માધુરી દીક્ષિત આ સુપરસ્ટાર પર હતી ફીદા અને કરવા માંગતી હતી લગ્ન, નામ જાણીને ચોંકી જશો

Posted by

દુનિયામાં દરેક વ્યક્તિનો કોઈને કોઈ ભૂતકાળ હોય છે. સામાન્ય વ્યક્તિ હોય કે સેલિબ્રિટીઝ બધાનો એક વીતેલો સમય હોય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હાલનાં દિવસોમાં કોઈને કોઈ સ્ટારનું નામ કોઈને કોઈ સાથે જોડાતું રહે છે. બોલિવૂડમાં લિંકએપ્સની ખબરો આવવી સામાન્ય વાત છે. આજે કોઈ કલાકારનું નામ બીજા સાથે જોડાયું છે તો કાલે તેનું નામ કોઈ બીજા સાથે જોડાઇ જશે પરંતુ કો-સ્ટાર સાથે સેલિબ્રિટીઝનું નામ સૌથી વધારે જોડાઈ જાય છે.

એક જમાનામાં અક્ષય કુમાર અને રવીના ટંડનના અફેરની ખબરો ખૂબ જ ચર્ચામાં રહી હતી. અક્ષય કુમારનું નામ શિલ્પા શેટ્ટી સાથે પણ જોડાયું હતું. આ રીતે ગોવિંદાનું નામ પણ એક સમયે રાની મુખરજી સાથે જોડવામાં આવતું હતું પરંતુ આજે આ આર્ટીકલથી અમે જે અભિનેત્રીની વાત કરવા જઈ રહ્યા છીએ તે બોલિવુડમાં ધક ધક ગર્લના નામથી જાણીતી છે. જી હા, અમે બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિતની વાત કરી રહ્યા છીએ. રિપોર્ટનું માનીએ તો સંપૂર્ણ દેશને પોતાની અદાઓથી ઘાયલ કરનાર માધુરી દીક્ષિતનું દિલ એ રીતે તેના એક કો-સ્ટાર પર આવી ગયું હતું કે તે તેમની સાથે લગ્ન કરવા માટે બેચેન થઈ ગઈ હતી.

જે અભિનેતાને માધુરી દીક્ષિત પોતાનું દિલ આપી બેઠી હતી તે સંજય દત્ત હતાં. એક સમયમાં આ બંનેની પ્રેમ કહાની ખૂબ જ વધારે મશહુર હતી. તેમની પ્રેમ કહાનીની ચર્ચા આજે પણ બોલિવૂડમાં કરવામાં આવે છે. એ દરમિયાન બંનેની જોડી ઘણી હિટ હતી અને દરેક તેમને એકસાથે જોવા માંગતા હતાં. માધુરી અને સંજયે એકસાથે ઘણી હિટ ફિલ્મો આપી છે પરંતુ કિસ્મતને કદાચ કંઇક બીજું જ મંજુર હતું.

માધુરીની ઉંમર ૫૦ વર્ષની છે પરંતુ તેમની સુંદરતામાં આજે કંઈપણ કોઈ ઉણપ આવી નથી. ઉંમરની સાથે સાથે તેમની સુંદરતા પણ વધી રહી છે. ૯૦નાં દશકમાં બન્નેની લવસ્ટોરી ઘણી ચર્ચામાં રહી હતી. સંજય અને માધુરી એકબીજાના પ્રેમમાં પાગલ હતાં. જણાવી દઇએ કે માધુરી એ રીતે સંજયને પ્રેમ કરતી હતી કે તે તેમની સાથે લગ્ન કરવા પણ માંગતી હતી પરંતુ પહેલાથી જ પરણિત હોવાનાં કારણે સંજય આ રિલેશનને આગળ વધારી શક્યા નહી. એક બાજુ માધુરીના પિતાને પણ આ રિલેશન મંજૂર હતી નહિ. બાદમાં માધુરીએ અમેરિકાના સર્જન ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા.