મધ્યપ્રદેશમાં બન્યો દેશનો પહેલો સાઉન્ડ પ્રુફ હાઈ-વે, નજર આવે છે જન્નત જેવો નજારો, જાણો હાઈ-વે ની ખાસિયતો

Posted by

લગભગ તમે હજુ સુધી સાઉન્ડ પ્રુફ રૂમ વિશે જ સાંભળ્યું હશે પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સાઉન્ડ પ્રુફ રોડ પણ હોઈ શકે છે. વાંચીને આશ્ચર્યચકિત ના થાઓ. વિસ્તારથી અમારી સાથે જોડાયેલા રહેજો તો બધું જ સમજમાં આવી જશે અને તમે તેના વિશે જાણીને ખુબ જ રોમાંચિત થઈ જશો. વિચારો ભવ્ય નજારો, સુંદર પહાડો અને સુંદર હાઈ-વે… કદાચ ત્રણ ચીજોને જ્યારે એક જગ્યા પર તમે જોશો તો આશા એવી જ રાખવામાં આવશે કે તમે પર્યટન સ્થળોને ભુલી જશો અને વારંવાર અહીંથી પસાર થવાનું પસંદ કરશો.

જણાવી દઈએ કે MP ના “સિવની” જિલ્લામાં દેશનો ભવ્ય સાઉન્ડ પ્રુફ હાઈ-વે બન્યો છે. દેશમાં આ પહેલાં ક્યાંય પણ સાઉન્ડ પ્રુફ હાઈ-વે બન્યો નથી. ૨૯ કિ.મી.ના નિર્માણમાં લગભગ ૯૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. અહીંથી પસાર થવા વાળા લોકો હાઇ-વે પર રોકાઈને તેના ફોટા પાડે છે. ગાડીઓ પુરપાટ ઝડપે દોડે છે પરંતુ કોઈપણ અવાજ હાઇ-વે ની નીચે સંભળાતો નથી. તો ચાલો વિસ્તારથી જાણી લઈએ તેના વિશે.

NH-44 નો ભાગ છે સાઉન્ડ પ્રુફ રોડ

જણાવી દઈએ કે MP ના “સિવની” થી થતા નાગપુરની તરફ જવા વાળા ૨૯ કિલોમીટર લાંબા રસ્તાને સાઉન્ડ પ્રુફ બનાવવામાં આવ્યો છે. ૧૬ સપ્ટેમ્બરે કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તેનું લોકાર્પણ કર્યું છે. મહત્વપુર્ણ છે કે આ હાઇ-વે ટેકનીક અને એન્જિનિયરિંગનું શાનદાર ઉદાહરણ છે. શાનદાર ચમકતો આ રસ્તો ગાડીની અવરજવર માટે છે તો વળી હાઇ-વે ની નીચે જંગલી જાનવરોને પસાર થવા માટે બનાવવામાં આવ્યો છે એનિમલ અંડરપાસ.

એટલું જ નહીં આ હાઈ-વે પર પસાર થવા વાળા વાહનોની લાઈટ અને અવાજ રસ્તાની બહાર જઈ શકશે નહી. જણાવી દઈએ કે આ ખાસ હાઇ-વેને બનાવવાનો ઉદ્દેશ વન્યજીવોની સુરક્ષા છે. હાઈ-વેને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે તેનાથી વન્યજીવને એક્સિડન્ટથી તો બચાવી શકાશે જ સાથે-સાથે વાહનોનો અવાજ અને પ્રકાશથી પણ વન્યજીવ સુરક્ષિત રહેશે.

વળી કેન્દ્રીય પરિવહન વિભાગ પ્રમાણે તો જો આ પ્રકારનાં હાઈ-વે સફળ રહ્યા તો દેશભરમાં પસાર થવા વાળા રસ્તા અને હાઈ-વેની વ્યવસ્થાની અંદર ડેવલપમેન્ટ કરવામાં આવશે. આ પ્રકારની વ્યવસ્થા ના માત્ર વન્યજીવો પરંતુ સામાન્ય જનતા માટે પણ ઘણા ફાયદાકારક હશે. તેનો મુખ્ય લાભ નાગરિકો અને ટ્રાન્સપોર્ટ કારોબારીઓને થશે.

