે. જો તે બંને વચ્ચે ફસાયેલા પુરુષની મુશ્કેલીને સમજે અને તેનાં પર માનસિક તણાવ ના બનવા દે તો સંપૂર્ણ પરિવાર હળીમળીને સરળતાથી રહી શકે છે. હવે તેના પર તમારું શું મંતવ્ય છે, તે અમને જરૂર જણાવશો.