“માં” ને થયો કોરોના : લાચાર પુત્ર રોજ હોસ્પિટલની બારી પર ચડીને માતાને નિહાળતો : તસ્વીર રડાવી દેશે

માતા અને પુત્ર નો સંબંધ દુનિયાનો સૌથી મજબૂત સંબંધ હોય છે. એક માં ને પોતાના પુત્ર પ્રત્યે જેટલી લાગણી હોય છે એટલો જ પ્રેમ તે પુત્ર પણ પોતાની માતાને કરતો હોય છે. જેમ જેમ માં ની ઉમર વધતી જાય છે તેમ તેમ તેમના પુત્રને પણ પોતાની માતાને ગુમાવવાનો ડર વધતો જતો હોય છે. માં થોડીપણ બીમાર પડી જાય તો પુત્ર તુરંત જ તેમની માં ની સેવા કરવામાં લાગી જાય છે. પરંતુ આ કોરોના વાયરસ એક એવી બલા છે જેને લઈને આપણે સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવું જરૂરી છે. તમે ચાહવા છતાં પણ તમારા નજીકના લોકો પાસે તેમની સેવા કરવા પણ રહી શકતા નથી. જો તેમની હાલત વધારે ગંભીર થઈ જાય તો પણ તમે તેની પાસે છેલ્લી ક્ષણો વિતાવી શકવી શક્ય નથી. તો જરા વિચારો એક માં તડપી રહી છે અને તેનો પુત્ર તેને દૂરથી જોવા સિવાય કશું કરી શકતો નથી. ખરેખર આ દુનિયાની સૌથી ખરાબ પરિસ્થિતી કહેવાય.

માં ને થયો કોરોના

દુર્ભાગ્યપૂર્ણ ફિલિસ્તાનના Beit Awa માં રહેવાવાળો 30 વર્ષીય Jihad AI-Suwaiti ને આવા દિવસો જોવા પડી રહ્યા છે. તેમની ૭૩ વર્ષીય માં Rasmi Suwaiti ને કોરોના થયો હતો. તેની સાથે તે લ્યુકેમિયા (બ્લડ કેન્સર)ની બીમારીથી પણ પીડિત હતી. તેમના ઈલાજ માટે તેમને હેબ્રન સ્ટેટ હોસ્પિટલના આઈ.સી.યુ. વોર્ડમાં એડમિટ કરવામાં આવેલ હતાં. જો કે માં ને કોરોના હતો તેથી તેમના પુત્રને તેમને મળવાની પરવાનગી નહોતી. એવામાં પોતાની માં ના દર્શન કરવા માટે પુત્ર રોજ હોસ્પિટલની રૂમની બારી પર ચઢી જતો હતો.

લાચાર પુત્ર આ રીતે નિહાળતો પોતાની માતાને

લાચાર થઈ ને પુત્ર પોતાની માતા ને કલાકો સુધી એકીટકે જોઈ રહેતો હતો. પરંતુ ગયા ગુરુવારે તેમની માતાનું નિધન થઈ ગયું. ડોક્ટર તેમને બચાવી ના શક્યા. તેમનો પુત્ર તેમના પિતાને પણ ૧૫ વર્ષ પહેલા ગુમાવી ચૂક્યો છે. પરંતુ હવે માં ની છાયા પણ તેમણે ગુમાવી દીધી છે. જાણવા મળ્યું છે કે બધા જ પુત્રોમાં તે Jihad તેમની માતાની ખૂબ જ નજીક હતો. આ ઘટનાને સોશિયલ મીડિયા પર @mhdksafa નામના એક ટ્વિટર યુઝરે આ પોસ્ટ શેર કરી છે. ઘટનાનો ફોટો શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, કોરોના પોઝિટિવ એક ફિલિસ્તીની મહિલા હોસ્પિટલમાં એડમિટ હતી. તેમનો પુત્ર તેમને જોવા માટે રોજ રાતે હોસ્પિટલની રૂમની બારી પર ચઢીને બેસી જતો હતો. તેમનો આ પુત્ર આવું ત્યાં સુધી કરતો રહ્યો જ્યાં સુધી તેમની માતાનું નિધન ના થયું.

આ ખબર હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેમણે પણ આ ઘટના વિષે સાંભળ્યુ તેમનું હ્રદય ભરાઈ આવ્યું હતું. તેમના પુત્ર જિહાદ એ સોશિયલ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યુ કે, તેમની અંતિમ ક્ષણોમાં પણ હું ફક્ત લાચાર થઈને આઈ.સી.યુ. ની બારી બહાર બેસીને તમને ફક્ત જોતો રહી ગયો હતો. તમને જણાવી દઈએ કે હાલમાં પૂરી દુનિયામાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ રહી છે. ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૧ લાખની ઉપર પહોચી ગઈ છે. તેથી બની શકે તો ઘરમાં જ રહો અને સુરક્ષિત રહો. ઘરના વડીલોનું ખાસ ધ્યાન રાખો.