આ રસ્તા ખરેખર અમેરિકાના રસ્તા જેવા


મહત્વપુર્ણ છે કે MP ના સી.એમ. શિવરાજ સિંહ ચૌહાણ થોડા વર્ષ પહેલા કહ્યું હતું કે, “આપણા અહીંના રસ્તા અમેરિકાથી સારા છે”. તો જો ખરેખર CM શિવરાજ ની આ વાત ને સાચી થતી જોવી હોય તો “સિવની” માં આ હાઈ-વે પરથી પસાર થયા બાદ તમને કંઈક એવું જ ફિલ થશે. જણાવી દઈએ કે શાનદાર રસ્તા, રોડની બન્ને તરફ જંગલનાં નજારાની વચ્ચે મુસાફરી લોકોને જન્નતનો અનુભવ કરાવે છે. સારા રસ્તા હોવાનાં કારણે લોકોને અંતર કાપવામાં પણ ઓછો સમય લાગે છે.

પેંચ ટાઈગર રિઝર્વનો ભાગ છે

આ હાઇ-વે નો ૨૯ કિલોમીટરનો ભાગ પેંચ ટાઈગર રિઝર્વનાં બફર ઝોનમાંથી પસાર થાય છે. અહિયા જાનવરોની અવરજવર રહે છે. હાઈ-વેમાંથી પસાર થવા દરમિયાન જાનવરોની સાથે સાથે લોકોને પણ જોખમ રહે છે, તેવામાં જાનવરોની સુરક્ષા અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખતા આ સાઉન્ડ પ્રુફ હાઈ-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી કરીને જંગલી જાનવરોને કોઈ પરેશાની ના થાય.

૯૬૦ કરોડનાં ખર્ચમાં બનીને તૈયાર થયો હાઇ-વે

જણાવી દઈએ કે આ ૨૯ કિલોમીટરનાં હાઇ-વે નો કુલ ખર્ચ લગભગ ૯૬૦ કરોડ રૂપિયા છે. મોહગાવ થી ખવાસા વચ્ચે ૩૧૪૫ મીટર લંબાઇના ૧૪ અંદરપાસ બનાવવામાં આવ્યા છે. જેથી પેંચ ટાઇગર રિઝર્વના વન્યપ્રાણી સરળતાથી અવરજવર કરી શકે. હાઇવે પર ચાલતી ગાડીઓનો અવાજ અને લાઈટ વન્યજીવોને ડિસ્ટર્બ ના કરે, તેના માટે પણ ફોરલેન માર્ગ ના બંને કિનારા પર સાઉન્ડ બેરિયર અને હેડ લાઈટ રીડ્યુસર લગાવીને ૪ મીટર ઊંચી સ્ટીલની દિવાલ ઊભી કરવામાં આવી છે.

આ હાઈ-વે પર એક પણ ખાડો નથી. મુસાફરી દરમિયાન તમને વાંદરાઓની ટોળી નજર આવશે. સાથે જ તમને જરા પણ આંચકાનો અનુભવ નહીં થશે. વન્ય પ્રાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેના નિર્માણમાં ખુબ જ સમય લાગ્યો છે. વન અને પર્યાવરણ વિભાગે ત્યાં સુધી હાઇ-વે ના નિર્માણની મંજુરી આપી નહોતી, જ્યાં સુધી NHAI ના અધિકારીઓએ વન્ય પ્રાણીઓની સુરક્ષાનો ફુલપ્રુફ પ્લાન આપ્યો નહી.

જણાવી દઈએ કે વાઈલ્ડ લાઇફ સેફટી માટે સડક પરિવહન મંત્રાલયે દેશમાં પહેલીવાર આ પ્રકારનાં હાઈ-વે નું નિર્માણ કર્યું છે. રસ્તાઓ પર ગાડીનું ટ્રાફિક થાય છે તો રસ્તાની નીચે બનાવવામાં આવેલા એનિમલ અંડરપાસ માંથી વાઘ સહિત બીજા જાનવરોની અવરજવર અટક્યા વગર ચાલુ રહે છે. તો આશા રાખીએ છીએ કે તમને સંપુર્ણ તે પણ સાઉન્ડ પ્રુફ રોડ ની વિગત સમજમાં આવી ગઈ હશે.