માં લક્ષ્મીની સાથે દિવાળી પર કરો આ ૪ દેવી-દેવતાઓની પૂજા, ધનની સાથે સારુ ભાગ્ય પણ મળશે

દિવાળી આવવામાં બસ થોડા જ દિવસો બાકી રહી ગયા છે. લોકોએ તો દેશનાં આ સૌથી મોટા તહેવારની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કોઈ ઘરની સાફ-સફાઈ કરી રહ્યા છે તો કોઈ વાનગી બનાવવામાં વ્યસ્ત છે. અમુક લોકો શોપિંગ પણ કરી રહ્યા છે. જો કે દિવાળી પર સૌથી મોટું મહત્વ માં લક્ષ્મીની પૂજા હોય છે. આ દિવસે માં લક્ષ્મીની પૂજા કરીને તેમને મનાવવાની કોશિશ કરવામાં આવે છે. જે ભક્ત તેમાં સફળ થઈ જાય છે માં લક્ષ્મી તેમના પર મહેરબાન થાય છે અને તેમને ક્યારેય પૈસાની કમી રહેતી નથી. જોકે ખૂબ જ ઓછા લોકો એ વાત જાણતા હશે કે દિવાળી પર તમારે માં લક્ષ્મીની સાથે સાથે અમુક દેવી-દેવતાઓની પૂજા પણ જરૂર કરવી જોઈએ.

ગણેશજી

હિન્દુ કથાઓનાં અનુસાર ગણેશજીને એક વરદાન પ્રાપ્ત છે. આ વરદાન અંતર્ગત કોઈપણ શુભ કામ કે કોઈ દેવી કે દેવતાની પૂજા કરતા પહેલા વ્યક્તિએ શ્રી ગણેશજીની પૂજા કરવી આવશ્યક હોય છે. જ્યાં સુધી કોઈ ગણેશ પૂજન કરતા નથી ત્યાં સુધી તેમના બધા જ કાર્ય લાભકારી સિદ્ધ થતા નથી. આ જ કારણ છે કે દિવાળી પર તમારે લક્ષ્મીજીનું પૂજન કરતા પહેલા શ્રીગણેશજીની આરતી અને પૂજા અવશ્ય કરવી જોઈએ. આવું કરવાથી તમારા ભાગ્યની ઉન્નતિ થાય છે. તમારા તમામ કાર્ય અથવા તો મનોકામના કોઈપણ પરેશાની વગર પૂર્ણ થાય છે.

માં સરસ્વતી

દિવાળીનાં દિવસે તમારે માં સરસ્વતીની પૂજા પણ અવશ્ય કરવી જોઈએ. માં સરસ્વતીને વિદ્યાની દેવી કહેવામાં આવે છે. તેમનું પૂજન કરવાથી ભક્તોનાં મગજનો વિકાસ થાય છે, ઘરના સદસ્યોમાં સદબુદ્ધિ આવે છે, તે હંમેશા સાચું અને પોઝિટિવ વિચારે છે. તેનાથી ઘરમાં લડાઈ-ઝઘડાઓ થતાં નથી. સાથે જ ધન કમાવવાની દિશામાં પણ મગજ વધારે ચાલે છે. તેથી દિવાળીની રાતે માં સરસ્વતીનું પૂજન પણ જરૂર કરવું જોઈએ.

વિષ્ણુજી

ભગવાન વિષ્ણુને આપણે લક્ષ્મીનારાયણ નામથી પણ જાણીએ છીએ. માં લક્ષ્મી વિષ્ણુજીની પત્ની છે તેવામાં તેમની સાથે સાથે જો તમે વિષ્ણુજીની પૂજા પણ કરો છો તો લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે સાથે જ તમને ભગવાન વિષ્ણુનાં આશીર્વાદ પણ મળે છે. કહેવામાં આવે છે કે દિવાળી પર તેમની પૂજા કરવાથી સકારાત્મક ઊર્જા ફેલાય છે. તેમનું પૂજન કરવાથી નેગેટિવ એનર્જી સમાપ્ત થઈ જાય છે. જો કે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જ્યાં વધારે પોઝિટિવ એનર્જી હોય છે તે ઘરમાં માં લક્ષ્મી જરૂર પધારે છે.

કુબેર

ભગવાન કુબેરજીને ધનનાં દેવતા પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કુબેર ભગવાન શિવનાં દ્વારપાળ છે. આમ તો કુબેર રાવણનાં સાવકા ભાઈ પણ છે પરંતુ પોતાના બ્રાહ્મણ ગુણોના લીધે તેમને દેવતા બનાવવામાં આવ્યા છે. કહેવામાં આવે છે કે દિવાળીનાં દિવસે કુબેર દેવજીની પૂજા કરવાથી ઘણા પ્રકારની ધન સંબંધિત પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે.